આધાર કાર્ડ અસલી છે કે નકલી જાણો આ રીતે! | Verify an Aadhaar Gujarati

તાજેતરના સમયમાં, લગભગ દરેક સરકારી કાર્યોમાં આધારકાર્ડની જરૂરિયાત જોવા મળે છે. તે એક સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. તે Unique Identification Authority of India (UIDAI) દ્વારા જારી કરવામાં આવ્યું છે, જે વપરાશકર્તાઓની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીને રેકોર્ડ કરે છે.

આધાર કાર્ડ અસલી છે કે નકલી જાણો, verify an Aadhar gujarati

UIDAI પણ આધાર સાથે ઘણી સેવાઓ પૂરી પાડે છે.  ઓનલાઇન પોર્ટલ દ્વારા આધાર કાર્ડ નંબર અસલી છે કે નહીં તે તમે ચકાસી શકો છો.  આ સેવાનો ઉપયોગ વારંવાર કર્મચારીઓ તથા ગ્રાહક ની ઓળખને ચકાસવા માટે કરવામાં આવે છે.

અમુક કામ એવા હોય છે કે ગ્રાહકની ઓળખ ચકાસવી પડે છે અને તેના માટે ડોક્યુમેન્ટ પણ જમા કરાવવા પડતા હોય છે તેથી ત્યારે આ આધાર કાર્ડ ની સેવા ઉપયોગમાં આવી શકે છે કે કોઈ ખોટું ગ્રાહક તો નથી ને.

આધાર કાર્ડ અસલી છે કે નકલી જાણો !

તમે નીચે મુજબ જોઈ શકો છો step By Step process.


1) સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે www.uidai.gov.in 


2) ત્યારબાદ તમારે verify an Aadhar પર ક્લિક કરવાનું રહેશે.


3) verify an Aadhar પર ક્લિક કરી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ ના નંબર નાખવાના રહેશે અને સિકયુરિટી માટે Captcha ભરવાનો રહેશે. અને Proceed to Verify પર ક્લિક કરવાનું રહેશે.


4) અને પછી નવું પેજ ખુલશે જેમાં તમને જોવા મળશે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહિ અથવા લિંક છે તો કયો મોબાઇલ નંબર લિંક છે. તે તમે જોઈ શકો છો


અસલી હશે તો તમને અહીંયા જોવા મળશે કે આધાર કાર્ડ જેનું છે એની ઉમર , જાતી, કયું રાજ્ય છે અને મોબાઇલ નંબર પણ જોઈ શકો છો. અને નકલી હશે તો આ માહિતી તમને જોવા નહિ મળે. આવી રીતે તમે જાણી શકો છો કે જે કોઈ નું પણ આધાર અસલી છે કે નકલી. 

જો તમને આ આર્ટિકલ થી જાણવા મળ્યું હોઈ તો તમારા દોસ્ત અને પરિવાર માં આ આર્ટિકલ શેર કરો જેનાથી તેઓને પણ આ વસ્તુ નો ખ્યાલ આવે કે આધાર કાર્ડ અસલી છે કે નકલી તે જાણી શકે.


આ પણ વાંચો :

આધાર કાર્ડ કેવી રીતે download કરવું

આધારકાર્ડ માં સરનામું ઘરે બેઠા બદલો આવી રીતે !

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી ચેક કરો આ રીતે !! Verify an Aadhar

Post a Comment

Previous Post Next Post