આધાર કાર્ડ download કેવી રીતે કરવું ? | How To Download Aadhaar card in Gujarati

આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? (Aadhar card download PDF in Gujarati)

આધાર કાર્ડ ડાઉનલોડ - Aadhar Card Download

Aadhar Card Download: આજના સમયમાં ભારતના નાગરિક માટે આધાર કાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે.તમારા બધા પાસે આધાર કાર્ડ તો હશે જ પણ તે આધાર કાડૅ કાર્ડ ના સ્વરૂપમાં હશે. તેને લઈ જવા માટે કોઈ પોકેટમાં કે ફાઇલમાં લઈ જવાનું હોય છે.

તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધાર કાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે એ તમને બધાને ખબર જ હશે. તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધાર કાર્ડ હોય તો કેવું સારું રહેશે.તમારે તમારા મોબાઇલમાં આધાર કાર્ડ રાખવું હોય તો તમે UIDAI ની વેબસાઇટ પરથી આધાર કાર્ડ Download કરી શકો છો
https://www.eaadhaar.uidai.gov.in/ download aadhar card

તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો અને તે આધાર કાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે Aadhaar card Download નહીં કરી શકો.

આધાર કાર્ડ Download કેવી રીતે કરવું ?| Online Aadhaar card Download in Gujarat

તો Aadhar Card Download કરવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

STEP 1

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI નામની વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે . 
Official Website : https://eaadhaar.uidai.gov.in/

 

STEP 2

તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો - 3 Way To Aadhar Card Download PDF
  • આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
  • Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં  Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ Download કરી શકો છો 
  • Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય તે નંબર દાખલ કરવાનો રહેશે.

અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.
પછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.


STEP 3

OTP દાખલ કર્યા બાદ તમને સરકાર તરફથી પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારું આધાર કાર્ડ ટપાલ દ્વારા આપવામાં આવ્યું છે કે નહીં.

કેટલા દિવસ માં તમારૂ આધાર કાર્ડ ટપાલ દ્વારા પહોંચ્યું તે બધા પ્રશ્ન નો જવાબ આપીને તમે નીચે 
verify and download ઉપર ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ Download થઇ જશે.STEP 4

હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF  પાસવર્ડથી સુરક્ષિત હશે.

આધાર કાર્ડ Download થ
યું તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.
Download aadhar

અહીંયા તમે આધાર કાર્ડ Download કેવી રીતે કરવું તેનો વિડિઓ પણ જોઈ શકો છો. 


તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો.

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs

પ્રશ્ન 1 : આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?
જવાબ : https://myaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ છે.

પ્રશ્ન 2 : આધાર કાર્ડ ડાઉનલોડ કરી એનો પાસવર્ડ શું હોય છે. 
જવાબ : આધાર કાર્ડ Download થયું તેનો password  જેનું આધાર કાર્ડ છે તેના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

દા. ત.
તમારું નામ Ramesh A Parmar છે, જન્મ તારીખ 15/09/1990
તો paasword RAME1990 હશે.


Post a Comment

Previous Post Next Post