ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના | Savitaben Ambedkar Intercaste Marriage Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

આપણી આજુબાજું ઘણી જગ્યાએ જોઈ શકો છો કે ઊંચ-નીચ, હિન્દુ-મુસ્લિમ, સ્ત્રી-પુરૂષ વગેરે જગ્યાએ ભેદભાવ થાય છે આ ભેદભાવ ના લીધે સામાજિક અસમાનતા ફેલાય છે. તો અમુક વખતે યુવક-યુવતી ઊંચી-નીચી જાતિના હોવાથી બંનેના લગ્ન થતા નથી અને તેના કરને ભાગી જવાના કિસ્સા બને છે. તો અનુસૂચિત જાતી ની વ્યક્તિ કોઈ ઊંચી જાતિની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે તો તેમને લગ્ન કરવા માટે અને બીજા ખર્ચ માટે કુલ ૨,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad
ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

હિંદુ ધર્મની અનુસૂચિત જાતી ની વ્યક્તિ અને હિંદુ ધર્મ ની અનુસૂચિત જાતી સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરતા લાવવાનાં ભાગરૂપે ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ.૨,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : 
ઘરે બેઠા મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરો
કુંવરબાઈનું મામેરું યોજના : 12000 રૂપિયા મેળવો

Dr. Savitaben Ambedkar Intercaste Marriage Yojana Highlight

યોજનાનું નામ ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 
વિભાગનિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
લાભાર્થીઅનુસૂચિત જાતિની વ્યક્તિ અને પરપ્રાંતીય વ્યક્તિ 
મળવાપાત્ર સહાયકુલ રૂ.૨,૫૦,૦૦૦/-
સત્તાવાર વેબસાઇટ Samaj Kalyan
હેલ્પલાઈન નંબર07923259061

યોજનાનો હેતુ

જે યુવક-યુવતી માંથી એક અનુસૂચિત જાતીના હોય અને બીજી વ્યક્તિ અનુસૂચિત જાતી સિવાય ઊંચી જાતિની હોય અને બંનેને લગ્ન કરવાની ઈચ્છા હોય તો તેમને સરકાર દ્વારા લગ્ન કરવા માટે તેમજ અન્ય ખર્ચ માટે રૂ.૨,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ હિંદુ ધર્મની અનુસૂચિત જાતીની વ્યક્તિ અને હિંદુ ધર્મની અનુસૂચિત જાતીની સિવાયની અન્ય જાતીની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃષ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવાનાં ભાગ રૂપે ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.

આ પણ વાંચો:

#Ad

યોજના માં કોણ લાભ લઈ શકે છે?

ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં નીચે મુજબ શરતો અને પત્રતા છે:

 • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ.
 • આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માં અરજી કરવાની રહેશે.
 • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યક્તિનાં માં-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં હોવા જોઈએ.
 • વિધુર કે વિધવા કે જેને બાળકો ના હોય તેઓ આ યોજના માટે અરજી કરે છે તો તેને પણ સહાય મળવાપાત્ર થશે. 
 • આ યોજના માં આવક મર્યાદા નથી.
 • યુગલ માં યુવકની ઉંમર ૨૧ વર્ષથી વધું હોવી જોઈએ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષથી વધું હોવી જોઈએ. 

મળવાપાત્ર લાભ

આ યોજનામાં નીચે મુજબ લાભ મળે છે:

 • રૂ.૧,૦૦,૦૦૦ લાખની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે આપવામાં આવે છે.
 • ઘર વપરાશના સાધનો ખરીદવા માટે રૂ.૧,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
 • આ બંને થઈને કુલ રૂ.૨,૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવતી હોય છે.

જરૂરી ડોક્યુમેન્ટસ

આ યોજના માં નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરૂર પડે છે:

 • યુવક/યુવતી નું આધારકાર્ડ
 • યુવક/યુવતીનું જાતિનું પ્રમાણપત્ર 
 • યુવક/યુવતીનો શાળા છોડ્યાનો દાખલો
 • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ,ભાડકરાર પૈકી કોઈ પણ એક)
 • જો અરજદારે છૂટાછેડા લીધેલ છે તે અંગેનું પ્રમાણપત્ર (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)
 • મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
 • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
 • બેન્ક પાસબુક 
 • એકરારનામું
 • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે રજુ કરેલુ ફોર્મ

ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

#Ad
 • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
 • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે 
 • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે. 
 • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
 • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
 • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
 • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
 • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
 • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
 • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
 • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
 • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે. 
 • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
 • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

આ પણ વાંચો:

યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ: 

સત્તાવાર વેબસાઇટSamaj Kalyan
અરજી પ્રક્રિયા ઓનલાઈન 
હેલ્પલાઈન નંબર 07923256959
Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિક કરો 

ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1: આ યોજના માટેના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ માં ભરી શકાય?
જ : આ યોજના ના ફોર્મ Samaj Kalyan વેબસાઈટ પરથી ભરી શકાશે

પ્ર.2: આ યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? 
જ : આ યોજનામાં કુલ રૂ.૨,૫૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.

પ્ર.3: આ યોજનાનો મુખ્ય હેતુ શું છે?
જ : આ યોજનાનો મુખ્ય હેતુ હિન્દૂ ધર્મની અનુસૂચિત જાતીની વ્યક્તિ અને હિંદુ ધર્મની અનુસૂચિત જાતીની સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અશ્પ્રુષ્યતા દૂર કરવાનો છે.

#Ad

Source And Reference: 

Leave a Comment