ઈ નિર્માણ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી, ફાયદા , ડોક્યુમેંટ્સ અને અરજી | e Nirman Card Portal Yojana In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

e Nirman card Gujarat 2023 : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વ્યવસાય માં જોડાયેલા બાંધકામ શ્રમિકો માટે  ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી બાંધકામ શ્રમિક પોતે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હોય તેના માટે આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે અને ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે અને આ કાર્ડ ની મદદ થી ઘણી બધી સહાય અને યોજનાના લાભ મેળવી શકે છે. 

આ લેખ માં તમને જાણવા મળશે કે ઈ નિર્માણ કાર્ડ શું છે? મળવાપાત્ર લાભ, જરૂરી ડોક્યુમેન્ટ, ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી.  તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી. 

#Ad

ઈ નિર્માણ કાર્ડ શું છે? – What Is e Nirman card In Gujarati?

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આપવામાં આવતું ઓળખકાર્ડ જેને ઈ નિર્માણ કાર્ડ કહેવાય છે જે પહેલા લાલ ચોપડી હતી. અત્યારે બાંધકામ શ્રમિક ના ઓળખાણ માટે ઈ નિર્માણ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે જેની મદદથી શ્રમિકો સરકાર દ્વારા મળતી સહાય અને યોજનાનો લાભ લઈ શકે છે. 

યોજના નું નામઈ નિર્માણ કાર્ડ યોજના – e Nirman Card
વિભાગગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો
સતાવાર વેબસાઇટhttps://enirmanbocw. gujarat. gov. in

ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે?

નીચે દર્શાવેલ બાંધકામ ની કેટેગરી માં આવતા તમામ લોકો ઈ નિર્માણ કાર્ડ કાઢવી શકે છે. 

૧. ચણતરકામ૨૨. સ્ટોન, ક્રશિંગ એન્ડ કટીંગ
૨. ધાબા ભરવાનું કામ૨૩. જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનવવા
૩. ચણતર કામમાં ઈંટ, માટી કે સામાન ઉપાડ કામ૨૪. ઈન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલર પેનલ્સ, સોલર ગીઝર. 
૪.  સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ મિક્ષર કરના સાઈટ ઉપરનું મજૂર કામ૨૫. ઇલેક્ટ્રિશિયન
૫. કડિયા૨૬. ઇલેક્ટ્રિશિયનનું કામ
૬. ચૂનો લગાવવાનું કામ૨૭. રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ટેનનું ઈન્સ્ટોલેશન
૭.  સ્ટાઈલ્સ / સ્લેબ્સના કટીંગ એન્ડ પોલિશીંગ૨૮. એન્ટીરીયર વર્ક જેવા સુથારી કામ, ફોલ્સ સીલીંગ, લાઈટીંગ,પ્લાસ્ટર ઓફ પરીસ
૮.  કન્સ્ટ્રકશન અને ઈરેકશન જેવા કે સાઈનેજ બોર્ડ, ફર્નીચર, બસ ડેપો, સિગ્નલિંગ સિસ્ટમ. ૨૯. પ્લમ્બર
૯.  સુથાર૩૦. ફાયર ફ્રાઈટીંગ સિસ્ટમ ઈંસ્ટોલેશન
૧૦. ટાઈલ્સ ઘસાઈ કામ૩૧. ગ્રીલ, બારી, દરવાજાનું ફેબ્રિકેશન અને ઈન્સ્ટોલેશન
૧૧. લીફ્ટ અને એસ્કેલેટર્સ ઈન્સ્ટોલેશન૩૨. હિટીંગ અને કુલિંગ સિસ્ટમનું અને ઈન્સ્ટોલેશન ને રિપેરિંગ ઈન્સ્ટોલેશન અને રેપએરીંગ
૧૨.  સ્વીમીંગ પુલ, ગોલ્ફ કોર્સ જેવી રિક્રીએશન સગવડતાઓ બનાવવી. ૩૩. મ. ન. રે. ગા. 
૧૩.  લુહાર૩૪. માર્બલ્સ ટાઈલ્સ ફિટીંગ્સ કામ
૧૪. ચણતરના પાયા ખોદ કામ૩૫. વુડ વર્ક જેમાં કલર કામ અને વારનીશિંગ કામ
૧૫. વોટર હાર્વેસ્ટીંગનું બાંધકામ૩૬.  રસોડામાં મોડ્યુલર કીચન બેસાડવા/બનાવવા. 
૧૬. ઇંટો બનાવવી, નળિયા બનાવવા કે જે કારખાના ધારા ૧૯૪૮માં સામેલ ન થતા હોય૩૭. પ્રિફેબ્રીકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા
૧૭. વેલ્ડર૩૮. બાંધકામ સાઈટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂર કામ
૧૮. ગટર એન્ડ પ્લમ્બિંગ કામ૩૯.  અન્ય
૧૯. સિક્યુરીટી સિસ્ટમ અને દરવાજા નું ઈન્સ્ટોલેશન 
૨૦. ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા, ગ્લેજીંગ 
૨૧. વાયરમેન

ઈ નિર્માણ કાર્ડ માટે પાત્રતા અને નિયમો – Rules For e Nirman card Gujarat

જે બાંધકામ શ્રમિક નોંધણી કરવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.  

