પીએફ કેવાયસી કેવી રીતે કરવી તે પ્રોસેસ જાણો | How To Update KYC in PF online In Gujarati

પીએફ ઉપાડવા કે પીએફ ટ્રાન્સફર કરવા માટે તમારે EPF KYC કરવી ફરજિયાત હોય છે. તેમાં તમારે પાનકાર્ડ આધારકાર્ડ અને બેંકની પાસબુકની કેવાયસી કરવી ફરજિયાત હોય છે.


આજના લેખમાં આપણે જાણીશું કે પીએફ કેવાયસી કેવી રીતે કરવી અને કેવાયસી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. પીએફ માં કેવાયસી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અને સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિકલ પૂરો વાંચજો.


pf kyc online in gujarati

ઓનલાઇન પીએફ કેવાયસી માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | Steps to Update UAN & EPF KYC Online in Gujarati

Online PF KYC Process ના સ્ટેપ નીચે મુજબ છે તમે જોઈ શકો છો.

STEP 1: સૌપ્રથમ તમારે EPFOના મેમ્બર પોર્ટલની મુલાકાત લો.  

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
STEP 2: તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરો અને પોર્ટલમાં લોગ ઇન કરવા માટે કેપ્ચા ભરો.


જો તમે તમારું UAN Number Activate નથી કર્યા તો તમારે પહેલા તમારે યુએન એક્ટિવ કરવાનું રહેશે.


આ પણ વાંચો


STEP 3: પછી મેનુ બારમાંથી 'Manage' વિકલ્પ પર ક્લિક કરો.STEP 4: આગળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'KYC' વિકલ્પ પસંદ કરો.


STEP 5: તમને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જેમાં અલગ ડોક્યુમેન્ટ પ્રકાર' માટે લિસ્ટ હશે.STEP 6: તમે જે ડોક્યુમેન્ટ ની PF KYC Online અપડેટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.


STEP 7: જે પણ ડોક્યુમેન્ટની કેવાયસી કરવા માંગો છો તેની વિગતો ભરો.


STEP 8: વિગતો અપડેટ કર્યા પછી 'Save' વિકલ્પ પર ક્લિક કરો.


STEP 9: એકવાર વિગતો અપડેટ થઈ જાય, પછી તમારા KYC Documents Status  'KYC Pending For Approval' કૉલમ હેઠળ બતાવવામાં આવશે.


STEP 10: ત્યારબાદ તમારે તમારા એમ્પ્લોયર નો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને તે કેવાયસી એપ્રુવ  કરી આપશે.


તમારા એમ્પ્લોયરની મંજૂરી પછી સ્થિતિ 'Digital Approved KYC' લખેલુ દેખાશે.


આવી રીતે તમે EPF પોર્ટલમાં તમારા આધાર કાર્ડ, પાનકાર્ડ અને બેંકની પાસબુક વગેરે ની Online PF KYC Process કરી શકો છો.

પીએફ કેવાયસી નું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું - How to Check PF KYC Status Online In Gujarati

 1. તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરી અને પોર્ટલમાં લોગ ઇન કરો. 
 2. પછી મેનુ બારમાંથી 'Manage' વિકલ્પ પર ક્લિક કરો.
 3. આગળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'KYC' વિકલ્પ પસંદ કરો.
 4. ત્યારબાદ KYC Documents Status માં 'KYC Pending For Approval' અથવા ✅ Approved અથવા ❌ Rejected લખેલું જોવા મળશે. 


આ પણ વાંચો

EPF KYC અપડેટ કરવું શા માટે મહત્વનું છે?

EPFO પોર્ટલ પર PF KYC Online Update કરવા માટે ઘણા બધા ફાયદાઓ છે જે તમને નીચે મુજબ જણાવેલા છે.

