ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણો | e Nirman Card Apply Online In Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

e Nirman Card Gujarat 2023 : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાય માં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટે e Nirman Card Gujarat Portal ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે અને આ કાર્ડ ની મદદ થી ઘણી બધી સહાય અને યોજનાના લાભ મેળવી શકે છે. 

આ લેખ માં આપણે જાણીશું કે ઈ નિર્માણ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. તેથી અંત સુધી લેખ ને વાંચજો.

#Ad

ઈ નિર્માણ કાર્ડ માં મળતી સહાય યોજના નું લિસ્ટ – e Nirman Card Gujarat Yojana 2023

1) અંત્યેષ્ઠી સહાય યોજના

2) આકસ્મિક મૃત્યુ સહાય યોજના

3) ગો-ગ્રીન શ્રમિક યોજના

#Ad

4) ટેબલેટ યોજના

5) દિવ્યાંગ શ્રમિક માટે ઇલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન યોજના

6) ધન્વન્તરી આરોગ્ય રથ

7) પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટેની યોજના

#Ad

8) પ્રધાનમંત્રી શ્રયોગી માનધન યોજના

9) પ્રસુતિ સહાય યોજના

10) મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ

11) વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના

#Ad

12) વ્યવસાયિક રોગોમાં સહાય યોજના

13) શ્રમિક અન્નપુર્ણા યોજના

14) શ્રમિક પરિવહન યોજના

15) શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

#Ad

16) હાઉસીંગ સબસીડી યોજના

ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે અરજી પ્રક્રિયા – e Nirman Card Online Apply Registration Process In Gujarat

ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ની ત્રણ પ્રોસેસ છે જે નીચે મુજબ છે.  

1) ઓફિસિયલ વેબસાઈટ દ્વારા 

2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

#Ad

3) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને

1) વેબસાઇટ માંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું ? – e Nirman Card Online Apply Through Website

ઓનલાઇન વેબસાઇટ દ્વારા e Nirman Card Gujarat માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

સૌપ્રથમ તમારે e Nirman card Registration માટે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://enirmanbocw.gujarat.gov.in

જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવ્યા છો તો તમે પહેલા રજીસ્ટર કરી લો અને પછી e Nirman Card Login કરવાનું રહેશે.

#Ad

e Nirman card Registration કરવા માટે અહીંયા Please Register Here બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરીને Register બટન પર ક્લિક કરવાનું રહેશે. 

એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે અને Registration Successfully લખેલુ તમને જોવા મળશે.

પછી તમારા ઈમેલ આઇડી માં તમારા આઈડી પાસવર્ડ આવી જશે તેના દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે.

લોગીન કરશો એટલે તમારી સામે પ્રોફાઈલ ની બધી વિગતો ભરવાની હશે જેમાં તમારું નામ સરનામું પછી મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી બધી વસ્તુ તમે ભરવાની રહેશે.

અને પછી Update બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી e Nirman Card માટે ની પ્રોફાઈલ સેવ થઈ જશે. અને પછી તમારે બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે તમારી વ્યક્તિગત માહિતી બધી ભરવાની રહેશે જે તમે બધી પ્રોફાઇલમાં ભરેલી હશે અને ફોટો ઉપલોડ કરવાનો રહેશે પછી Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે અહીંયા અરજી ની વિગતો ભરવાની રહેશે જેમાં તમે શું કામ કરો છો એટલે મજૂરનો પ્રકાર, અભ્યાસની વિગત, લાલ ચોપડી છે કે નહીં અને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો વધુ ભરવાનું રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે તમારા અનુભવની વિગતો ભરવાની રહેશે કે જેમાં 90 દિવસ કામનો અનુભવ જરૂરી છે. જો તમે બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે કામ કરેલું છે તો જ તમે આ કાર્ડ કઢાવી શકો.

ત્યારબાદ જે સ્થળ પર કામ કરેલું છે એ સ્થળનું નામ પછી સમયગાળો કેટલા દિવસ કામ કરેલું છે અને કામનો પ્રકાર એ બધી વિગતો ભરવાની રહેશે. અને Save and Next બટન પર ક્લીક કરવાનું રહેશે.

અને પછી તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, ઉંમરનો પુરાવો, ઓળખનો પુરાવો અને તમે જે 90 દિવસ બાંધકામ શ્રમયોગી તરીકે કામ કરેલું છે તેનું સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે.

