કોલેજમાં ભણતાની સાથે પૈસા કમાવાની રીત | How to Earn Money as a College Student?

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ઘણા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા હોય છે અને તેમને પોતાનો ખર્ચો પોતે જ ચલાવવા માટે પૈસા કમાવવા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને તો એવી પણ ઈચ્છા હોય છે કે તેઓ પોતાની કોલેજ ફી જાતે જ ભરી શકે.

આજે અમે તમને 5 એવા પૈસા કમાવવાના રસ્તા બતાવીશુ જેને તમે શિખશો તો તમે જરૂર તમારા કોલેજ જીવનમાં પૈસા કમાઈ શકશો.

#Ad
earn money college student

કોલેજમાં ભણતી વખતે પૈસા કમાવવાના 5 રસ્તા – 5 Ways to Earn Money in College

1. Earn Money From Tuition

Tuition

જો તમે કોલેજમાં આવી ગયા છો તો તમને કઈકને કઈક તો આવડતું જ હશે જેને તમે બીજા લોકોને શીખવાડી શકો. જેમ કે તમને ઇંગ્લિશ બોલતા, લખતા, વાંચતાં આવડતું હશે. તમને 9માં કે 10માં ધોરણના અમુક વિષયો આવડતા હશે. તમને 11 કે 12માં ધોરણના વિષયો આવડતા હશે.

તમને જે આવડતું હોય એ તમે બીજા વિદ્યાર્થીઓ જે તમારાથી ઉંમરમાં નાના હોય તેમને ટ્યુશન કરાવીને શીખવાડી શકો છો અને તેમની પાસેથી અમુક ચાર્જ લઈ શકો છો.

જેમ કે તમને ગણિત આવડતું હોય તો તમે તમારાથી ઉંમરમાં નાના હોય તેમણે ગણિત શીખવાડી શકો, તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે બીજા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવાડી શકો.

#Ad

અત્યારના સમયમાં જમાનો ઓનલાઇનનો છે તો એવી ઘણી વેબસાઇટ ઓનલાઇન તમને મળી જશે જે તમને ગણિતના સમીકરણ ઉકેલવાના પણ પૈસા આપે છે, તમે તેમની વેબસાઇટમાં એક ટીચર તરીકે પણ જોઈને થાવ તો તમે ઓનલાઇન બીજા વિદ્યાર્થીઓને શીખવાડી શકો છો અને તમને પૈસા પણ મળશે.

ઉદાહરણ તરીકે જો તમે 10 વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવો છો અને દરેક વિદ્યાર્થી પાસે મહિનાના 500 કે 1000 રૂપિયા પણ લો છો. આ રીતે જો તમે 10 વિદ્યાર્થીઓમાં દરેક પાસે 500 કે 1000 રૂપિયા લેશો તો તમે (500 * 10 = 5000) 5 થી 10 હજાર જેટલા રૂપિયા એક માહિનામાં કમાઈ શકો છો.

ઉપર આપેલા ઉદાહરણને તમે સમજીને જો કઈક આ રીતે ચાલુ કરશો તો તમે જરૂર પૈસા કમાઈ શકશો, તમે પોતાના આઇડિયા મુજબ પણ કરી જોવો, આ ઉદાહરણ તમારી સમજણ માટે આપેલું છે.

2. Make Money From Run a Business

Business

તમે તમારા ફ્રી સમયમાં બિઝનેસ પણ કરી શકો છો. જેમ કે તમે કોઈ દુકાનદારને એનો ધંધો ઓનલાઇન સેટઅપ કરીને આપી શકો અને એમની પાસે ચાર્જ લઈ શકો.

#Ad

અત્યારે ભારતમાં ઘણી એવી દુકાનો અથવા બિઝનેસ છે જેમને પોતાનું કામ ઓનલાઇન લાવવું છે તો તમે એવા બિઝનેસ કે દુકાનદારો પાસે જઈને તેમણે ઓનલાઇન વિશે જણાવી શકો છો અને તેમને એમના બિઝનેસને લગતી વેબસાઇટ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ, વોટ્સએપ બિઝનેસ, ગૂગલ મેપ અને ગૂગલ એપમાં એમના બિઝનેસની લિસ્ટિંગ વગેરે કરી આપીને અમુક ચાર્જ તેમની પાસેથી તમે લઈ શકો છો.

તેમના બિઝનેસને ઓનલાઇન દ્વારા વધારે પહોચ મળશે અને તેમને વધારે ગ્રાહકો મળશે અને તમને તમારો ચાર્જ મળી જશે.

આ પ્રોસેસ માત્ર તમે એક કલાકમાં જ કરી શકો છો કારણ કે તમને ઓનલાઇન બધુ સેટઅપ કરતાં આવડતું હોય છે પણ તે દુકાનદારો આ જ કામને કરવામાં ઘણો સમય લગાવી દેશે, તો તમે એમનો સમય પણ બચાવો છો.

એક વખત બધુ સેટઅપ કર્યા બાદ તમે એમને શીખવાડી શકો છો કે તમારે આ બધુ આ રીતે કરવાનું રહેશે. જો તમે એક દુકાનદાર પાસે 500 રૂપિયા પણ લો અને એવી 15 દુકાનો કે બિઝનેસને આ રીતે કામ કરી આપો તો તમે માહિનામાં 500 * 15 = 7500 જેટલા પૈસા કમાઈ શકો છો.

#Ad

આ એક ઉદાહરણ હતું, ઘણા કેસમાં તમારે ઓછો ચાર્જ પણ લેવો પડે છે અને વધારે પણ તમે જેમ-જેમ શિખતા જશો એમ તમે તમારા કોલેજના ફ્રી સમયમાં ઘણું સારું કામ કરી શકો છો.

