માત્ર 2 મિનિટ માં ઇ-પાન કાર્ડ બનાવો | How To Apply For Instant e-Pan In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe
ઇ-પાન કાર્ડ-બનાવો-મોબાઈલ-માં

મિત્રો, જો તમારે કોઈ ઇમરજન્સી છે અને પાન કાર્ડ તાત્કાલિક બનાવવાની જરૂર છે તો તમે હવે એક પણ રૂપિયા આપ્યા વગર માત્ર 10 મિનિટ માં જ ઇ-પાન કાર્ડ બનાવી શકો છો. પરંતુ ઇ-પાન કાર્ડ તમને PDF માં મળશે. તમારી પાસે માત્ર આધાર કાર્ડ હોવું જોઈ અને આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવા જોઈ. અને જે વિગતો આધાર કાર્ડ માં છે એ જ વિગતો પાન કાર્ડ માં લખાયેલી આવશે. આ e-pan card બધી જગ્યા એ માન્ય ગણાશે.

સરકાર તરફ થી હવે pan card કઢાવાની પ્રક્રિયા બહુજ સરળ થઈ ગઈ છે. માત્ર 10 મિનિટ માં pan card તમારા મોબાઈલ માં આવી જશે. તમારે એ income tax department તરફ થી pan card માટે અરજી કરવાની રહેશે.  

#Ad

ઇ-પાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? – Apply Online E-Pan Card In Gujarati

તમે IncomeTax ડિપાર્ટમેન્ટની વેબસાઇટ https://eportal.incometax.gov.in/ માં તમારું ઇ-પાન કાર્ડ બનાવી શકો છો.

તો નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરો અને માત્ર 10 મિનિટ માં pan card બનાવો.

1) સૌ પ્રથમ, તમારે ગૂગલ પર જવું પડશે અને IncomeTax e-pan  ટાઇપ કરવો પડશે અથવા તમે ડિરેક્ટ વેબસાઇટ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan દ્વારા આ લિંક દ્વારા જઈ શકો છો

#Ad

2)  Instant E-Pan પર ક્લિક કરવાનું રહેશે.

3) ત્યારબાદ તમાંરી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે આધાર કાર્ડ નંબર નાખી ને ચેકબોક્સ સિલેક્ટ કરી ને Continue બટન પર ક્લીક કરવાનું રહેશે.

4) ત્યારબાદ એક નવું પેજ ખુલશે અને Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

#Ad

5) ત્યાર પછી આધાર કાર્ડ માં જે મોબાઈલ નંબર લિંક હશે એ નંબર પર OTP આવશે એ OTP અહીંયા દાખલ કરવાનો રહેશે. Validate Adhar otp 

6) Otp આપ્યા પછી તમારા આધાર કાર્ડ પરથી તમારી details બતાવશે તે વિગતો ચકાસીને તમારે Continue પર ક્લીક કરવાનું રહેશે.

7) ત્યારબાદ તમારા Pan card માટે Acknowledgment નંબર તમને જોવા મળશે.

#Ad

હવે 5-10 મિનિટ રાહ જોઈ ને પછી તમે ઇ-પાન કાર્ડ તમારા મોબાઇલ માં download પણ કરી શકો છો.

પાન કાર્ડ Download માટે Check Status/ Download PAN પર ક્લીક કરવાનું રહેશે પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને captcha code નાખી ને submit પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારા મોબાઈલ માં આવેલ OTP ને અહીંયા enter કરવાનો રહેશે.

#Ad

હવે જો તમારું pan card બની ગયુ હશે તો ત્યાં download pan નું option આવશે અને તેના પર ક્લીક કરવા થી તમારું pan કાર્ડ download થઈ જશે.

Pan card Download થઇ ગયા પછી Pdf માં password નાખવાનો રહેશે જે તમારી જન્મ તારીખ જ હોઈ છે.

જો તમારી જન્મતારીખ  02-03-2000 હોઈ તો તમારો પાસવર્ડ 02032000 રહેશે.

DDMMYY  ફોર્મેટમાં પાસવર્ડ દાખલ કરવાનો.

#Ad

આ પણ વાંચો : 

Leave a Comment