રાજ્યમાં ગરીબોની અન્ન સલામતિ માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય ના લોકો ને અનાજ તેમજ અન્ય ચીજ-વસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના રેશનકાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે.

આ લેખમાં તમને જાણવા મળશે કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે તમે ચેક કરી શકો છો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે તે બધુ જ તમે ચેક કરી શકો છો.
(કૂંપન) રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
STEP 1: સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
https://dcs-dof.gujarat.gov.in
STEP 2: ત્યારબાદ “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી તમને એક નવું પેજ જોવા મળશે તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાના રહેશે. અને જે નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
STEP 3: પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે.

- જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં એ કિલ્લામાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે.
- જો તમને જથ્થો મળવા પાત્ર નથી તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.
રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું?
- તમે રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચેક કરી શકો છો. જેની પ્રોસેસ નીચે મુજબ તમે જોઈ શકો છો.
- સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
- પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતા હોય તે સિલેક્ટ કરવાના રહેશે.
- નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
- પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અમને આશા છે કે તમને આ આર્ટિકલ ખુબજ મહત્વપુર્ણ લાગ્યો હશે અને કઈક નવું શીખવા મળ્યું હશે. તો આ લેખ ને તમારા મિત્રો સાથે શેર કરો.
આ પણ વાંચો:
- આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ છે કે નહી તે ચેક કરો
- ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
- ચૂંટણી કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?
- પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કેવી રીતે કરવું?
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
-
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ની ઑફિસિયલ વેબસાઇટ કઈ છે?
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ની ઑફિસિયલ વેબસાઇટ https://dcs-dof.gujarat.gov.in
-
રેશનકાર્ડ ની કોઈ પણ માહિતી અથવા ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર કયા છે?
ટોલ ફ્રી નંબર : 1800 233 5500