ગુજરાત બાંધકામ શ્રમયોગી અંત્યેષ્ઠિ સહાય યોજના | Antyeshti Sahay Yojana In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ગુજરાતમાં રહેતા અને બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. જેમાં બાંધકામ વ્યવસાયમાં રહેલા શ્રમયોગીને ચાલુ કામ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસર નિયમો મુજબ આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી આ અંત્યેષ્ઠિ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

આ લેખ માં આપણે જાણીશું કે અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે? તેનો લાભ કોણ લઈ શકે, મળવાપાત્ર લાભ, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.

#Ad
અંત્યેષ્ઠિ સહાય યોજના | Antyeshti Sahay Yojana In Gujarati

અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે? – What is Antyeshti Sahay Yojana?

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને અંતેષ્ઠી સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે. 

Antyeshti Sahay Yojana Highlight

યોજના નું નામઅંત્યેષ્ઠિ સહાય યોજના
વિભાગગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીબાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો
મળવાપાત્ર સહાય₹10,000 (કામ દરમિયાન મૃત્યુ ના કિસ્સા માં)
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર079-25502271

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે

ગુજરાતના બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા તમામ શ્રમયોગી જેની ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર છે જે નીચે મુજબ છે. 

 • કડિયા
 • પ્લમ્બર
 • ઇલેક્ટ્રીસિયન
 • સુથાર
 • લુહાર
 • વાયરમેન
 • કલરકામ કરનાર
 • લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર
 • ફેબ્રીકેશન કરનાર
 • ઇંટો/નળિયા બનાવનાર
 • વેલ્ડર
 • સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર
 • મ.ન.રે.ગા. વર્કર વગેરે..

આ પણ વાંચો:

#Ad

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Antyeshti Sahay Yojana Benefits in Gujarati

શ્રમયોગી કામ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Antyeshti Sahay Yojana

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે. 

 • અરજી પત્રક(નમૂનામાં)
 • મરણ અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
 • વારસદાર

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? – Apply For Antyeshti Sahay Yojana Gujarat

 • નાણાકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિક ના પરિવાર ને આ નમૂના સાથે અરજી ફોર્મ રજૂ કરવાનું રહેશે.
 • બાંધકામ શ્રમિકોના પરિવારના સદસ્યને અરજી જે તે જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને આપવાની રહેશે.
 • વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો.

અંત્યેષ્ઠિ સહાય યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
અરજી ફોર્મડાઉનલોડ કરો 
Helpline number079-25502271
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે?

જ : ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને આ યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.

#Ad

પ્ર.2 : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ શું છે? 

જ : શ્રમયોગી કામ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ ₹10,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

પ્ર.3 : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે સતાવર વેબસાઇટ શું છે? 

જ : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે સતાવર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in છે.

#Ad

આ પણ વાંચો:

Sources And References

Leave a Comment