સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી માટે રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય : કોચિંગ સહાય યોજના 2023 | Coaching Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Coaching Sahay Yojana Gujarat : ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક વગેરે જેવાં ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ છે. તેમાંથી શૈક્ષણિક ક્ષેત્રે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ટ્યુશન સહાય યોજના ચાલું કરવામાં આવી છે આ યોજના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોચિંગ માટે ઘણી ફી ભરે છે તેના લીધે સરકાર દ્વારા કોચિંગ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ ૨૦૧૭-૧૮ માં શરૂ કરવામાં આવી હતી.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને સરકર દ્વારા આપવામાં આવતી કોચિંગ માટે સહાય લેવા માટે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ આ યોજનામાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad
અનુસૂચિત જાતિ કોચિંગ સહાય યોજના 2023

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના 

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

યોજનાનું નામ કોચિંગ સહાય યોજના
વિભાગનિયામક અનુસૂચિત જાતી વિભાગ
લાભાર્થીઅનુસૂચિત જાતી વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાય૨૦,૦૦૦/- સુધી સહાય
સત્તાવાર વેબસાઇટSamaj Kalyan 
જિલ્લા હેલ્પલાઈન નંબર 07923256959

યોજના નો હેતુ

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : SC-ST ના વિધાર્થીઓ કોલેજ માં ફ્રી માં અભ્યાસ કરી શકે છે ફ્રીશીપ કાર્ડ દ્વારા

યોજના માટે કોણ લાભ લઈ શકે છે?

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પત્રતા હોવી જરૂરી છે:

#Ad
 • વિદ્યાર્થી અનુસૂચિત જાતી વર્ગનો હોવો જોઈએ 
 • વિદ્યાર્થીએ સ્નાતક ની પરીક્ષા માં 50% કે તેથી વધું માર્કસે પાસ કરેલી હોવી જરૂરી છે.
 • પુરૂષ હોય તો 35 વર્ષ અને સ્ત્રી હોય તો 40 વર્ષ સુધી વયમર્યાદા રહેશે.
 • વિદ્યાર્થીના માતા-પિતા કોઈ પણ સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.

વિદ્યાર્થી જે સંસ્થા માં કોચિંગ લેવા માંગતા હોય તે નીચે મુજબ ની હોવી જોઈએ:

 1. સંસ્થા 3 વર્ષ કરતા વધું અનુભવ ધરાવતી હોવી જોઈએ.
 2. સંસ્થા GST / પાનકાર્ડ ધરાવતી હોવી જોઈએ.
 3. સંસ્થા માં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક (ફિંગરપ્રીટ) મશીન હોવું જરૂરી છે.
  • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
 4. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
 5. કંપની અધિનિયમ, ૧૯૫૬
 6. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮

કોચિંગ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Benifits Of Coaching Sahay Yojana Gujarat

ગુજરાત માં વસતા અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકાર દ્વારા વધુમાં વધું ૨૦,૦૦૦/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ સહાય વિદ્યાર્થીની કોચિંગ પુરી થાય ત્યાર પછી નાયબ અરજી મંજુર થઈને રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતા માં જમાં થાય છે. આ રકમ છે તે સંપૂર્ણ કોચિંગ પુરી થાઈ ત્યાર પછી સમાજ કલ્યાણ ઓફિસે જાણ કરવાની હોય છે અને ત્યાર પછી મળે છે.

કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ 

કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરૂર પડશે:

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Apply Online For Coaching Sahay Yojana Gujarat

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

#Ad
 • સૌપ્રથમ સરકારની ઓફિશ્યિલ વેબસાઈટ Samaj Kalyan પર જવાનું રહેશે. 
 • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
 • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “New User?” પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન માટે ઉપર દર્શાવેલ સ્ટેપ થી રજીસ્ટ્રેશન કરીને લાસ્ટ માં સબમિટ કરવાનું રહશે.
 • સબમિટ કરશો એટલે ઉપર મુજબ પેજ પ્રમાણે “User Id” અને “Password” થી લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ ઉપર મુજબ ઘણી યોજનાઓ જોવા મળશે.
 • તેમાંથી ઉપર દર્શાવેલ “કોચિંગ સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
 • ઉપર મુજબ આખુ બોક્સ ખુલશે અને તેના ઉપર ટેપ કરવાનું રહેશે.
 • ત્યાર પછી ઉપર દર્શાવેલ પેજ ખુલશે અને તેમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી ઓનલાઈન ફોર્મ માં ભરવાની રહશે.
 • ત્યાર પછી 1 MB સાઈઝ ના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહશે.
 • લાસ્ટ માં બાંહેધરી આપીને અરજી સબમિટ કરવાની રહશે.

ત્યાર પછી અરજી નાયબ નિયામક દ્વારા મંજુર કરવામાં આવશે. તેમજ જયારે કોચિંગ પુરી થશે એટલે કોચિંગ ની સહાય વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમાં થશે.

આ પણ વાંચો :

કોચિંગ સહાય યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs:

પ્ર.1: કોચિંગ સહાય કયા કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે?
જ :
જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતી કેટેગરી માં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળે છે.

પ્ર.2: કોચિંગ સહાય યોજનામાં કુલ કેટલી સહાય મળે છે?
જ :
કોચિંગ સહાય યોજના માટે વધુમાં વધુ ૨૦,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

#Ad

પ્ર.3: કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે સ્નાતક કક્ષાએ કેટલી ટકાવારી હોવી જોઈએ?
જ :
આ યોજનાનો લાભ મેળવવા માટે સ્નાતક કક્ષાએ ૫૦% અથવા તેનાથી વધુ ટકાવરી હોવી જોઈએ.

Source And Reference: 

Leave a Comment