રોકાણ કર્યા વિના મોબાઈલ માંથી ઓનલાઈન પૈસા કમાવાના રસ્તા જાણો

3. Make Money Online From Freelancing

Freelance

જો તમને ઓનલાઇન અથવા ઓફલાઇન કઈક કામ કરતાં આવડતું હોય તો તમે ફ્રીલાંસિંગ કરી શકો છો. જેમ કે તમને એનિમેશન, વિડિયો એડિટિંગ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી, કન્ટેન્ટ રાઇટિંગ, કોપી રાઇટિંગ, વેબસાઇટ બનાવતા, એપ બનાવતા વગેરે અથવા અન્ય કામ આવડતા હોય તો તમે અલગ-અલગ લોકોને તેમની યૂટ્યૂબ ચેનલો અથવા ઇન્સ્ટાગ્રામ પેજ માટે ઈમેલમાં પૂછી શકો છો.

તમે Fiverr અને Upwork જેવી Freelance વેબસાઇટોમાં રજીસ્ટ્રેશન કરી શકો છો અને પોતાના પ્રોફાઇલ દ્વારા ઓર્ડર મેળવી શકો છો.

#Ad

તમે પોતાના પોર્ટફોલિયો બનાવીને અલગ-અલગ ક્લાઈન્ટ સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોચી શકો છો.

તમારે એવા ક્લાઈન્ટ શોધવા પડશે જેમના માટે તમે કામ કરી શકો છો અને તેના બદલે તેઓ તમને પૈસા આપશે.

4. Earn Money Using Affiliate Marketing

Affiliate Marketing

Affiliate Marketing એટલે બીજા વ્યક્તિ પ્રોડક્ટ બનાવે છે અને તમારે બસ તે પ્રોડક્ટને વેચવામાં મદદ કરવાની છે, જેટલા પ્રોડક્ટ તમારા દ્વારા વેચાશે એના હિસાબે તમને દર પ્રોડક્ટ પર અમુક ટકા કમિશન મળશે.

પ્રોડક્ટમાં કોઈ ઓફલાઇન પ્રોડક્ટ પણ હોય શકે છે અને કોઈ ડિજિટલ પ્રોડક્ટ પણ હોય શકે છે જેમ કે વેબસાઇટ સબ્સક્રિપ્શન, ઈ-કોમર્સ વેબસાઇટના પ્રોડક્ટ, અલગ-અલગ કોર્સનું વેચાણ, એપ, સર્વિસનું વેચાણ વગેરે.

#Ad

ઇન્ટરનેટ પર ઘણી એવી વેબસાઇટ હોય છે તે પોતાના પ્રોડક્ટ, કોર્સ કે સર્વિસનું વેચાણ કરવા માટે એવા વ્યક્તિઓને શોધતા હોય જે એમના પ્રોડક્ટ, કોર્સ કે સર્વિસને વધારે લોકો સુધી પહોચાડે અને લોકો તેને ખરીદે અને આ માટે તે વેબસાઇટમાં Affiliate Program હોય છે જેમાં તમે જોડાઈને તેમની સેલ વધારો તો તમને દર સેલ પર કમિશન મળે છે.

આ રીતે પણ તમે પૈસા કમાઈ શકો છો. બસ તમારે શોધવાનું છે કે કયો Affiliate Program તમારા માટે સારો રહેશે અને તમે તેના પ્રોડક્ટનું વેચાણ કરી શકો.

એફિલિએટ માર્કેટિંગ થી પૈસા કેવી રીતે કમાવા?

5. Be a Content Creator

Content Creator

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ખૂબ આગળ વધી રહ્યા છે કારણ કે તે પ્લૅટફૉર્મમાં તમને વિડિયો, ફોટા, લખાણ જેવા કન્ટેન્ટ વધારે માત્રામાં જોવા મળે છે.

#Ad

આ બધા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આપણાં જેવા જ સમાન્ય લોકો હોય છે જે વિડિયો, ફોટા અને પોતાનું લખાણ વગેરે ઓનલાઇન ફેસબુક, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લૅટફૉર્મ પર અપલોડ કરે છે અને જ્યારે લોકો તેમના કન્ટેન્ટને જોવાનું ચાલુ કરે છે ત્યારે તેઓ પૈસા પણ કમાય છે.

જેમ કે તમે યૂટ્યૂબ પર વિડિયો અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો, એજ રીતે ફેસબુક પર પણ પૈસા કમાઈ શકો છો.

જો તમને વધારે લોકો ફોલો કરતાં હશે તો તમે એ પ્લૅટફૉર્મમાં જાહેરાતો દ્વારા, ઈ-બૂક વેચીને, સર્વિસ વેચીને અથવા કોઈ અન્ય પ્રોડક્ટ વેચીને પૈસા કમાઈ શકો છો.

બસ તમારે જોવાનું છે કે તમારા માટે કયું પ્લૅટફૉર્મ કામ કરશે. તમને શું એવું ગમે છે જેના પર તમે કઈક નવું કન્ટેન્ટ બનાવી શકો અને એ પ્રમાણે તમે એ પ્લૅટફૉર્મને સમજીને તેમાંથી કમાણી કરી શકો છો.

આશા છે કે તમને પોતાની કોલેજ લાઈફમાં પૈસા કમાવવા માટે આ 5 રસ્તાઓ ઉપયોગી થશે. હવે તમારે જોવાનું છે કે તમને કયો રસ્તો ગમે છે અને તમારા માટે શું કામ કરે છે અને શું નહીં.

આ પણ વાંચો:

Leave a Comment