જમીન અને મિલકતના રેકોર્ડ અને ૭/૧૨ ઉતારા ઓનલાઇન જોવા માટે સરળ પ્રક્રિયા | Online Check AnyRoR 7/12 Gujarat Rural & Urban Land Record

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ગુજરાતમાં જમીન અને મિલકતના રેકોર્ડ ચેક કરવા માટે કે જોવા માટે હવે તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા તમારા જમીનના રેકોર્ડ ચેક કરી શકો છો, કે આ કોની મિલકત છે અને આ મિલકત વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

તો આજના લેખમાં અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા જમીનના રેકોર્ડ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકો છો. તે જાણવા માટે અમારા આ લેખને છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad
AnyRoR 712 utara Gujarat Rural & Urban Land Record

ગુજરાત માં 7/12 ઉતારા અને જમીન રેકોર્ડ ઓનલાઇન ચેક કેવી રીતે કરવું?

જો તમારે જાણવું હોય કે આ જમીન કે મિલકત કોના નામની છે તો તો તમે હવે સરળતાથી ચેક કરી શકો છો. જમીનના રેકોર્ડ કરવાની બે રીત છે એક તો તમે સરકારી કચેરીની મુલાકાત લઈને ચેક કરી શકો છો અને બીજું કે તમે ઓનલાઇન બધી જ વિગતો ચેક કરી શકો છો કે આ જમીન કોના નામની છે.

જમીન અને મિલકતના રેકોર્ડ અને 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે ચેક કરવા? – Check Jamin Record And 7/12 Utara Gujarat

  • ગુજરાતમાં જમીનના રેકોર્ડની વિગતો ઓનલાઈન ચેક કરવા માટે સૌપ્રથમ તમારે આ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • અહિયાં તમે 3 રીતે થી જમીન અથવા મિલકત રેકોર્ડ ચેક કરી શકો. 1) ગ્રામ્ય માટે જમીન રેકોર્ડ 2) શહેર માટે જમીન રેકોર્ડ અને 3) મિલકત ની વિગતો જોવા માટે 
  • તમને જે લાગુ પડતું હોય તે તમારે ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો : 10 લાખ સુધી મફત સારવાર આયુષ્માન ભારત યોજના

ગામડા ની જમીન ના રેકોર્ડ કેવી રીતે ચેક કરવા – Gujarat View Land Record – Rural

નીચે પ્રમાણે લિસ્ટ છે એટલી વસ્તુ તમે ગામડા ની જમીન ખાતા નંબર જોવા માટે રેકોર્ડ ઓનલાઇન ચેક કરી શકો છો. જે તમારે નીચે જે પણ વસ્તુ જોઈએ છે એ સિલેકટ કરવાનું રહેશે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો
  • ગા.ન 8અ ની વિગતો
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survey No Detail By UPIN

ગ્રામ્ય ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો રેકોર્ડ ચેક કરવાની પ્રક્રિયા

  • જો તમે ગામડા માટે 7/12 ઉતારા ચેક કરવા માંગો છો તો તમારે View Land Record – Rural તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક નવા પેજ ઉપર ડાયરેક્ટ કરશે.
  • હવે તમારી સામે જિલ્લા તાલુકા અને ગામનું નામ અને સર્વે નંબરની વિગતો પૂછવામાં આવશે તે તમારે નાખવાની રહેશે.
  • ત્યારબાદ તમારે વેરિફિકેશન કોડ એટલે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get Record Details ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારો જમીનનો રેકોર્ડ જોવા મળશે.
  • હવે તમે આ જમીનના રેકોર્ડની પ્રિન્ટ કાઢી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પાડી શકો છો.
આ પણ વાંચો : ઘર બનાવવા માટે 2.67 લાખ ની સહાય : પ્રધાનમંત્રી આવાસ યોજના

શહેર ની જમીન ના રેકોર્ડ કેવી રીતે ચેક કરવા – Gujarat View Land Record – Urban 

નીચે પ્રમાણે લિસ્ટ છે એટલી વસ્તુ તમે શહેર ની જમીન ના રેકોર્ડ ઓનલાઇન ચેક કરી શકો છો.

#Ad
  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • 7/12 utara online website
  • 135D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

શહેર ની જમીન રેકોર્ડ ચેક કરવાની પ્રક્રિયા

  • જો તમે શહેર માટે જમીન ના રેકોર્ડ ચેક કરવા માંગો છો તો તમારે View Land Record – Urban તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને એક નવા પેજ ઉપર ડાયરેક્ટ કરશે.
  • હવે તમને 2 ઓપ્શન જોવા મળશે કે Property card અને Unit Property card તમારી પાસે જે હોય તેના દ્વારા તમે ચેક કરી શકો છો.
  • હવે તમારી સામે જિલ્લા તાલુકા અને ગામનું નામ અને સર્વે નંબરની વિગતો પૂછવામાં આવશે તે તમારે નાખવાની રહેશે.
  • ત્યારબાદ તમારે વેરિફિકેશન કોડ એટલે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get Record Details ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારો જમીનનો રેકોર્ડ જોવા મળશે.
  • હવે તમે આ જમીનના રેકોર્ડની પ્રિન્ટ કાઢી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પાડી શકો છો.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15 હજાર ની સાધન યોજના

ગુજરાત માં મિલકત ની વિગતો કેવી રીતે ચેક કરવી – Check Property Search Gujarat

  • મિલકત ની વિગતો ચેક કરવા માટે સૌપ્રથમ તમારે Property Search બટન પર ક્લિક કરવાનું રહેશે.

