₹50,000 શિષ્યવૃતિ : બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ | Baba Gurbachan Singh Scholarship Scheme 2023-24 In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Baba Gurbachan Singh Scholarship : બાબા ગુરબચન સિંઘ શિષ્યવૃત્તિ યોજના 2023-24 એ સંત નિરંકારી ગ્રુપ દ્વારા કોલેજ અથવા ડિપ્લોમા ડિગ્રી ના કોર્ષ માટે જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને નાણાકીય સહાય પૂરી પડે છે. પસંદ કરેલ ઉમેદવાર ને રૂ.50,000 સુધી ની વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે.

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ યોજના તરફથી શિષ્યવૃતિ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો. 

બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ | Baba Gurbachan Singh Scholarship

Baba Gurbachan Singh Scholarship Scheme 2023-24

સંસ્થા નું નામNirankari spiritual organisation
શિષ્યવૃત્તિ નું નામબાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ
લાભાર્થીઓકોલેજ અને ડિપ્લોમ કરતાં વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ.50,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટOfficial Website

પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

ભારતમાં કોઈ માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા નીચેનામાંથી કોઈ એક અભ્યાસક્રમમાં ડિગ્રી ચાલુ હોવી જોઈએ:

  • B.A./B.A. (Hons)
  • B.Com./B.Com (Hons)
  • B-Pharma
  • D-Pharma
  • B.Ed
  • DElEd
  • B.Sc. in Hotel Management
  • BBA
  • BCA
  • M.Com
  • M.Sc.
  • M.A.
  • MCA
  • કોઈપણ રમત, ઈન્સ્ટ્રુમેન્ટલ, મ્યુઝિક/વોકલ મ્યુઝિકમાં ડિપ્લોમા/ડિગ્રી અથવા તાલીમ
  • ધોરણ 10 અને 12 માં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • વાર્ષિક કૌટુંબિક આવક INR 3,50,000 થી ઓછી હોવી જોઈએ.
આ પણ વાંચો : ₹75,000 ની શિષ્યવૃતિ મેળવો : નિરંકારી રાજમાતા સ્કોલરશીપ યોજના

નીચેના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય સહાયની મેળવવા માટે પાત્ર રહેશે નહીં:

  • જે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ/કન્વીનર ક્વોટા અથવા યુનિવર્સિટી/શૈક્ષણિક સંસ્થાના અન્ય કોઈપણ બીજા ક્વોટા દ્વારા પ્રવેશ લીધો છે.
  • જે વિદ્યાર્થીઓ અગાઉના કોઈપણ સેમેસ્ટર/વર્ષમાં કોઈપણ વિષયમાં નાપાસ થયા હોય.
  • ઓછી હાજરી ના કારણે કોઈપણ વર્ષની પરીક્ષામાં અરજદારોની કાઢી નખેલ હોઈ.
  • જે વિદ્યાર્થીઓએ અન્ય કોઈ જગ્યાએથી શિષ્યવૃત્તિ મેળવેલ હોય

સ્કોલરશીપ ના ફાયદા

પસંદ કરેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ INR 50,000 ની વાર્ષિક નાણાકીય સહાય અથવા ટ્યુશન ફી અથવા વાર્ષિક ફી, બેમાંથી જે ઓછું હોય તે મળવા પ્રાપ્ત થશે.

જરૂરી ડોક્યુમેન્ટસ

Baba Gurbachan Singh Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ)
  • ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • એફિડેવિટ (અરજી ફોર્મનો ભાગ-3)
  • પાસ કરેલ બધા સેમેસ્ટર નું રિજલ્ટ 
  • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A)
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • પરિવારના તમામ સભ્યોના બેંક સ્ટેટમેન્ટની નકલ
  • ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
  • ટ્યુશન ફી, લાયબ્રેરી, હોસ્ટેલ, પુસ્તકો વગેરે સહિતની વિગતવાર ફી માળખું સંસ્થાના સંચાલક/આચાર્ય દ્વારા યોગ્ય રીતે સહી કરેલ છે.
  • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

નોંધ:

  • અરજી ફોર્મ સાથે સબમિટ કરેલા તમામ દસ્તાવેજો સ્વ-પ્રમાણિત હોવા આવશ્યક છે.
  • શિષ્યવૃત્તિ મેળવવા માટે અધૂરું ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ફ્રીશીપ કાર્ડ કેવી રીતે કઢાવવું તે જાણો

બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઈચ્છા ધરાવતા ઉમેદવાર Baba Gurbachan Singh Scholarship માટે ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ માં અરજી કરવા માટે તમારે ઓનલાઇન પ્રક્રિયા નથી તમારે ઓફલાઇન ફોર્મ ભરી ને તેના સરનામા પર મોલકવાનું રહેશે. 

Baba Gurbachan Singh Scholarship ફોર્મ ડાઉનલોડ કરો

ફોર્મ મોકલવાનું સરનામું

Education Department, 
Sant Nirankari Administrative Block, 
Nirankari Chowk, Burari Road, 
Delhi – 110009 (India). 

  • શિષ્યવૃત્તિ અરજી તમામ બાબતોમાં પૂર્ણ હોવી આવશ્યક છે
  • તમામ સંબંધિત દસ્તાવેજો સાથે અને માત્ર Speed Post દ્વારા મોકલવી.

સ્કોલરશીપ માટે સિલેક્શન પ્રોસેસ

Baba Gurbachan Singh Scholarship માટે અરજદારોને તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય જરૂરિયાતના આધારે શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવશે. અને પસંદ થયેલા વિધાર્થીઓ એ જરૂર હશે તો ઇન્ટરવ્યૂ માટે હાજર થવું પડશે. 

આ પણ વાંચો:

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરોDownload Form
Email [email protected]
હેલ્પલાઈન નંબર+91-11-47660380,
+91-11-47660200
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023

Disclaimer

અહીં આપેલી તમામ માહિતી માત્ર રેફરન્સ હેતુ માટે છે. જેમાં અમે વિધાર્થીઓના લાભ માટે સ્કોલરશીપ લિસ્ટ બનાવી છીએ અને આર્ટીકલ લખીએ છીએ. અમારી વેબસાઇટ InfoGujarati અહી આપેલ ડેટ ની ચોકસાઇ માટે બાહેંધરી આપતું નથી. તેથી અરજી કે કોઈ માહીતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લેવો. જે અમે દરેક આર્ટીકલ માં Official Website ની લિન્ક આપેલી હોય છે.  

Source And Reference

Leave a Comment