ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? | Digital Gujarat Scholarship 2022 Last Date

Digital Gujarat Scholarship 2022-23 Last Date : Gujarat Digital Scholarship Apply | Digital Gujarat Scholarship Application Status | Digital Gujarat Scholarship Status | digital Gujarat scholarship 2022-23 login, digital gujarat scholarship 2022 last date, digital gujarat scholarship 2022-23 last date extended

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ગુજરાત સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પ્રદાન કરે છે. અનામત શ્રેણીના અને ગુજરાતના કાયમી નિવાસી વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. આ લેખમાં અમે જણાવશું કે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે. digital gujarat scholarship 2022 last date


Table Of Contents 

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 ની મહત્વપુર્ણ તારીખ - Digital Gujarat Scholarship 2022 Last Date


ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા વિધ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ digital gujarat scholarship 2022 last date - 15/02/2023 થી 28/02/2023

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૨-૨૩ | Digital Gujarat Scholarship 2022-23

સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં તમને ઉપર જમણી બાજુ Login અને Register નામના બટન જોવા મળશે.


વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in/


જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલેથી જ સ્કોલરશીપ મેળવેલી છે કે પછી આઈડી બનાવેલું છે તો તમે લોગીન આઈડી થી લોગીન કરી શકો છો.


જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલી વખત જ ફોર્મ ભરો છો તો તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો.


ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 માટે રજીસ્ટ્રેશન અને લોગીન બંને પ્રોસેસ નીચે મુજબ સમજાવેલ છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું - Digital Gujarat Scholarship 2022 Registration 

STEP 1: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23 માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે


વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in/


STEP 2: ત્યાં તમને એક બ્લુ કલરનું બટન જોવા મળશે જેમાં લખેલું હશે New Registration (Citizen) તેના પર ક્લિક કરવાનું રહેશે.STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી નાખી ને પાસવર્ડ બનાવવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને તમારે Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 4: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારા મોબાઇલ ઉપર એક ઓટીપી આવશે તે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે અને Confirm ઉપર ક્લિક કરવાનું રહેશે.ત્યારબાદ તમારે તમારું હવે આઈડી બની ગયું છે તો તમે આઈડી પાછળ દ્વારા આવેલ લોગીન કરી શકો છો.


STEP 5: રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક વખત તમારી પ્રોફાઇલમાં બધી વિગતો ભરવાની રહેશે. એમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.હવે લોગીન કર્યા બાદ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 માટે ફોર્મ કેવી રીતે ભરવું - Apply online Digital Gujarat Scholarship Form 2022

STEP 1: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ લોગીન કરવું પડશે.


STEP 2: લોગીન કર્યા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં ઉપરની બાજુ Services નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.STEP 3: Services ઉપર ક્લિક કર્યા બાદ Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.જો તમે પહેલી વખત જ સ્કોલરશીપ ફોર્મ માટે અરજી કરો છો તો તમારે Request A New Service નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.પહેલી વાર હોઈ તો તમારે તમારું ચાલુ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે.


અને જો આની પહેલા તમે જો સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યું છે તો તમારે ત્યાં લિસ્ટ બતાવશે તમે જેટલી વખત પણ ફોર્મ ભર્યું હોય તેનું અને તમારે રીન્યુ કરવાનું હોય તો ત્યાં તમારે Renew બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


અહીંયા તમને અલગ અલગ કેટેગરી માટેના ફોર્મ જોવા મળશે તમને ઉપર દેખાતું હશે પહેલા છે SC માટે ST માટે SEBC કેટેગરી માટે વગેરે. તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે.


Pre-Matric એટલે જે ધો 10 નીચે અભ્યાસ કરે છે. તેને પ્રિ મેટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે.


Post-Matric એટલે જે લોકો ધો 10 માં ઉપર અભ્યાસ છે તે લોકો પોસ્ટ મેટ્રિક કેટેગરીમાં સિલેક્ટ કરશે.


તે સિલેક્ટ કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.STEP 4: તમારી સામે Registration Details નું પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.અને ત્યાં તમારો આધાર નંબર વેરીફાઇ પણ કરવાનો રહેશે.


તમારો આધાર કાર્ડ નંબર નાખીને Verify Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે UIDAI એના સર્વર પરથી તમારી આધાર કાર્ડ ની ડિટેલ વેરીફાઈ થઈ જશે અને ત્યાં Aadhar Status માં Yes લખેલું આવી જશે.


