માત્ર 5 રૂપિયા માં પોષ્ટિક ભોજન મળશે | શ્રમિક અન્નપુર્ણા યોજના | Shramik Annapurna Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Shramik Annapurna Yojana Details in Gujarati : રાજ્યમાં વિવિધ જિલ્લામાં વસવાટ કરતા બાંધકામ શ્રમિકો તેના જિલ્લા માં ધંધો અને વ્યવસાય ના હોવા કારણે મોટા શહેરો માં કામકાજ માટે આવતા હોય છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને સમય ના અભાવ ના કારણે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી જેમાં શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે.

તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી, આ લેખ માં શ્રમિક અન્નપુર્ણા યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે.

#Ad

શ્રમિક અન્નપુર્ણા યોજના શું છે? – Shramik Annapurna Yojana Gujarat

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે. જેથી તેઓ તંદુરસ્ત રહી શકે તેના માટે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી.

યોજના નું નામશ્રમિક અન્નપુર્ણા યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો
મળવાપાત્ર સહાયમાત્ર રૂ 5/- માં પોષ્ટિક ભોજન
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર079-25502271

યોજનાનું અમલીકરણ :

આ યોજનાનો પ્રાયોગિક ધોરણે તા.૧૪/૬/૨૦૧૭ થી અમલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત શ્રમિક ફાળાની રકમ માં ધટાડો કરીને રૂ.૧૦/-માંથી રૂ.૫/- કરવા આવેલ છે.

અન્નપૂર્ણા યોજના માં આપવામાં આવતું ભોજન :

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ ૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે.

#Ad

અન્નપૂર્ણા યોજના માટે ભોજન કેવી રીતે મેળવવું?

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને આ યોજનાનો લાભ અપાય છે. 

Shramik Annapurna Yojana નો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. ૫ /- માં ટોકન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.

જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. 

આ પણ વાંચો : ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું

#Ad

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત અમદાવાદ -૪૭, ગાંધીનગર -૪ ,વડોદરા -૧૨ સુરત- ૧૮, નવસારી-૩ વલસાડ-૬ રાજકોટ-૯, મહેસાણા -૭ અને પાટણ -૮ એમ કુલ ૧૧૪ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થયેલ છે. 

આ પણ વાંચો :

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
અરજી ફોર્મડાઉનલોડ કરો 
Helpline number079-25502271
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ કેટલા રૂપિયા માં ભોજન મળશે? 

જ :  Shramik Annapurna Yojana અંતર્ગત માત્ર રૂ 5/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે.

#Ad

પ્ર.2 : શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ કેટલું ભોજન મળશે?  

જ : યોજના અંતર્ગત માત્ર રૂ ૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે.

પ્ર.3 : અન્નપૂર્ણા યોજના માટે ભોજન ક્યાંથી મળશે.

જ : Shramik Annapurna Yojana Gujarat નો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું રહેશે.

#Ad

Sources And References

bocwwb.gujarat.gov.in

Leave a Comment