તમે સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ માટે અરજી સાથેના બીડાણ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અને પછી તમે તેની પ્રિન્ટ કઢાવીને તેની ઉપર વિગતો ભરીને પાછું તમારે અપલોડ કરવાનું રહેશે.

સ્વયંપ્રમાણિત પ્રમાણપત્ર ડાઉનલોડ કરો DOWNLOAD PDF

ફોટા અપલોડ કરો તેની સાઈઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ તો જ ફોટા અપલોડ થશે.

આ પણ વાંચો: ફોટા ની સાઈજ ઓછી કેવી રીતે કરવી

ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે e Nirman Card ના શરતો અને નિયમો એ તમારે વાંચીને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી Save and Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

આટલું કરતા હવે તમારા e Nirman Card Gujarat Registration Process પૂરી થઈ ગઈ છે. ઓમ સબમીટ કરશો એટલે તમને એક અરજી નંબર તમને મળશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.

એ અરજી નંબરની મદદથી તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તેનું ઈ નિર્માણ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.

e Nirman Card Status Check કરવા માટે તમારે View Citizen Application Status તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

2) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ નિર્માણ કાર્ડ બનાવવા ની પ્રોસેસ – e Nirman Card Apply Online From Application

સૌથી પહેલા તમારે play store ઉપર જઈને e Nirman Card Gujarat ની ઓફિસિયલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેની લીંક નીચે આપેલી છે.

મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તો આવી રીતે તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા e Nirman Card માટે અરજી કરી શકો છો.

મોબાઇલમાં કે વેબસાઈટ દ્વારા ઈ નિર્માણ કાર્ડ અરજી કર્યા પછી તમારે નજીકના CSC સેન્ટરે દસ્તાવેજો વેરિફિકેશન કરાવવા માટે જવું પડશે.

તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમારી અરજી જિલ્લા કચેરી એ મોકલવામાં આવશે અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં પણ ચેક થશે.

જિલ્લા કચેરીએ ડોક્યુમેન્ટ ચેક કરાઈ ગયા પછી તમારૂ સ્માર્ટ કાર્ડ ઓનલાઈન જનરેટ થઈ જશે અને તેના માટે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર SMS પણ આવશે.

રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર SMS આવ્યા બાદ તમારે નજીકના csc સેન્ટર જઈને તમારું સ્માર્ટ e Nirman Card મેળવવાનું રહેશે.

3) CSC સેંટર દ્વારા ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું ? – e Nirman card Registration At CSC Center

જો તમારી જાતે તમે ઈ નિર્માણ કાર્ડ માટે અરજી નથી કરવા માંગતા તો તમે csc સેંટર પર જઈ પણ e Nirman Card કાઢવી શકો છો. 

તમારે તમારી નજીક ના CSC સેંટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે તમારી સાથે બધા ડોક્યુમેંટ્સ લઈ જવાના રહેશે. એટલે ત્યાં બેઠેલા કર્મચારી તમારું ફિંગરપ્રીન્ટ લેશે અને ફોટો પાડી ને તમારું કાર્ડ બનાવી આપશે. 

CSC સેંટર નું લિસ્ટ ચેક કરો અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://enirmanbocw.gujarat.gov.in/
e Nirman card Helpline numberનંબર જુઓ
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

આ પણ વાંચો:

e Nirman Card માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર. 1 : ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?  

જ :  e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.

1) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.

2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

3) ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in  

પ્ર. 2 : ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે બાંધકામ ક્ષેત્ર માં કેટલા દિવસ કામ કરેલું હોવું જોઈએ? 

જ : જે બાંધકામ શ્રમિક e Nirman Card બનાવવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.

પ્ર. 3 : શું લાલ ચોપડી અને ઈ નિર્માણ કાર્ડ એ બંને વસ્તુ અલગ અલગ છે? 

જ : ના તે બંને વસ્તુ એક જ છે પહેલા લાલ ચોપડી કહેવાતી અને અત્યારે e Nirman Card તરીકે ઓળખવામાં આવે છે. 

પ્ર. 4 : ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેંટ્સ ની જરૂર છે?

જ : 1) આધાર કાર્ડ 2) ઉંમરનો પુરાવો. 3) 90 દિવસથી વધુ સમય માટે બાંધકામ કામદાર તરીકે કામ કરવા માટેનું સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર અને નિયત ફોર્મેટમાં આવક અને વ્યવસાય. 4) યોજનાનો લાભ સરળતાથી મેળવવા માટે બેંક ખાતાની વિગતો અને રેશનકાર્ડ જરૂરી છે.

Sources And References

Leave a Comment