હવે પાનકાર્ડ બનાવો માત્ર 10 મિનિટ મા





મિત્રો, આપ સૌને ખબર જ હશે કે પાન કાર્ડ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે.  પાનકાર્ડ બેંકમાં ખાતું ખોલવા માટે જરૂરી છે, અથવા તમારે લોન લેવી હોઇ ત્યારે જરૂર પડે, તમારે હપ્તે થી કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો અથવા તમે કોઈપણ નાણાકીય પરિસ્થિતિમાં પાન કાર્ડનો ઉપયોગ કરો છો.

સરકાર તરફ થી હવે pan card કઢાવાની પ્રક્રિયા બહુજ સરળ થઈ ગઈ છે.માત્ર 10 મિનિટ માં pan card તમારા મોબાઈલ માં આવી જશે. તમારે એ income tax department તરફ થી pan card માટે અરજી કરવાની રહેશે.  

આ e-Pan physical pan card ની જેમ બધી જગ્યા એ માન્ય ગણાશે.

માત્ર તમારે આધાર કાર્ડ હોવું જોઈ અને આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર જોડાયેલા હોવા જોઈ.


 જો તમારી પાસે પાન કાર્ડ નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આ આર્ટિકલ માં તમને જાણવા મળશે કે તમે કેવી રીતે તમારું પાન કાર્ડ બનાવી શકો છો, તે 5 મિનિટમાં તમારા મોબાઇલ માં આવી જશે.

 E-Pan card માટે ના સ્ટેપ નીચે મુજબ છે.

How to Apply For E-Pan step by step 


ઇ-પાન કાર્ડ जो તમે IncomeTax ડિપાર્ટમેન્ટની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in માં તમારું પાન કાર્ડ બનાવી શકો છો.

 ઇ-પાન કાર્ડ માટે તમારા આધાર કાર્ડ્સની જરૂર છે અને તે આધાર કાર્ડ્સ તમારા મોબાઇલ નંબરની લિંક હોવી જરૂરી છે એના સિવાય કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી

 તો નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરો અને માત્ર 10 મિનિટ માં pan card બનાવો.

1) સૌ પ્રથમ, તમારે ગૂગલ પર જવું પડશે અને IncomeTax e-pan  ટાઇપ કરવો પડશે અથવા તમે ડિરેક્ટ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/home દ્વારા આ લિંક દ્વારા જઈ શકો છો


 જો તમે તમારા ગૂગલ પર સર્ચ કર્યું છે, તો પછી પ્રથમ લીંક પર ક્લિક કરો.




2) લિંક પર ક્લિક કર્યા પછી Instant Pan through Aadhar પાર ક્લિક કરવાનું રહેશે.


3) ત્યારબાદ Get New Pan ક્લીક કરવાનું રહેશે.



4) Get New Pan પર ક્લિક કર્યા બાદ આધાર કાર્ડ નંબર અને captcha code નાખવાના રહેશે. 
ત્યારબાદ i confirm that પર ક્લિક કરી ને Generate otp પર ક્લિક કરવાનું રહેશે.



5) ત્યાર પછી આધાર કાર્ડ માં જે મોબાઈલ નંબર લિંક હશે એ નંબર પર OTP આવશે એ OTP અહીંયા દાખલ કરવાનો રહેશે. Validate Adhar otp 


6) Otp આપ્યા પછી તમારા આધાર કાર્ડ પરથી તમારી details બતાવશે
અને તમારે Submit PAN Request પર ક્લીક કરવાનું રહેશે.


7) Submit PAN Request પર ક્લીક કર્યા બાદ તમારી પાન કાર્ડ ની  request accept થઈ જશે અને તમારા Pan card માટે Acknowledgment નંબર જનરેટ થઈ જશે.

 આ નંબર તમારા મોબાઇલ પણ આવી ગયા
 હવે તમે તપાસો સ્થિતિ નીચે ક્લિક કરો તમે જોઈ શકો છો કે તમારું પેન કાર્ડ બની ગયું છે કે નઈ.


8) Check Status પર ક્લીક કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને captcha code નાખી ને submit પર ક્લિક કરવાનું રહેશે.

9) હવે તમારા મોબાઈલ માં આવેલ OTP ને અહીંયા enter કરવાનો રહેશે.


10) હવે જો તમારું pan card બની ગયુ હશે તો ત્યાં download pan નું option આવશે અને તેના પર ક્લીક કરવા થી તમારું pan કાર્ડ download થઈ જશે.



11) Pan card Download થઇ ગયા પછી Pdf માં password નાખવાનો રહેશે જે તમારી જન્મ તારીખ જ હોઈ છે.

જો તમારી જન્મતારીખ  02-03-2000 હોઈ તો તમારો પાસવર્ડ 02032000 રહેશે.

DDMMYY  ફોર્મેટમાં પાસવર્ડ દાખલ કરવાનો.

Post a Comment

0 Comments