ગુજરાતમાં જો તમારે મિલકતની વિગતો જોવી હોય તો તમે આ ત્રણ રીતેથી મિલકતની વિગતો તમે ઓનલાઇન ચેક કરી શકો છો.

  1. Property wise
  2. Name wise
  3. Document No-year wise
  • જે પણ રીતે થી તમે તમારા મિલકત ચેક કરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે તમારું જિલ્લો, ગામડું તે બધી વિગતો તમને પૂછવામાં આવશે તે તમારે ભરવાની રહેશે. 
  • પછી તમારે અહીંયા અરજદારનું નામ મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી એ બધું નાખવાનું રહેશે અને પછી Send Verification Code ઉપર ક્લિક કરવાનું રહેશે
  • તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તે તમારે અહીંયા નાખી તમારે Get Record Details બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આટલું કર્યા બાદ હવે તમને જેના નામ ઉપર આ મિલકત હશે તેનું નામ અને બધી વિગતો તમને જોવા મળશે.

જો હવે તમે જોઈ લીધું તમારા બધા જમીન અને મિલકતના રેકોર્ડ અને તમે એને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો જેની પ્રોસેસ નીચે જણાવેલી છે.

આ પણ વાંચો : નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો

ગુજરાતમાં જમીન અને મિલકતના રેકોર્ડ 7/12 ઉતારા ડાઉનલોડ કેવી રીતે કરવા?

ગુજરાતમાં જમીન અને મિલકતના રેકોર્ડ અને 7/12, 8A ઉતારા ડાઉનલોડ કરવા માટે તમે નીચેની પ્રોસેસ અનુસરો.

  • સૌપ્રથમ તમારે https://anyror.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટની હોમ પેજ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે Digitally Signed ROR નામનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા લોગીન કરવાનું રહેશે તેના માટે મોબાઈલ નંબર નાખો અને નીચે કેપ્ચા કોડ લખેલ છે તે તમારે લખવાના રહેશે અને Generate OTP બટન ઉપર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર ઓટીપી આવ્યો હશે તે તમારે અહીં નાખવાનું રહેશે પછી તમારા ગામ અને શહેર અને સર્વે નંબર બધી વિગતો તમને પૂછવામાં આવશે.
  • પછી તમારે Add Village Form બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • એટલે તમને જે પણ વિગતો જોઈએ છે તે નીચે જોવા મળશે.
  • હવે તમારે તેને ડાઉનલોડ કરવી છે તો તેના માટે તમારે પહેલા પેમેન્ટ કરવાનું રહેશે એટલે તમારે Proceed For Payment બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • પેમેન્ટ થઈ ગયા બાદ તમને નીચે ડાઉનલોડ નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

તો આવી રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા જમીન અને મિલકતના રેકોર્ડ ચેક કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. જો આ આર્ટિકલમાં તમને મહત્વપૂર્ણ લાગ્યો હોય તો આ આર્ટિકલને તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો જેથી તે લોકો પણ ઓનલાઇન પોતાની જમીન અને મિલકત ની વિગતો ચેક કરી શકે.

#Ad

આ પણ વાંચો :

મહત્વપૂર્ણ લિંક્સ: 

સત્તાવાર વેબસાઇટhttps://anyror.gujarat.gov.in 
અરજી પ્રક્રિયા ઓનલાઈન 
હેલ્પલાઈન નંબર અહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાઓ
Telegram Group માં જોડાઓ

FAQs

પ્રશ્ન 1 : શું હું ગુજરાત માં ઓનલાઇન જમીન ના રેકોર્ડ ચેક કરી શકું?

જવાબ : હા, તમે ઓનલાઇન જમીન ના રેકોર્ડ ચેક કરી શકો.

પ્રશ્ન 2 : ગુજરાતમાં જમીન અને મિલકતના રેકોર્ડ ચેક કરવા માટે વેબસાઇટ શું છે?

જવાબ : જમીન રેકોર્ડ ચેક કરવા માટે વેબસાઇટ https://anyror.gujarat.gov.in છે.

પ્રશ્ન 3 : જમીન ના રેકોર્ડ ડાઉનલોડ કરવા માટે કેટલી ફી ચૂકવવી પડે?

જવાબ : ઓનલાઇન જમીન ના રેકોર્ડ અને 7/12 ના ઉતાર ડાઉનલોડ કરવા માટે માત્ર 5 રૂપિયા ફી ચૂકવવી પડશે.

#Ad

Source And Reference:

Leave a Comment