ડીજીલોકર શું છે?: તેનો ઉપયોગ કેવી રીતે કરવો? | What is Digilocker In Gujarati?

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

DigiLocker એ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY) દ્વારા વિકસિત ડેટા સ્ટોરેજ સોલ્યુશન છે, કલાઉડ સ્ટોરેજ સર્વિસ છે. જે તમને PAN Card, Aadhar card, ABHA ID, માર્કશીટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેની ડિજિટલ કોપી ઓનલાઇન રાખી શકો છો અને તે બધી જગ્યા એ માન્ય પણ ગણાશે. જયારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોઈ ત્યારે તમે ડિજિલોકર માં રહેલા ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી શકો છો.

DigiLocker શું છે? (What Is Digilocker In Gujarati ?)

DigiLocker તેના ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ એક સરકારીની એક નવી પહેલ છે. તેનો ઉપયોગ દસ્તાવેજને સ્ટોર કરવા અને ઓળખપત્રોને ચકાસવા માટે થાય છે.  DigiLocker તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળાની માર્કશીટ, વીમા ના કાગળો વગેરે સુરક્ષિત રીતે સેવ કરી શકે છે.

DigiLocker ક્લાઉડમાં અસલી દસ્તાવેજોનો સુરક્ષિત ડિજિટલ રેકોર્ડ રાખવામાં મદદ કરે છે અને વપરાશકર્તાની વિનંતી મુજબ તેમને વિવિધ વેરીફીકેશન હેતુઓ માટે ઉપયોગ કરી શકે છે.

આ ઉપરાંત, નાગરિકો સરકારી યોજનાઓ, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, વગેરેના સંદર્ભમાં ઝડપી લાભો અને સેવાઓનો આનંદ માણી શકે છે. ઉદાહરણ તરીકે, ટ્રાફિક પોલીસ તમારા ઓળખપત્રને ચેક કરવા માટે ડિજીલોકર વૉલેટમાં સેવ કરેલા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી શકે છે.

DigiLocker નો ઉપયોગ તમારા આયુષ્માન ભારત હેલ્થ ID (ABHA ID) હેઠળ વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ સ્ટોર કરવા માટે પણ થઈ શકે છે.  આ ફીચર જૂન 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. DigiLocker વોલેટ વપરાશકર્તા ની મંજૂરી પછી જ સરકારી કર્મચારી કે સંસ્થા ઉપયોગ કે ચેક કરી શકે છે.

#Ad

DigiLocker નો ઉપયોગ કેવી રીતે કરવો? (How to use Digilocker ?)

તમે તેની વેબસાઇટ www.digilocker.gov.in/ પર તમારા મોબાઇલ નંબર અને આધાર નંબરનો ઉપયોગ કરીને DigiLocker વૉલેટ માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. સાઇન અપ કરવા માટે Android/iOS એપ્લિકેશન પણ છે.

જો તમારી પાસે આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર લીંક નથી, તો તમે તેને નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર અપડેટ કરવી શકો છો.

હવે જો મિત્રો “DigiLocker નો કેવી રીતે ઉપયોગ કરવો” એના વિશે વાત કરીએ, તો ચાલો તમને જણાવીએ કે તમે આ ડિજીલોકરનો ઉપયોગ 2 રીતે કરી શકો છો, પ્રથમ વેબસાઇટ દ્વારા અને બીજી મોબાઈલ એપ દ્વારા. આ લોકરનો બંને રીતે ઉપયોગ કરવા માટે તમારે આ એપ અથવા વેબસાઇટમાં એકાઉન્ટ બનાવવું પડશે. જે તમે અમારા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી કરી શકો છો.

ડિજીલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું? (How to create Digilocker Account ?)

જો મિત્રો, હવે તમે આ એપ અથવા વેબસાઈટમાં તમારું એકાઉન્ટ બનાવવા ઈચ્છો છો અને તમને ખબર નથી કે ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું, તો તેના માટે તમે અમારા દ્વારા આપવામાં આવેલા આ સ્ટેપ્સને અનુસરો.

#Ad

App Link Android :- Digilocker

App Link Iphone :- Digilocker

Website Link : – https://digilocker.gov.in/

Step – 1 ડિજીલોકર એપ ઇન્સ્ટોલ કરો અથવા વેબસાઇટ પર જાઓ.

#Ad

તેના માટે એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ પ્લેથી ઈન્સ્ટોલ કરી શકે છે. અને આઇફોન વપરાશકર્તાઓ એપ સ્ટોર કરી શકે છે. બંનેની લિંક ઉપર આપેલ છે. સાથે તમે તેની સત્તાવાર વેબસાઇટ digilocker.gov.in પર પણ એકાઉન્ટ બનાવી શકો છો અને તેની બધી સેવાઓનો ઉપયોગ કરી શકો છો.

Step – 2  Get Started/Sign Up

હવે ડિજીલોકર એપ ખોલો અને Get Started ક્લિક કરો, વેબસાઇટ પર Sign Up પર ક્લિક કરો.

તેના પછી create account પર ક્લિક કરો.

#Ad

 

Step – 3 Create Your Digiloker Account – 

  • આખું નામ (આધાર મુજબ) – તમારું પૂરું નામ લખે છે જે આધાર કાર્ડ મુજબ હોય છે.
  • જન્મ તારીખ (આધાર મુજબ) – અહીં તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ દાખલ કરો. તે પણ આધાર કાર્ડ મુજબ દાખલ કરો.
  • જાતિ – અહીં તમારી લિંગ પસંદ કરો. પુરુષ, સ્ત્રી, અન્ય.
  • મોબાઈલ નંબર – અહીં મોબાઈલ નંબર દાખલ કરો.
  • 6 ડિજીટ સિક્યોરિટી પિન સેટ કરો – અહીં પર 6 અંકમાં કોઈ પણ નંબર દાખલ કરો, આ નંબર હંમેશા યાદ રાખો, તેથી તેની નોંધ રાખો.
  • ઈમેલ આઈડી – અહીં તમારું ઈમેલ આઈડી દાખલ કરો.
  • આધાર નંબર – અહીં તમારો આધાર નંબર દાખલ કરો.

હવે સબમિટ કરો પર ક્લિક કરો.

તેના પછી મોબાઈલ નંબર પર otp આવશે એ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

#Ad

હવે વપરાશકર્તા username દાખલ કરો તમારું નામ અથવા કોઈ પણ નામ લખી શકે છે. જો તે username પહેલાથી કોઈ સેટ કરો તો તમે નામ સાથે નંબરનો ઉપયોગ કરી શકો છો. તેના પછી સબમિટ કરો પર ક્લિક કરો.

અહીં તમારું ડિજિલોકર નું એકાઉન્ટ બની ગયું છે હવે તમે તેનો ઉપયોગ કરી શકો છો

આ પણ વાંચો :

Leave a Comment