ત્યાં એક તમને ઓપ્શન જોવા મળશે Day Scholar / Hosteler નું જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે Hosteler સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી હોસ્ટેલ પાસેથી એક ફોર્મ મેળવવાનું રહેશે જે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે.


હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 5: ત્યારબાદ તમારી સામે Bank Details નામનું નું પેજ ઓપન થશે ત્યાં તમારી બેન્ક ડીટેલ પણ ભરવાની રહેશે.


જેમાં પહેલા તમારે આધાર નંબર નાખવા પડશે અને ચેક કરવું પડશે કે તમારા આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ NPCI Server માં લિંક છે કે નહીં. તેના માટે Check Status Bank And Aadhar Linking પર ક્લિક કરો.પછી તમારે તમારા બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ વગેરે ની માહિતી ભરવી પડશે.એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 6: હવે તમારી સામે Academic Details નામનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ અભ્યાસક્રમની વિગતો ભરવાની રહેશે.ત્યાં સૌપ્રથમ એડમિશન ટાઈપ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમને જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.


પછી તમારે ત્યાં આ વર્ષની અભ્યાસક્રમ ચાલુ થયા ની તારીખ અને આ અભ્યાસક્રમ આ વર્ષનો પૂરો થયાની તારીખ લખવાની રહેશે. 


જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.


ત્યારબાદ નીચે તમારે તમારા 10 ધોરણ થી લઈને બધા અભ્યાસ સુધીની વિગતો ભરવાની રહેશે.


ત્યારબાદ તમારે નીચે એડમિશન ફી Misc Fee, ટ્યુશન ફી, એક્ઝામ ફી પણ ભરવાની રહેશે. જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.


એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 7: ત્યારબાદ તમારી સામે Disability Details નામનું પેજ જોવા મળશે જો તમે કોઈપણ પ્રકાર ની અપંગતતા ધરાવતા હોય તો તમારે એની માહિતી અહીંયા ભરવાની રહેશે.


હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 8: ત્યારબાદ તમારી સામે Attachment નામનું એક પેજ જોવા મળશે જેમાં તમારે તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.તમારા બધા જ ડોક્યુમેન્ટ 1000 KB ની અંદર હોવા જોઈએ અને ઉપર દર્શાવેલ પ્રમાણે એ ફોર્મેટમાં તમારે બધા images હોવા જોઈએ.


ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તેની સાઈઝની અંદરના ડોક્યુમેન્ટ બનાવવા પડશે.


ડોક્યુમેન્ટની સાઈઝ ઓછી કરવા માટે તમે આ આર્ટીકલ વાંચી શકો છો. 


આ પણ વાંચો : ફોટા ની સાઈઝ કેવી રીતે ઓછી કરવી


જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો તેના ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ નંબર તમારે ત્યાં દાખલ કરવાના રહેશે અને Browse બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાંથી સિલેક્ટ કરી શકો છો. 


ત્યારબાદ Upload ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 9: બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે તમારું Save Draft ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને તમારે ફોર્મ નું  Preview જોવા મળશે કે તમારૂ ફોર્મ કેવી રીતે દેખાય છે. Preview જોવા માટે Print પર ક્લિક કરો.


જો તમારા ફોર્મમાં કાંઈ ભૂલ હોય તો તમે હજી સુધારી શકો છો અને એક વખત કન્ફર્મ કર્યા બાદ તમે તે ફોર્મ સુધારી શકતા નથી એટલે એક વખત જરૂરથી ચકાસી લેવું.


STEP 10: જો તમે તમારું ફોર્મ જોઈ લીધું છે તો તમે હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.


ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે.STEP 11: ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 ફોર્મ સબમીટ થઈ જશે.


હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.


આ પણ વાંચો :

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 23 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs


પ્રશ્ન 1 : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થી માટે છેલ્લી તારીખ શું છે. digital gujarat scholarship 2022 last date

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થી માટે છેલ્લી તારીખ 15/02/2023 to 28/02/2023 સુધી વધારવામાં આવી છે.


પ્રશ્ન 2 : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ઓફિસિયલ વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/


આ પણ વાંચો :

Post a Comment

Previous Post Next Post