#Ad

તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ. 

આ પણ વાંચો :

ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા અને મળવાપાત્ર લાભ – e Nirman card Benefits In Gujarati

ઈ નિર્માણ કાર્ડ ના ફાયદા અને તેમ મળતા લાભ નું લિસ્ટ નીચે મુજબ છે.  

1) પ્રસૂતિ સહાય યોજના હેઠળ પ્રસૂતિ પહેલા મહિલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ અંતર્ગત 17500 ની સહાય.

#Ad

2) પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ બાંધકામ શ્રમિક ની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે ₹6,000 ની આર્થિક સહાય અને બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે 20,000 ની આર્થિક સહાય તથા મુખ્યમંત્રી ભાગ્યલક્ષી બોન્ડ યોજનામાં એક દીકરીને રૂપિયા 25000 નો 18 વર્ષની મુદતનો બોન્ડ.

3) e Nirman Card હોય તો શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 10/- માં પૌષ્ટિક ભોજન.

4) પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના નું પ્રીમિયમ લાભાર્થીના બેંક ખાતામાં પૈસા પાછા આપવાની સહાય. 

5) વ્યવસાયિક રોગોમાં સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓને થતા ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઈજાઓમાં મહત્તમ રૂ.૩.૦ લાખની મર્યાદામાં આર્થિક સહાય.

#Ad

6) અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓને ચાલુ મેમ્બરશિપ દરમ્યાન મૃત્યુ પામે તો અંત્યેષ્ઠી સહાય તરીકે તેમના વારસદાર ને અંત્યેષ્ઠી ક્રિયા માટે રૂ.૧૦,૦૦૦/- ની સહાય

હોસ્ટેલ સહાય યોજના હેઠળ સ્થળાંતર કરતાં શ્રમિકો ના બાળકો માટે હોસ્ટેલ સહાય.

7) શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય તો તે બાંધકામ શ્રમિકના વારસદારને આકસ્મિક મૃત્યુ / કાયમી અશકત્તાના કિસ્સામાં સહાયના રૂ.૩,૦૦,૦૦૦/ સહાય. 

8) નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ  રૂ.૧,૬૦,૦૦૦/-ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા આવાસ ફાળવણી

#Ad

9) શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના હેઠળ બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાઇમરી થી પીએચડી સુધી ની શિક્ષણ સહાય.  

10) વિશિષ્ટ કોચિગ યોજના હેઠળ બાંધકામ શ્રમિક ના બાળકો ને સરકારી નોકરી ની તૈયારી કરવા માટે કોચિંગ સહાય.

જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમે ઉપર દર્શાવેલ યોજના નો લાભ લઈ શકો છો. 

ઈ નિર્માણ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેંટ્સ – e Nirman Card Documents

  • આધાર કાર્ડ 
  • આવક નો દાખલો
  • રેશન કાર્ડ
  • બેન્ક ની પાસબુક 
  • ૯૦ દિવસ કામે રાખ્‍યાનું માલિકનું પ્રમાણપત્ર (નમૂના મુજબ)

ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું? અને તેના માટે અરજી કેવી રીતે કરવી? – e Nirman Card Registration In Gujarati

e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.

#Ad
  • તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.
  • e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા Download Application
  • ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in 
ઈ નિર્માણ કાર્ડ બનાવવાની પ્રોસેસ જાણો

આ પણ વાંચો :

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://enirmanbocw.gujarat.gov.in/
e Nirman card Helpline numberનંબર જુઓ
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

e Nirman Card માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર. 1 : ઈ નિર્માણ કાર્ડ માટે કોણ અરજી કરી શકે? 

જ :  ગુજરાત માં રહેતા અને મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલા શ્રમિકો – મજૂરો ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે. 

પ્ર. 2 : ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે પાત્રતા અને નિયમો શું છે? 

#Ad

જ : જે બાંધકામ શ્રમિક નોંધણી કરવા માંગે છે તેની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેને છેલ્લા બાર મહિનામાં ઓછામાં ઓછું 90 દિવસ સુધી મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.

પ્ર. 3 : ઈ નિર્માણ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? 

જ : e Nirman Card માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતેથી નોંધણી કરાવી શકો છો.

1) તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો.

2) e Nirman મોબાઇલ એપ્લિકેશન દ્વારા

3) ઈ નિર્માણ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા https://enirmanbocw.gujarat.gov.in

Sources And References

https://enirmanbocw.gujarat.gov.in

https://bocwwb.gujarat.gov.in

1 thought on “ઈ નિર્માણ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી, ફાયદા , ડોક્યુમેંટ્સ અને અરજી | e Nirman Card Portal Yojana In Gujarati”

Leave a Comment