કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે | મંગળસૂત્ર યોજના | Kuvarbai Nu Mameru Yojana In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai Nu Mameru Yojana In Gujarati) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.  આ એક સરકારી યોજના છે.  જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે. રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે એક સારી યોજના બહાર પાડી છે.

તો ચાલો જાણીએ વિસ્તૃત માં કે કુંવરબાઈનું મામેરું યોજના (mangalsutra yojana) શું છે?, તેના લાભ કોણ લઈ શકે છે,તેના માટે જરૂરી દસ્તાવેજો ,કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ વિષે માહિતી જાણો.

#Ad
Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરું યોજના શું છે? – Kuvarbai Nu Mameru Yojana In Gujarati – mangalsutra yojana

કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

#Ad

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana ) યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.  

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

મળવાપાત્ર સહાય

મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને રાજ્ય સરકાર મામેરા માટે કેટલી રકમની સહાય કરે છે? જે નીચે મુજબ છે.

#Ad

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

મંગળસૂત્ર યોજના યોજના ની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યા ના નામ પર આપવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ છે. (Required Documents Of Kuvarbai Nu Mameru Yojana Gujarat)

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

આ પણ વાંચો:

#Ad

કુંવરબાઈનું મામેરું યોજના sarkari yojana માટે અરજી કેવી રીતે કરવી? – Apply for Kunwar Bai Nu Mameru Yojana Gujarat

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  1. સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  2. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  3. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  5. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  6. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો.  

કુંવરબાઈનું મામેરું યોજના વેબસાઇટ અને મહત્વપૂર્ણ લિંક્સ

Kuvar Bai Nu Mameru Yojana Official WebsiteWebsite
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મpdf ડાઉનલોડ કરો
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો
  • કુંવરબાઇ નું મામેરું યોજના ફોર્મ માં એકરાર નામું અને બાહેંધરી પત્રક પણ આવી જશે.

અમને આશા છે કે તમને કુંવરબાઈ નું મામેરું યોજના sarkari yojana વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.

આ પણ વાંચો :

#Ad

FAQs

પ્રશ્ન 1 : Kunwar Bai Nu Mameru Yojana નો લાભ કોણ લઈ શકે?

જવાબ : અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના નો લાભ લઇ શકશે.

પ્રશ્ન 2 : કુંવરબાઈનું મામેરું યોજના કેટલી સહાય મળે છે?

#Ad

જવાબ : કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

પ્રશ્ન 3 : Kunwar Bai Nu Mameru Yojana sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ શું છે?

જવાબ : કુંવરબાઈનું મામેરું યોજના sarkari yojana ની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in

પ્રશ્ન 4 : Kuvarbai Nu Mameru Yojana 2023 નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

#Ad

જવાબ : ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ. અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.

6 thoughts on “કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે | મંગળસૂત્ર યોજના | Kuvarbai Nu Mameru Yojana In Gujarati”

  1. Kuvarbai mameru na form ni araji manjur thaya pachhi ketla time ma Paisa account ma ave?29 July e mari araji manjur thayeli pn haji Paisa avya nathi

    Reply
    • સરકાર તરફથી તમારી અરજી ચેક કરવામાં આવશે અને તેના માટે સરકાર પર નિર્ભર કરે કે કેટલા દિવસ માં પૈસા મોકલાવવા. એક વખત તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી ને પૂછી શકો. https://esamajkalyan.gujarat.gov.in/ContactUs.aspx આ લિન્ક પર તમામ જિલ્લા ના નંબર છે.

      Reply

Leave a Comment