ધંધો કરવા માટે રૂ.10 લાખ સુધીની લોન મળશે | બિન અનામત વર્ગ માટે સ્વરોજગારલક્ષી લોન યોજના ગુજરાત | Swarojgar Lakshi Loan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

સ્વરોજગારલક્ષી લોન યોજના ગુજરાત : ગુજરાત માં ઘણાં લોકો પાસે પોતાનો ધંધો ખોલવા માટે પૈસા હોતા નથી હોતા અથવા પુરી મૂડી હોતી નથી એટલે તેઓ પોતાનો ધંધો ખોલી શકતા નથી એટલા માટે ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ ના લોકો માટે સ્વરોજગાર લક્ષી યોજના યોજના શરૂ કરવામાં આવી છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે આ યોજના નું ફોર્મ,જરૂરી ડોક્યુમેન્ટ તેમજ તેની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad

સ્વરોજગારલક્ષી લોન યોજના શું છે?

આ યોજના ગુજરાત ના બિન અનામત વર્ગ ના લોકો ને પોતાનો ધંધો ખોલવા માટે લોન પુરી પાડે છે તેમજ તે લોન થી તેઓ વાહન પણ ખરીદી શકે છે.તો આ યોજના હેઠળ વ્યક્તિને કુલ ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે.

આ લોન પુરૂષ પાત્ર માટે ૫ ટકા ના સાદા વ્યાજે તેમજ મહિલા માટે ૪ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.તેમજ ખરેખર ખર્ચ થનાર અથવા ૧૦ લાખ આ બે પૈકી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે.

Swarojgar Lakshi Loan Yojana Highlight

યોજનાનું નામસ્વરોજગારલક્ષી લોન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભાર્થીગુજરાત ના બિનઅનામત વર્ગ ના લોકો
મળવાપાત્ર સહાય૧૦ લાખ સુધીની લોન 
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર07923231970

યોજના નો ઉદેશ્ય

આ યોજના નો મુખ્ય ઉદેશ્ય એ છે કે ગુજરાતના જે બિનઅનામત વર્ગ ના લોકો છે તેને લોન પુરી પાડવી તેમજ તે લોન થી વ્યક્તિ પોતાની રીતે પોતાનો નવો ધંધો ચાલું કરે અથવા કોઈ પણ સાધન ખરીદીને પણ ધંધો ચાલુ કરી શકે તો આ યોજના નો મુખ્ય અને મેઈન હેતુ બિન અનામત વર્ગના લોકોને રોજગાર માટે લોન પુરી પાડવી.

#Ad

સ્વરોજગારલક્ષી લોન યોજના માટે કોણ લાભ લઇ શકે? 

ગુજરાત સરકારની આ યોજના થકી બિન અનામત વર્ગના લોકોને રોજગાર માટે લોન આપવામાં આવે છે તો આ યોજના નો લાભ લેવા માટે કેટલીક શરતો નીચે મુજબ છે:

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ .
  • અરજદાર બિન અનામત વર્ગ કેટેગરી નો હોવો જરૂરી 
  • અરજદાર ની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની હોવી જોઈએ.
  • કુટુંબ ની વર્ષિક આવક ૬ લાખ થી વધું ન હોવી જોઈએ.
  • વાહનની લોન માટે અરજદાર પાસે પાકું ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે.

આ ઉપરાંત લોન માટે એક ગામ દીઠ પાંચ વ્યક્તિની પસંદગી થશે તેમજ કોમ્પ્યુટરાઈઝ ડ્રો ના આધારે પસંદગી થશે.

