દિવ્યાંગ સાધન સહાય યોજના ઓનલાઈન ફોર્મ, ડોકયુમેન્ટ્સ, અરજી પ્રક્રિયા | Divyang Sadhan Sahay Yojana Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

દિવ્યાંગ લોકો માટે સરકાર નવી યોજનાઓ બહાર પડતી હોય છે આ યોજનાઓ માં આર્થિક,શૈક્ષણિક તેમજ અન્ય વિભાગ માં ઘણી યોજનાઓ હાલ માં ચાલું છે. દિવ્યાંગ વ્યક્તિ પોતાની રીતે અને સારી રીતે પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે તે હેતુ થી સરકાર દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી. આ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં થોડી રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે. તેમજ ધંધો કરવા માટે સાધન આપવામાં આવે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે દિવ્યાંગ સાધન સહાય યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad
દિવ્યાંગ સાધન સહાય યોજના

દિવ્યાંગ સાધન સહાય યોજના શું છે? 

ગુજરાત માં વસતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકાર દ્વારા સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ સાધન થી દિવ્યાંગ વ્યક્તિ પોતાની રીતે નવો ધંધો ચાલું કરી શકે છે. તેમજ આ યોજના થકી દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો મળે છે. આ યોજના હેઠળ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી સાધન આપવામાં આવે છે. તેમજ દિવ્યાંગતામા રાહત તેવા સાધન પણ આપવામાં આવે છે

Divyang Sadhan Sahay Yojana 2023 In Gujarat

યોજનાનું નામ દિવ્યાંગ સાધન સહાય 
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 
વિભાગનિયામક સમાજ સુરક્ષા
લાભાર્થીગુજરાતના દિવ્યાંગ લોકો
મળવાપાત્ર સહાય રૂ.૨૦,૦૦૦/-  સુધી ની સહાય
સત્તાવાર વેબસાઇટ E-Samaj Kalyan
જીલ્લા હેલ્પલાઈન નંબર07923253266

દિવ્યાંગતામાં રાહત થાય તેવા નીચે મુજબ સાધનો મળવાપાત્ર થશે:

ક્રમદિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનનું નામ
1ટ્રાઇસાઈકલ 
2ફોલ્ડિંગ વહીચેર
3હિયરિંગ એઈડ: (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું
4ફોલ્ડિંગ સ્ટિક
5એલ્યુમિનયમની કાંખઘોડી
6કેલીપર્સ: (અ) ઘૂંટણ માટેના (બ) પોલિયો કેલીપર્સ
7બ્રેઈલ કીટ
8એમ.આર.કીટ (મંદબુદ્ધિના બાળકો માટે)
9સંગીતના સાધનો

રોજગારલક્ષી સાધનો નીચે મુજબ મળવાપાત્ર થશે: 

ક્રમરોજગારલક્ષી સાધનો 
1કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રીપેરીંગ, મોચીકામ 
2દરજીકામ, ભરતકામ
3કુંભારીકામ 
4વિવિધ પ્રકારની ફેરી
5પ્લમ્બર
6બ્યુટીપાર્લર
7ઇલેક્ટ્રિક એપ્લાઈન્સિસ રીપેરીંગ
8ખેતીલક્ષી લુહારી કામ / વેલ્ડિંગ કામ
9સુથારીકામ, ધોબીકામ, સાવરણી સૂપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ
10ગરમ, ઠંડા પીના, અલ્પાહાર વેચનાર, પંચર કીટ 
11ફ્લોર મિલ, મસાલા મિલ
12રૂની દિવેટ બનાવી, મોબાઈલ રીપેરીંગ
13હેર કટિંગ (વાળંદ)

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો હેતુ 

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ ને આર્થિક રીતે મદદ મળે છે. આ યોજના માં દિવ્યાંગઓને પોતાનો ધંધો કરવા માટે રોજગારલક્ષી સાધનો આપવામા આવે છે તેમજ દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે અને રોજગારલક્ષી સાધનો રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદા માં આપવામાં આવે છે. તો સરકાર નો મુખ્ય ઉદેશ્ય દિવ્યાંગ વ્યક્તિ ને આર્થિક રીતે મદદ કરવાનો છે.

આ પણ વાંચો:

#Ad

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ કોને મળે છે?

દિવ્યાંગ સાધન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ શરતો અને પાત્રતા છે:

  • દિવ્યાંગ વ્યક્તિની ઉંમર ૧૬ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • દિવ્યાંગતા ની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ હોવી જોઈએ.
  • દિવ્યાંગ વ્યક્તિ અભ્યાસ કરતો ના હોવો જોઈએ.
  • માંગેલ ધંધાને અનુરૂપ અનુભવનો દાખલો હોવો જરૂરી છે.
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરું છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ 

નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે: 

  • દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગાર માટે રોજગારલક્ષી સાધનો મળશે.
  • આ સાધનો રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.
  • દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે.
  • રોજગારલક્ષી સાધનો અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો આપી શકાય છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના માં જરૂરી ડોક્યુમેન્ટસ – Required Documents Of Yojana 

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • આધાર કાર્ડ
  • જિલ્લા સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, અધારકાર્ડ, વિજલિ બિલ, ભાડાકરાર, ચૂંટણીકાર્ડ) પૈકી કોઈ પણ એક
  • ઉંમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ) પૈકી કોઈ પણ એક 

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

#Ad
  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે 
samaj kalyan yojana
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે. 
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “દિવ્યાંગ કુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
  • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે. 
  • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
  • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

આ પણ વાંચો:

યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ: 

સત્તાવાર વેબસાઇટSamaj Kalyan
અરજી પ્રક્રિયા ઓનલાઈન 
હેલ્પલાઈન નંબર 07923253266
Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિક કરો 

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1: દિવ્યાંગ સાધન સહાય યોજના નો લાભ લેવા માટે ઉંમર મર્યાદા કેટલી છે? 
જ: આ યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિ ની ઉંમર ૧૬ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

પ્ર.2: દિવ્યાંગ સાધન સહાય યોજના માટે મળવાપાત્ર લાભ શું છે? 
જ : આ યોજનામાં રોજગારલક્ષી સાધનો રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે તેમજ દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો મળે છે.

પ્ર.3: આ યોજનાનું ફોર્મ કઈ વેબસાઈટ ભરી શકાશે?
જ : દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ Samaj Kalyan વેબસાઈટ પરથી અરજી કરી શકાય છે.

#Ad

Source And Reference: 

Leave a Comment