Freeship Card for SC Students in Gujarat, freeship card apply online gujarat 2022,digital gujarat freeship card, Freeship Card information in Gujarati | Freeship Card Form PDF, ગુજરાત ફ્રી શીપ કાર્ડ યોજના (FreeShip Card Yojana Gujarat)
Table Of Contents
- ફ્રી શીપ કાર્ડ શું છે?
- ફ્રી શીપ કાર્ડ યોજના
- ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો
- ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?
- ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?
- ફ્રી શીપ કાર્ડ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.
તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે?, ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?, ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?
ફ્રી શીપ કાર્ડ શું છે? (Freeship Card Gujarat)
આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે . ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.
ફ્રી શીપ કાર્ડ યોજના (Freeship card information)
પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના " અંતર્ગત " Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ . ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .
ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો :(Required Documents for Freeship Card)
( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ
( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ
( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ }
( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ
( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC - ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે.
આ પણ વાંચો :
ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?
ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાજ સબમિટ કરવાનું રહેશે.
ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati)
અહીં ક્લિક કરો Download
ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? (Freeship Card apply online gujarat 2022)
ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ ને તે પૂરું ફોર્મ સરખી રીતે ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.
ત્યાર બાદ વેરીફીકેશન માટે 2-3 દિવસ લાગશે અને પછી તમને તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે.
ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (Income limit for Freeship Card)
ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .
જો તમારે લોકો ને ફ્રી શીપ કાર્ડ વિષે કઈપણ પ્રશ્ન હોય તો તમે અમને કમેંટ માં પૂછી શકો છો અથવા અમારા વોટ્સએપ માં પણ પૂછી શકો છો.
વોટ્સએપ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
ફ્રી શીપ કાર્ડ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs
1) ફ્રી શીપ કાર્ડ શું છે?
આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે .
2) ફ્રી શીપ કાર્ડ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો.
3) ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (Income limit for Freeship Card)
ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના
i-ખેડૂત પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી
આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી
કુંવરબાઈનું મામેરું યોજના 2022
વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લીક કરો
આ Card thi badhi sem ni fees માફ થઈ જાય છે? કે માત્ર Admission fee!
ReplyDeleteહા બધા સેમેસ્ટર ની ફી ,માફ થઇ જશે જો તમે આ કાર્ડ માં તમારો કોલેજ નો કોર્ષ આવતો હોઈ અને તમે તેને મેળવવા માટે પાત્ર હોઈ તો
Deleteઆ ના થી બધા sam ni fees માફ થાશે? જવાબ આપવા વિનંતી.
ReplyDeleteહા તમે જ્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો ત્યાં સુધી તમને ફી માફ થશે
Deletesurat ma kai jagya par ofc che form submit karavani?
ReplyDeletesc ane st samaj kalyan vibhag hase tya
DeleteHello namaste
ReplyDeletejo student ne 3 4 years no gap hoy study ma and te student jene vacant quata ma admission lidhel hoy. ane student ni Tuitions fees to maaf thasej pan sathe sathe Exam fees, Other fees. a badhi bharase ?
2. su aa Freeship card True copy vagar nikaadi sakay che ?
3. su aa Freeship card online aavi sake che ?
Thanks you so much ❤️
na freeship card tmare offline jai ne j karavu pade ane bija saval na javab tmne tyathi j mali shke
DeleteB pharm આ કાર્ડ પર કરેલું હોય તો શું m pharm પણ થઈ શકે ?? કે ફક્ત એક વાર j કાર્ડ નો use થઈ શકે ??
ReplyDeleteha tme ek karta vadhare vakhat bija course mate freeship card no use kari shko
Deleteparantu tmare te college ne janavvau pade mare freeship card par course karvano che.
hii
ReplyDeletegood article
ReplyDeleteThank you
DeleteFree ship card management qouta ma apply thay
ReplyDeletebadha self finance course ma tme freeship card use kari shko.
Deleteor tme je te college ma puchi shko cho
Hi,hamra chalu che new shipcard nikarvano? Ane te badhi college ma kam ave ke Je card accept kare temaj?
ReplyDeleteha tme college ma admission lidha pahela freeship card kadhavi shko.
Deletebadha self finance course ma tme freeship card use kari shko.
or tme je te college ma puchi shko cho
BA KARYU HOY PAR TEMA FRRESHIP CARD NA LIDHU HOY TO B.TECH MATE FREESHIP CARD MALI SAKE
ReplyDeleteહા તમે ફ્રીશીપ કઢાવી શકો અને મળી જાય.
DeleteSir kya ham free ship card me addmission leke fir us course ko 6od ke dusra course kar sakte hain.....!
ReplyDeleteBBA (BACHELOR OF BUSINESS ADMINISTRATION) GUJARAT
ReplyDeleteFREE SHIP CARD NIKADE??
ha tme BBA ma Freeship Card Use kari shko
Deleteમારી ભાણી ને ANM માં એડમિસન ફ્રી શીપ કાર્ડ પર લીધું છે ૬ મહિના થયા હજુ સુધી ખાતા માં સરકારે પૈસા નથી નાખ્યા આગળ ૨૫૦૦૦ ભર્યા હતા ત્યારે સરકાર માથી ૨૧૦૦૦ આવ્યા હતા અને શિક્ષક અત્યારે ૨૫૦૦૦ ભરવાના કહે છે અને કહે છે કે જો તમે નહીં ભરો તો પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવશે હજુ સુધી સરકારે ખાતા માં પૈસા નાખ્યા નથી
ReplyDeleteજો ફ્રી શીપ કાર્ડ થી ભણવાનું હોય તો શિક્ષક પૈસા શેના માંગે છે?
જ્યાથી ફ્રી શીપ કાર્ડ કઢાવ્યું તે ઓફિસ માં પણ સરખો જવાબ આપતા નથી તો અમારે શું કરવાનું તે જણાવજો
આ વેબસાઈટ પર ટોલ ફ્રી નંબર અને ઓફિસ નું સરનામું આપેલું છે તમે તેની મદદ લઇ શકો
Deletehttps://surat.nic.in/service/student-corner/
https://surat.nic.in/service/student-corner/
Delete