આભા કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું? | ABHA કાર્ડ ડાઉનલોડ | ABHA card Registration and Download In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA કાર્ડ) ધારક અને તેમના પરિવારને સ્વાસ્થ્ય માટે ડિજિટલ રેકોર્ડ સાચવવા નું કામ કરે છે. જેમાં આભા કાર્ડ ધરાવતા લોકો ના તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો, વગેરે, માત્ર થોડી ક્લિક્સ સાથે ઉપયોગ કરી શકે છે એટલે ભવિષ્ય દર્દીઓ ના તબીબી જાણકારી માટે ડોક્ટર ને સારવાર કરવામાં આસાની રહે. 

આ આર્ટીકલ માં તમને જાણવા મળશે કે તમે ABHA કાર્ડ કેવી રીતે બનાવવું અને તેના માટે જરૂરી ડોક્યુમેંટ્સ, અને આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? આ બધી માહિતી જાણવા માટે આર્ટીકલ પૂરો વાંચવા વિનંતી. 

#Ad
આભા કાર્ડ બનાવો

આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (આભા કાર્ડ) શું છે? ABHA Card meaning in Gujarati

27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત કરી.  આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે.  આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે.

ABHA કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • આધાર કાર્ડ 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મોબાઈલ નંબર

આભા કાર્ડ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ? | Abha Card Registration In Gujarati

આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર કેવી રીતે બનાવવું? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે. 

ABHA કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે Ayushman Bharat Digital Mission ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે. https://healthid.ndhm.gov.in/

#Ad

ત્યારબાદ તમને Create ABHA Number નું એક બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યાં તમને ABHA કાર્ડ બનાવવા માટે બે ઓપ્શન જોવા મળશે.

  1. Using Aadhar 
  2. Using Driving license

તમે કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરીને તમારું આભા કાર્ડ બનાવી શકો છો.

જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો Using Aadhar સિલેક્ટ કરવાનું અને જો ડ્રાઇવિંગ લાઇસન્સ થી બનાવવા માંગતા હોય તો Using Driving license નામનું ઓપ્શન સિલેક્ટ કરવાનું.

#Ad

અહીંયા આપણે આધાર કાર્ડ દ્વારા આભા કાર્ડ બનાવવા જઈ રહ્યા છીએ.

હવે તમારે અહીંયા આધાર નંબર લખવાના રહેશે ત્યારબાદ નીચે કેપ્ચા કોડ ભરીને Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક છે તેના ઉપર એક OTP આવ્યો હશે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. અને Next બટન પર ક્લિક કરો.

આ પણ વાંચો : આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક છે કે નહીં તે જાણો

#Ad

ત્યારબાદ તમારા આધાર કાર્ડ ની ડિટેલ તમને જોવા મળશે જેવી કે નામ, જન્મ તારીખ સરનામું વગેરે. Next બટન પર ક્લિક કરો.

પછી તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના રહેશે અને Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે Email ID પૂછવામાં આવશે જો તમારે Email ID લખવું હોય તો લખી શકો છો અને Get OTP બટન પર ક્લીક કરો

જો નથી લખવું તો તમે Skip For Now નું બટન ઉપર ક્લિક કરી શકો છો.

#Ad

એટલું કરતા જ તમારા આભા નંબર બની જશે અને તમારી સામે જોવા મળશે. તમે તમારા આભા નંબર નોંધી શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો.

પછી તમારે Link ABHA Address બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

પછી તમને પૂછવામાં આવશે કે આની પહેલા તમે ક્યારેય આવા એડ્રેસ બનાવેલું છે? જો બનાવેલું હોય તો YES ઉપર ક્લિક કરવાનું અને જો ન બનાવેલું હોય તો NO ઉપર ક્લિક કરવાનું.

ત્યારબાદ Login to Your ABHA Number બટન ઉપર ક્લિક કરો.

#Ad

હવે તમારે આભા એડ્રેસ બનાવવાનું રહેશે. તમારે જેવું પણ તમારું આભા એડ્રેસ રાખવું હોય તેવું તમે રાખી શકો છો.

ત્યારબાદ Create And Link બટન ઉપર ક્લિક કરો.

હવે તમારી સામે એક Congratulations નો મેસેજ જોવા મળશે એ એવું કહેવા માંગે છે કે હવે તમારું ABHA કાર્ડ નંબર બની ગયા છે.

હવે ABHA કાર્ડ નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે પછી તેના દ્વારા તમે આભા કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

#Ad

આભા કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ નીચે મુજબ છે તે તમે જોઈ શકો છો.

આ પણ વાંચો : આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ ચેક કરો

આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Abha Health Card Download In Gujarati

તમારે ABHA કાર્ડ PDF ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરવાનું રહેશે.

https://healthid.ndhm.gov.in/

ત્યારબાદ તમારે ત્યાં લોગીન કરવાનું રહેશે. આભા કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે.  અથવા તમે મોબાઈલ નંબર દ્વારા પણ લોગીન કરી શકો છો.

ત્યારબાદ તમારા ઓટીપી માટે કોઈ એક ઓપ્શન સિલેકટ કરવાનું રહેશે અને ઓટીપી આવે તે તમારે નાખવાનું રહેશે.

જે પણ ABHA Card ડાઉનલોડ કરવું છે તે આભા કાર્ડ ઉપર તમે ક્લિક કરી શકો છો અને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે.

આ પણ વાંચો : 

આભા કાર્ડ ના ફાયદા – ABHA card Benefits in Gujarati

  • તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો, વગેરે, માત્ર થોડી ક્લિક્સ સાથે ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો. આમ, તમે નવા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
  • તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.
  • તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી (HFR) ને પણ ઉપયોગ કરી શકો છો જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓની લીસ્ટ છે.

આ પણ વાંચો : 30 જૂન 2023 સુધી માં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરો નહિતર પાન કાર્ડ બંધ થઈ જશે

આભા કાર્ડ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : ABHA નું પૂરું નામ શું છે ? – ABHA full form in gujarati

જવાબ : ABHA નું પૂરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (Ayushman Bharat Health Account) છે.

પ્રશ્ન 2 : આભા કાર્ડ (નંબર) શું છે ?

જવાબ : આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA કાર્ડ) ધારક અને તેમના પરિવારને સ્વાસ્થ્ય માટે ડિજિટલ રેકોર્ડ સાચવવા નું કામ કરે છે. જેમાં આભા કાર્ડ ધરાવતા લોકો ના તમામ મેડિકલ રેકોર્ડ જેવાકે રિપોર્ટ, દવાઓ અને બિમારી તમામ પ્રકાર ના વિગતો સાચવી ને રાખે છે. 

પ્રશ્ન 3 : ABHA કાર્ડ બનાવવા માટે ઑફિસિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ : ABHA કાર્ડ બનાવવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://healthid.ndhm.gov.in છે. 

પ્રશ્ન 4 : ABHA કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

જવાબ : સૌપ્રથમ નીચે આપેલી ABDM ની વેબસાઇટ પર જઈ ને લોગીન કરવાનું રહેશે. અને આભા કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે. અને પછી તમે આભા કાર્ડ ડાઉનલોડ કરી શકશો. 

પ્રશ્ન 5 : ABHA કાર્ડ ના રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો શું છે?

જવાબ : ABHA કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ મોબાઈલ નંબર, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ.

2 thoughts on “આભા કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું? | ABHA કાર્ડ ડાઉનલોડ | ABHA card Registration and Download In Gujarati”

Leave a Comment