આવી રીતે ચેક કરો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ લીધેલા છે અને કેટલા મોબાઇલ નંબર ચાલુ છે?

તમને લોકો ને ખબર જ હશે કે અત્યારે ઓનલાઇન કેટલા છેતરપિંડી ના કેસ જોવા મળી રહ્યા છે. એમાં તો કેટલાક લોકો ખોટા સીમ કાર્ડ ના ભોગ બની રહ્યા છે. લોકો ના ડોક્યુમેન્ટ્સ નો દુરુપયોગ કરી ને ખોટા સીમ કાર્ડ બનાવે છે અને તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે.

તો આ લેખ માં તમને જાણવા મળશે કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ બનેલા છે અથવા કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે. આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું ?


તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે આવી રીતે ચેક કરો

તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે આવી રીતે ચેક કરો!

ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં કોઈપણ આધાર કાર્ડ ધારક તેમના નામે કેટલા સિમ કાર્ડ કઢાવેલા છે અને કેટલા ચાલુ છે તે ચકાસી શકે છે. પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે. થોડા સરળ રીતે આપણે જાણીયે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, તમે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તેની યાદી ચકાસી શકો છો.


આ પોર્ટલ સિમ કાર્ડ વપરાશકર્તા ને એવી ફેસિલિટી આપે છે કે યુઝર તેના આધાર કાર્ડ પાર કેટલા સીમકાર્ડ ચાલુ છે એ બતાવશે. અને સિમ કાર્ડ યુઝર તે નંબર ને ચેક કરી શકે છે અને જે તેના નંબર નથી કે પછી ખોટો ઉપયોગ થાય છે જે નંબર નો તે નંબર પાર રિપોર્ટ કરી શકે છે, તેથી સીમકાર્ડ કંપની તે નંબર ને બ્લોક અને ડિએક્ટિવેટ કરી નાખશે.


તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો નીચે મુજબ.

તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું ? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

STEP 1 : સૌપ્રથમ તમારે TAFCOP પોર્ટલ પર જવાનું રહેશે. https://tafcop.dgtelecom.gov.inSTEP 2 : ત્યાં તમને મોબાઈલ નંબર દાખલ કરવાનું રહેશે. Enter your Mobile Number લખેલું હશે તેના પર ક્લિક કરી ને મોબાઈલ નંબર દાખલ કરો. અને Request OTP પર ક્લિક કરવાનું રહેશે.STEP 3 : ત્યાર બાદ તમારા મોબાઈલ પર એક OTP મેસેજ આવશે જે તમારે તે OTP તે વેબસાઈટ માં દાખલ કરવાનો રહેશે.અને Validate OTP પર ક્લિક કરવાનું રહેશે.STEP 4 : ત્યારબાદ તમે જોઈ શકશો કે તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે.


પછી તમે ચેક કરી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે અને જો તમને એવું લાગે કે આ નંબર તમે ચાલુ કરાવ્યા નથી અથવા બીજા કોઈ દ્વારા ચાલુ કરાવેલ છે અને તમે તેને બંધ કરાવવા માંગો છો તો તમે તેને રિપોર્ટ કરી શકો છો.

મોબાઈલ નંબર બ્લોક અથવા બંધ કેવી રીતે કરવું?

તમે આ વેબસાઈટ પર તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે ચેક કરી લીધા પછી જો તમે કોઈ પણ મોબાઈલ નંબર ને કેવી રીતે બંધ કરવા તે નીચે મુજબ જાણો.STEP 1 : તમે જે મોબાઈલ નંબર બંધ કરવા માંગો છો તેના પર ક્લિક કરવાનું રહેશે.


STEP 2 : અને ઉપર તમારું નામ લખવાનું રહેશે જે આધાર કાર્ડ પ્રમાણે.


STEP 3 : પછી મોબાઈલ નંબર નીચે 3 ઓપ્શન આપેલ છે 1) This is Not My 2) Not Required 3) Required 


જો તમે મોબાઈલ નંબર બંધ કરવા માંગો છો તો તમારે પેલા ઓપ્શન એટલે કે This is Not My પર ક્લિક કરવાનું રહેશે.


STEP 4 : અને ત્યાર બાદ તમે નીચે આપેલ Report પર ક્લિક કરવાનું રહેશે.


તે રિપોર્ટ કર્યા બાદ તે સીમ કાર્ડ કંપની પાસે તે અરજી જસે અને તે લોકો તમારા સીમ કાર્ડ ને બ્લોક અને બંધ કરી દેશે.


અમને આશા છે કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે કે તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવામાં આવી છે.


વધારે માહિતી મેળવવા માટે અથવા કંઈપણ પ્રશ્નો હોય તો તમે અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અને આ લેખ પર કૉમેન્ટ પણ કરી શકો છો.

Post a Comment

0 Comments