 આ પણ વાંચો: ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો

યોજના માટે મળવાપાત્ર લાભ – Swarojgar Loan Yojana Benefits In Gujarati

બિન અનામત વર્ગ માટે સ્વરોજગાર લક્ષી લોન યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

  • આ યોજના હેઠળ લાભાર્થી ને નવો ધંધો ખોલવા માટે ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
  • તેમજ લાભાર્થી ને જો કોઈ પણ સાધન ની ખરીદી કરવી હોય તો પણ આ લોન થકી થઈ જશે.
  • મહિલા લાભાર્થી માટે આ લોન માં ૧૦ લાખે વર્ષિક ૪ ટકા વ્યાજ અને પુરૂષ લાભાર્થી માટે ૫ ટકા વર્ષિક વ્યાજ છે.
  • દુકાન,મેડિકલ સ્ટોર,ગારમેન્ટ સ્ટોર,બુક સ્ટોર જેવી દુકાનો ખોલવા માટે પણ આ લોન મળે છે.

આ પણ વાંચો:

#Ad

યોજનાનું સ્વરૂપ/ લોન સહાયના ધોરણો

  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
  • વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
  • ઉપરોકત યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
  • ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.૬.૦૦ લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

સ્વરોજગાર લક્ષી લોન માટે જરૂરી ડોક્યુમેન્ટસ

બિન અનામત વર્ગ માટે સ્વરોજગાર લક્ષી યોજના લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • આધાર કાર્ડ 
  • રેશન કાર્ડ 
  • ઉંમરનો પુરાવો
  • રહેઠાણ નો પુરાવો
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો 
  • ધંધા સ્થળનો દાખલો
  • ધંધા ના અનુભવનો દાખલો
  • બેન્ક પાસબુક ની નકલ
  • પિતા ની મિલ્કતનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ ફોટો 
  • આઈ.ટી.રિટર્ન ફોર્મ-૧૬

સ્વરોજગારલક્ષી લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

સ્વરોજગાર લક્ષી લોન યોજના માટે તમે નીચે મુજબ સ્ટેપ ફોલો કરી શકો છો:

  • સૌપ્રથમ તમારે Samaj Kalyan ની ઓફિશ્યિલ વેબસાઈટ ખોલવાની રહેશે. https://esamajkalyan.gujarat.gov.in
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • New Registartion કર્યા પછી તમારા મોબાઈલ માં એક ID અને PASSWORD આવશે.
  • આ Id અને Password થી તમારે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાંર પછી તમારી સામે બધી યોજનાઓ જોવા મળશે તેમાં “SELF EMPLOYMENT SCHEME LOAN” પસંદ કરવાનું રહેશે
  • ત્યાર પછી તમારે તમારું નામ,સરનામું,જન્મતારીખ અને અન્ય માહિતી નાખવાની રહેશે.
  • લાસ્ટ માં બધાજ ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોકયુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરીને સબમિટ કરવાની રહેશે.
  • ત્યાર પછી તમારી અરજી ની પ્રિન્ટ કરી ને રાખવાની રહશે.

નોંધ: જો તમે Registration કરતી વખતે બિન અનામત વર્ગ કેટેગરી સિલેક્ટ કરી હશે તો જ આ ફોર્મ ભરી શકાશે

ઓનલાઇન અરજી પ્રોસેસ જાણવા માટે આ પીડીએફ ડાઉનલોડ કરો DOWNLOAD PDF

#Ad

સ્વરોજગારલક્ષી લોન યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

સ્વરોજગાર લક્ષી યોજના ની વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
અરજી પ્રક્રિયાઓનલાઇન
હેલ્પલાઈન નંબર07923231970
Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો:

વારંવાર પૂછાતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 : આ યોજનામાં કુલ કેટલી લોન મળવાપાત્ર રહેશે?

જ : આ યોજનામાં કુલ ૧૦ લાખ ની લોન મળવાપાત્ર રહેશે.

પ્ર.2 : સ્વરોજગારલક્ષી લોન યોજના લાભ કોણ કોણ લઈ શકે છે?

#Ad

જ : આ યોજનાનો લાભ ગુજરાત ના બિન અનામત વર્ગના લોકોને ધંધો ખોલવા માટે રૂ. 10 લાખ સુધીની લોન મેળવી શકે.

પ્ર.3 : આ યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઈટ જોવી?

જ : આ યોજના નો લાભ લેવા માટે E samaj Kalyan વેબસાઈટ જોવી.

Source And Reference 

Leave a Comment