દિવ્યાંગ બસ પાસ યોજના 2023 | વિકલાંગ બસ પાસ યોજના | Divyang Bus Pass Yojana In Gujarati

દિવ્યાંગ બસ પાસ યોજના- Divyang Bus Pass Yojana : દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.


આ આર્ટીકલ માં તમને દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી જોવા મળશે જેવી કે જરૂરી ડોક્યુમેન્ટ્સ, લાભ અને પાસ માટે અરજી કેવી રીતે કરવી. 


દિવ્યાંગ બસ પાસ યોજના 2023 | વિકલાંગ બસ પાસ યોજના | Divyang Bus Pass Yojana In Gujarati

Divyang Bus Pass Scheme Highlight

યોજના નું નામ

દિવ્યાંગ બસ પાસ યોજના

લાભાર્થી

ગુજરાત ના દિવ્યાંગ વ્યક્તિઓ

મળવાપાત્ર સહાય

બસ માં મફત મુસાફરી

સતાવાર વેબસાઇટ

https://esamajkalyan.gujarat.gov.in

વિકલાંગ બસ પાસ યોજના નો લાભ કોણ લઈ શકે? - Divyang Bus Pass Yojana Eligibility

દિવ્યાંગ બસ પાસ યોજના માં લાભ લેવા માટે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ લાભ મળવાપાત્ર છે. અને મફત માં બસ મુસાફરી કરી શકે છે. જે નીચે મુજબ અપંગતતા દર્શાવેલ છે.

 1. વામાનતા.
 2. આનુવંશિક કારણોથઈ થતો સ્નાયુક્ષય.
 3. ઓછી દૃષ્ટિ.
 4. અંધત્વ.
 5. બૌધિક અસમર્થતા.
 6. બોલી અને વાણીની અસક્તતા.
 7. એસિડ હુમલાનો ભોગ બાનેલાં.
 8. હલનચલનની અસક્તતા.
 9. માનસિક બીમારી.
 10. રક્તપિત્ત-સાજા થયેલાં.
 11. દીર્ઘકાલીન એનેમિયા.
 12. સાંભળવાની ક્ષતિ.
 13. સામાન્ય ઇજા,જીવલેણ રક્તસ્રાવ.
 14. ચેતાતંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં.
 15. સેરેબલપાલ્સી.
 16. મલ્ટીપલ ડિસેબિલિટી.
 17. હોમોગ્લોબિનની ઘટેલી માતત્રા.
 18. ધ્રુજારીની સ્નાયુબદ્ધ કઠોરતા.
 19. ક્રોનિક ન્યુરોલોજીકલની સ્થિતિ.
 20. બહુવિધ સ્ક્લેરોસિસ.
 21. ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા.

દિવ્યાંગ વ્યક્તિઓ બસ પાસ યોજના માટે મળવાપાત્ર લાભ - Divyang Bus Pass Yojana Benefits In Gujarati

આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.

દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ - Required Documents Of Viklang bus pass Yojana

 • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
 • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
 • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
 • અરજદારની સહી
 • અરજદારનો ફુલ ફોટો

આ પણ વાંચો :

વિકલાંગ બસ પાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ગુજરાત સરકારી યોજના માટે, નાગરિકોને વારંવાર સરકારી કચેરીઓમાં જવું ન પડે તે માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સેવા વિકસાવવામાં આવી હતી. જે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાય છે. તેને ઑનલાઇન પૂર્ણ કરવા માટે નીચેના પગલાંઓનો ઉપયોગ કરી શકાય છે.


STEP 1 : સૌપ્રથમ, તમારે ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ જવાનું રહેશે.


STEP 2 : જો તમે પહેલી વખત આ પોર્ટલ પર આવ્યા છો તો તમારે નોંધણી કારવવી પડશે. એના માટે New User? Please Register Here! પર ક્લિક કરવાનું રહેશે. 


STEP 3 : જો તમારી પાસે id password હોય તો ડાઇરેક્ટ લૉગ ઇન કરી શકો છો. અને જેને નવું id બનાવ્યું છે તેને આઈડી પાસવર્ડ ઈમેલ માં આવી જશે એના દ્વારા લૉગઇન કરવાનું રહેશે. 


STEP 4 : હવે તમારે દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. 


STEP 5 : ત્યારબાદ તમારે ok બટન પર ક્લિક કરી બધી વિગતો ભરવાની રહેશે. અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 


STEP 6 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે એકરાર કરી ને Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે. 


STEP 7 : અરજી submit કર્યા પાછી તમારી સામે તમારો અરજી નંબર (Application Number) જોવા મલશે જે સાચવી ને રાખવાનો રહેશે. 


STEP 8 : ત્યાર બાદ તમારે 1 મહિના જેટલી રાહ જોવાની રહેશે જો તમારી અરજી મંજૂર થઈ જશે તો તમને અરજી મંજૂર નોમ મેસેજ આવી જશે.  અને તમે તમારા અરજી ની સ્થિતિ પણ ચેક કરી શકો છો. 

STEP 9 : અરજી ની સ્થિતિ જાણવા માટે તમારે અરજી માં અરજી નંબર અને જન્મતારીખ ની મદદ થી ચેક કરી શકો છો.

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટ

https://esamajkalyan.gujarat.gov.in/

જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબર

અહી ક્લિક કરો

Whatsapp ગ્રુપ માં જોડાવ

અહી ક્લિક કરો


આ પણ વાંચો :

યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs

પ્ર.1 : દિવ્યાંગ બસ પાસ યોજના નો લાભ કોને કોને મળી શકે? 

જ :  યોજના માં લાભ લેવા માટે વ્યક્તિ  ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગત હોવો જોઈએ. 


પ્ર.2 : દિવ્યાંગ બસ પાસ યોજના નો લાભ શું મળે છે?

જ : દિવ્યાંગ વ્યક્તિ બસ પાસ યોજના હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.


પ્ર.3 : વિકલાંગ બસ પાસ યોજના અરજી કરવા માટે વેબસાઇટ કઈ છે? 

જ : ઈ સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પરથી તમે Divyang Bus Pass Yojana માટે અરજી કરી શકો છો. 


Sources And References

Post a Comment

Previous Post Next Post