 • જો કોઈ EPF સભ્યો પોતાનું ઓનલાઇન પીએફ ઉપાડવા માંગતો હોય તો તેને KYC ની વિગતો અપડેટ કરવી ફરજિયાત હોય છે KYC વગર તે પોતાનું PF કે પેન્શન ઉપાડી શકતા નથી.
 • KYC વિગતો અપડેટ કરવાથી EPF ખાતાધારકો માટે તેમના ખાતા એક એમ્પ્લોયરથી બીજામાં ટ્રાન્સફર કરવાનું સરળ બને છે.
 • સભ્યો તેમની KYC વિગતો અપડેટ થયા પછી જ દર મહીનર કેટલું  PF ખાતામાં જમા થયું તે SMS દ્વારા જાણી શકે છે.
 • જો કોઈ સભ્ય 5 વર્ષની સેવા પૂરી કર્યા પહેલા 50 હજાર થી ઉપર PF ઉપાડવા માંગે છે, તો તે રકમ માટે 10% નો TDS કાપવામાં આવશે. આ માટે ઈપીએફ ખાતામાં પાનકાર્ડ ની કેવાયસી અપડેટ કરવી ફરજિયાત હોય છે. જો PAN અપડેટ કરવામાં ન આવે તો, TDS ચાર્જ વધારીને 34.608% કરવામાં આવશે. અને તેના માટે 15G ફોર્મ ભરવું પણ ફરજિયાત હોય છે. 

પીએફ કેવાયસી કરતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો

 • જે પણ ડોક્યુમેન્ટની તમે કેવાયસી કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટમાં નામ, જન્મ તારીખ એ બધું ઇપીએફ પોર્ટલમાં ડિટેલ્સ મુજબ હોવું જોઈએ. જો તે વિગતોમાં કોઈ ફેરફાર હશે તો તમારી કેવાયસી રિજેક્ટ પણ થઈ શકે છે.
 • EPF KYC કરતી વખતે તમારા PF Portal પર જે મોબાઈલ નંબર છે તે તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોવા ફરજિયાત છે. કેમ કે કેવાયસી કરતી વખતે તમારા આધાર રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
 • જ્યારે તમારી જોબ ચાલુ હોય ત્યારે PF KYC Online Update કરવી એ વધુ ફાયદાકારક રહેશે. કેમ કે જોબ મૂક્યા પછી તમારા એમ્પ્લોયર તમને સરખી રીતે જવાબ નહીં આપે એટલે તમારી KYC Approve કરવામાં ટાઈમ પણ લગાડી શકે છે.


આ પણ વાંચો

EPF KYC સમસ્યાઓના કિસ્સામાં EPFO UAN હેલ્પલાઇન

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ UAN સંબંધિત સમસ્યાઓ માટે એક અલગ હેલ્પડેસ્કની સ્થાપના કરી છે. હેલ્પડેસ્ક ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ છે. 

EPF KYC માટે મહત્વપૂર્ણ લિંક્સ

Official Website

https://www.epfindia.gov.in

Email

employeefeedback@epfindia.gov.in

Toll Free Number 

Click Here

Join Whatsapp Group

Join Now


EPF KYC માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs

પ્રશ્ન 1 : શું કેવાયસી માટે EPF પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી છે?

જવાબ : ના, EPFO ઓનલાઈન પોર્ટલ પર સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. વપરાશકર્તાએ ફક્ત EPF ઓનલાઈન પોર્ટલમાં દસ્તાવેજના નામ અને નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.


પ્રશ્ન 2 : EPF KYC ડોક્યુમેંટ્સ મંજૂર થવામાં કેટલો સમય લાગે છે?

જવાબ : KYC વિગતો ચકાસવામાં સામાન્ય રીતે 3-5 કામકાજના દિવસો લાગે છે. એકવાર મંજુરી સફળતાપૂર્વક થઈ જાય, પછી તેને સૂચિત કરતા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે.


પ્રશ્ન 3 : PF KYC Online Update કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

જવાબ : વપરાશકર્તાઓને EPFO પર તેમના KYC પૂર્ણ કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડી શકે છે- આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને પાસપોર્ટ નંબર.


પ્રશ્ન 4 : શું મારે KYC માટે EPFO પોર્ટલ પર તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે?

જવાબ : ના, તમારે KYC માટે EPFO પોર્ટલ પર બધા દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. તમને ફક્ત જરૂરી વિગતો દાખલ કરવા માટે કહેવામાં આવશે જેમ કે આધાર નંબર, પાન નંબર, બેંક ખાતાની વિગતો વગેરે.

Post a Comment

Previous Post Next Post