નિરંકારી રાજમાતા સ્કોલરશીપ યોજના 2023-24 એ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંડરગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં ટેકનિકલ અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પસંદ કરેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 75,000 સુધીની સંપૂર્ણ ટ્યુશન ફી માફી મળશે.
તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ નિરંકારી રાજમાતા સ્કોલરશીપ યોજના તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
Nirankari Rajmata Scholarship Scheme 2023-24
સંસ્થા નું નામ | Nirankari Rajmata Foundation |
શિષ્યવૃત્તિ નું નામ | નિરંકારી રાજમાતા સ્કોલરશીપ |
લાભાર્થીઓ | કોલેજ કરતાં વિધ્યાર્થીઓ |
મળવાપાત્ર રકમ | રૂ.75,000 સુધી સહાય |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | Official Website |
પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે
- ભારત ની માન્ય સંસ્થાઓ માંથી ધોરણ 11 અને 12 અને અંડર ગ્રેજ્યુએટ ડિગ્રીમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને ભણતો હોવો જોઈએ
- સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા દ્વારા સંસ્થા/યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
- નીચેનામાંથી એક શિસ્તમાં પ્રવેશ ઓફર રાખો:
- એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (અથવા સમકક્ષ વિદ્યાશાખાઓ)
- દવામાં સ્નાતકની ડિગ્રી (એલોપેથિક/આયુર્વેદિક/હોમિયોપેથિક)
- MBA/PGDM
- આર્કિટેક્ચર
- CA (CPT પરીક્ષા લાયકાત મેળવ્યા પછી)
- CFA (ફાઉન્ડેશન ટેસ્ટ લાયકાત પછી)
- એલએલબી (ડિગ્રી પરીક્ષાઓ માટે લાયકાત મેળવ્યા પછી અથવા પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી)
- પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન
- વિદ્યાર્થીના પરિવારની આવક 3.50 લાખથી ઓછી હોવી જોઈએ.
સ્કોલરશીપ ના ફાયદા
- પસંદ થયેલા ઉમેદવારોને વાર્ષિક INR 75,000 સુધીની પૂરે પૂરી ટ્યુશન ફી માટે સ્કોલરશીપ મળશે.
જરૂરી ડોક્યુમેન્ટસ
Nirankari Rajmata Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:
- અરજી ફોર્મ અને તેની સાથે ફોટો ચોંટાડવો
- નીચે પ્રમાણે સ્વપ્રમાણિત ડોક્યુમેંટ્સ આપવાના રહેશે.
- પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ)
- ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું
- અગાઉ ના વર્ષ ના કોર્ષ ની માર્કશીટ
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ
- ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
- રેશન કાર્ડ/આધાર કાર્ડ/મતદાર આઈડી/પાસપોર્ટ/પાન કાર્ડ અથવા અન્ય કોઈ રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- સંસ્થા-કોલેજ દ્વારા પ્રમાણિત કરેલું હોવું જોઈએ
- વિદ્યાર્થીને અન્ય કોઈ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે નહીં
- વિદ્યાર્થીએ મેનેજમેન્ટ/કન્વીનર ક્વોટા અથવા અન્ય કોઈપણ ક્વોટા દ્વારા પ્રવેશ લીધો નથી
- તમામ સ્ત્રોતોમાંથી વિદ્યાર્થીની કુટુંબની આવક વાર્ષિક INR 3,50,000 થી વધુ નથી
આ પણ વાંચો:
Nirankari Rajmata Scholarship માટે અરજી કેવી રીતે કરવી?
ઈચ્છા ધરાવતા ઉમેદવાર Nirankari Rajmata Scholarship માટે ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:
સ્કોલરશીપ અરજી કરવા માટે તમારે ઓનલાઇન પ્રક્રિયા નથી તમારે ઓફલાઇન ફોર્મ ભરી ને તેના સરનામા પર મોલકવાનું રહેશે.
નિરંકારી રાજમાતા સ્કોલરશીપ ફોર્મ ડાઉનલોડ કરો
ફોર્મ મોકલવાનું સરનામું
Education Department,
Sant Nirankari Charitable Foundation,
80-A, Avtar Marg,
Sant Nirankari Colony, Delhi – 110009
નિરંકારી રાજમાતા સ્કોલરશીપ માટે સિલેક્શન પ્રોસેસ
અરજદારોને તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય જરૂરિયાતના આધારે શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચો:
- ₹25,000 સુધી સ્કોલરશીપ : LIC વિદ્યાધન સ્કોલરશીપ 2023
- વિધ્યાર્થીનીઓ માટે 1.50 લાખ સુધી ની કોટક કન્યા શિષ્યવૃત્તિ
Important Links:
અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
[email protected] | |
હેલ્પલાઈન નંબર | +91-11-47660380, +91-11-47660200 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
Disclaimer
અહીં આપેલી તમામ માહિતી માત્ર રેફરન્સ હેતુ માટે છે. જેમાં અમે વિધાર્થીઓના લાભ માટે સ્કોલરશીપ લિસ્ટ બનાવી છીએ અને આર્ટીકલ લખીએ છીએ. અમારી વેબસાઇટ InfoGujarati અહી આપેલ ડેટ ની ચોકસાઇ માટે બાહેંધરી આપતું નથી. તેથી અરજી કે કોઈ માહીતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લેવો. જે અમે દરેક આર્ટીકલ માં Official Website ની લિન્ક આપેલી હોય છે.