પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાત | PM KUSUM Yojana Gujarat | પ્રધાનમંત્રી સોલાર યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Pm Kusum Yojana In Gujarati : કેન્દ્ર સરકાર દ્વારા દેશના અને રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જા નો વપરાશ વધારવા માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી જે ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો એજ સરકાર નો મુખ્ય ધ્યેય છે.

આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે પ્રધાનમંત્રી કુસુમ યોજના ના જરૂરી ડોક્યુમેન્ટ, કોણ લાભ લઈ શકે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad

Table of Contents

પ્રધાનમંત્રી કુસુમ યોજના શું છે? – Pm Kusum Yojana In Gujarati

પ્રધાનમંત્રી કુસુમ યોજના એ કેન્દ્ર સરકાર ની યોજના છે આ યોજના થકી જે ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો તેમજ આ યોજનાથી દેશના લોકો સૌર ઉર્જા તરફ આકર્ષાઈ એજ સરકાર નું મુખ્ય લક્ષ છે.

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવે છે.જે ખેડૂતોને સિંચાઈ માં મદદરૂપ થાય છે અને ખેડૂતોને સૌર ઉર્જા પેદા કરવામાં ઉપયોગી થશે.

પ્રધાનમંત્રી સોલાર યોજના હાઈલાઈટ – Yojana Highlight 

યોજનાનું નામપ્રધાનમંત્રી કુસુમ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર દ્વારા
વિભાગકૃષિ અને ઉર્જા વિભાગ
લાભાર્થીદેશના ખેડૂતો
મળવાપાત્ર સહાયસૌર ઉર્જા સંચાલિત પંપ 
સત્તાવાર વેબસાઈટ https://pmkusum.mnre.gov.in
હેલ્પલાઈન નંબર011 – 24365666

યોજનાનો હેતુ – Objective Of Pm Kusum Yojana

આ યોજના થકી દેશના અને રાજ્યના ખેડૂતો સૌર ઉર્જાનો ઉપયોગ વધુ કરે તેમજ પર્યાવરણ ને નુકસાન થાય તેવા સાધનનો ઉપયોગ બંધ કરે તે હેતુથી ડીઝલથી ચાલતા પંપ ના બદલે સૌર ઉર્જા થી સંચાલિત પંપ નો ઉપયોગ કરે તેવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

#Ad

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે કોણ લાભ લઈ શકે – PM Kusum yojana Gujarat Eligibility 

કેન્દ્ર સરકારની આ યોજના થકી દેશના ખેડૂતો ને સૌર ઉર્જા થી સંચાલિત પંપ આપવામાં આવે તો આ યોજના માટે કેટલીક શરતો નીચે મુજબ છે:

 • અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
 • જો લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેતા હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • ખેડૂત પાસે જમીન નું વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આ પણ વાંચો:

યોજના માટે મળવાપાત્ર લાભ – Pm Kusum Yojana Benefits In Gujarat

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

 • ડીઝલથી ચાલતા પંપ માં ઘટાડો થશે તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ વધશે.
 • ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ના 60 ટકા સબસીડી આપવામાં આવે છે.
 • આ યોજના થી ગરીબ ખેડૂતો પણ તેમની ખેતીમાં સંપૂર્ણ ખેતી કરી શકશે જેથી તેમના પાક સારો થશે.
 • આ યોજના થી ડીઝલ નો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે.
 • ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે.
 • કુસુમ યોજના શરૂ થવાથી નાણા ની અછત પણ દૂર થશે અને ખર્ચ પણ ઓછો થશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ના વિવિધ વિભાગો – Department Of Pm Kusum Yojana 

વિભાગ – A

#Ad
 • ખેડૂતો પોતાની બિનઉપજાવું જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને કમાણી કરી શકે છે.
 • આ વિભાગ હેઠળ ખેડૂતો 25 વર્ષ સુધી સૌર ઉર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપની ને વેચવાની સુવિધા આપે છે.

વિભાગ – B 

 • આ વિભાગ હેઠળ ખેડૂતોને સોલાર પંપ ખર્ચના 60 ટકા સબસીડી આપવામાં આવે છે.
 • આ સબસીડી 75 હો.પા સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.
 • જંગલ વિસ્તારના ખેડૂતોને GERC ના ધોરણો મુજબ માત્ર ફિક્સ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.
 • આદિજાતિ ના અરજદારોએ કોઈ ફાળો આપવાનો રહેશે નહીં.

વિભાગ – C 

 • દિવસ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે.
 • સસ્તી અને ગ્રીન એનર્જી થી ખેતરમાં હરિયાળી આવશે અને ખેડૂતોમાં ખુશાલી આવશે.
 • આ વિભાગ માં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.
 • જેમાં હયાત ખેતવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ની કિંમત 60 ટકા  સુધી સબસીડી આપવામાં આવશે.જે 75 હો.પા સુધી મર્યાદિત છે. 

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Required Documents Of Pm Kusum Yojana Gujarat

 • પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે: 
 • આધાર કાર્ડ
 • બેન્ક એકાઉન્ટ પાસબુક
 • જમીન નું વિગત દર્શાવતું પત્રક 
 • મોબાઈલ નંબર 
 • એડ્રેસ પ્રૂફ
 • પાસપોર્ટ ફોટા 
 • આવકનો દાખલો 
 • સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક 

આ પણ વાંચો:

પ્રધાનમંત્રી કુસુમ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Pm Kusum Yojana 2023 Online Apply Gujarat

Pm Kusum Yojana Gujarat માટે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો:

#Ad
 • સૌપ્રથમ Pm Kusum Yojana ની સત્તાવાર વેબસાઇટ ખોલો
 • ત્યાર પછી પોર્ટલ પર લોગીન કરો
 • લોગીન કરો એટલે Apply Online નામનો વિકલ્પ દેખાશે.
 • તમે Apply Online પર ક્લિક કરશો એટલે તમારી સામે એક રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
 • હવે તમારે અરજી ફોર્મ માં બધી જ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે.
 • ફોર્મ ભર્યા પછી ખાતરી કરી લો કે બધી માહિતી સાચી છે કે કેમ ત્યાર પછી સબમિટ કરો.
 • તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે આ id password નો ઉપયોગ કરીને તમે pm kusum યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો.

ગુજરાત વીજ કંપની લિસ્ટ – Gujarat Vij Company List

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની સત્તાવાર વેબસાઇટhttps://pmkusum.mnre.gov.in/landing.html
અરજી પ્રક્રિયા  ઓનલાઇન
pm kusum yojana helpline number011 – 24365666
વૉટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો –  FAQs 

પ્ર.1 : પીએમ કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરવાની રહેશે?

જ : આ યોજના માટે તમારે https://pmkusum.mnre.gov.in/landing.html ની વેબસાઈટ પર અરજી કરી શકો છો.

પ્ર.2 : આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શું છે?

જ : pm kusum yojana gujarat નો મુખ્ય ધ્યેય દેશના ખેડૂતો સૌર ઉર્જાથી પોતાની આવકમાં વધારો કરે અને ડીઝલ થી ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરે.

#Ad

પ્ર.3 : આ યોજના હેઠળ શું સહાય મળે છે?

જ : આ યોજના હેઠળ ખેડૂતો ને સૌર ઉર્જાથી ચાલતા પંપ 60 ટકા સબસીડી એ મળે છે.

Source And Reference 

Official Website 

Scheme Details

#Ad

Leave a Comment