Driving Licence Download Gujarat : નમસ્કાર મિત્રો આજના આર્ટીકલ માં તમને જોવા મળશે કે તમે ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. અગાઉની પોસ્ટમાં આપણે જણાવેલું હતું કે નવું લર્નિંગ લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું. જો તમે 18 વર્ષના થઈ ગયા છો તો તમારે વાહન ચલાવવા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત હોય છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રિન્ટ કે ડાઉનલોડ કરવાની ઘણી બધી રીતો છે તમે ડિજિટલ લોકરની એપ્લિકેશન ની મદદથી તેમાં ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં ઘણી બધી માહિતી તમને દેખાતી નથી હોતી.
તો આજે આર્ટીકલમાં અમે તમને ઓફિસિયલ વેબસાઈટ https://parivahan.gov.in ઉપરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું. આ વેબસાઈટની મદદથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતા ઘણા બધા કામ કરી શકો છો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું લાયસન્સ રીન્યુ કરવું, લાઇસન્સમાં સરનામું બદલવું, આરસી બુકમાં નામ ચેન્જ કરવું વગેરે.
ડ્રાઇવિંગ લાઇસન્સની સોફ્ટ કોપી કેવી રીતે ડાઉનલોડ કરવી? – how to download driving licence PDF Gujarat
પરિવહનની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ની સોફ્ટકોપી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવેલ છે જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન બનાવવામાં આવ્યું છે અને તમારી પ્રિન્ટ ક્યાં ખોવાઈ ગઈ છે અથવા ફાટી ગઈ છે તો તમે એ સ્થિતિમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો.
સૌપ્રથમ તમારે પરિવહન ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અથવા તો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો.
ત્યારબાદ તમારી સામે તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જે પણ રાજ્યમાં રહેતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે.
હવે તમને ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ નું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી તેમાં Print Driving Licence નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
હવે તમને એક નવા પેજમાં ડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
જે વખતે તમે તમારો ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવેલું હોય ત્યારે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવેલ હશે તે તમારે નાખી online Driving Licence Download કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ થઈ ગયું હશે.
જો આલ આર્ટિકલમાં તમને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરવું તે ખબર પડી ગઈ હોય તો તમે આ આર્ટીકલ ને તમારા મિત્રો અથવા સગા સંમતિઓ સાથે શેર કરો.
અમારા સોશિયલ મીડિયામાં જેમ કે instagram, facebook, youtube અને whatsapp ગ્રુપ માં પણ તમે જોઈન થઇ શકો છો જેની લીંક તમને નીચે આપેલી છે.
આ પણ વાંચો: