બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે પ્રસૂતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.
આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (ડિલેવરી સહાય યોજના ગુજરાત)
ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.
યોજના નું નામ | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના |
વિભાગ | બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત |
લાભાર્થી | શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની |
મળવાપાત્ર સહાય | રૂ.37,500/- સુધી સહાય |
સતાવાર વેબસાઇટ | https://sanman.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
યોજના નો લાભ કોણ લઈ શકે?
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો
શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.
- જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
- સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિના ની અંદર કરવાનો રહેશે.
- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.
આ પણ વાંચો :
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Shramyogi Prasuti Sahay Yojana Benefits
- નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
- નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
- આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- સહાય ની ચુકવણી કરવામાં આવશે.
પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Prasuti Sahay Yojana
શ્રમયોગી ડિલેવરી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- મમતા કાર્ડની નકલ
- કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબૂકની નકલ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- સોગંદનામું
પ્રસુતિ સહાય યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો
ડિલેવરી પહેલા નું | ડાઉનલોડ કરો |
ડિલેવરી પછી નું | ડાઉનલોડ કરો |
યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Yojana Gujarat
અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો :
મહત્વપૂર્ણ લિંક્સ
સતાવર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in |
Helpline number | 079-25502271 |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : પ્રસુતિ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?
જ : નોંધાયેલ મહિલા શ્રમિક ને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
પ્ર.2 : જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તે આ યોજના નો લાભ લઈ શકે છે.
જ : હા, મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
પ્ર.3 : ડિલેવરી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?
જ : અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ યોજના છે.
સરસ માહિતી
પેહલો હપ્તો આવી ગયો છે શ્રમ યોગી પ્રસુતિ યોજનાઓ બીજા હપ્તા માટે સૂ પ્રોસેસ કરવાની?