ટ્રેક્ટર ની ખરીદી પર રૂપિયા 60,000 ની સબસીડી મળશે | Tractor subsidy in Gujarat | ટ્રેક્ટર સબસીડી સહાય યોજના ગુજરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Tractor subsidy in Gujarat : ગુજરાત માં ઘણા ખેડૂતો એવા હોય છે જેને ખેતી કરવા માટે પોતાનું ટ્રેક્ટર હોતું નથી અને તે પોતાની રીતે કામ કરે છે પરંતુ હવે સરકારે તેની સમસ્યા ને ધ્યાન માં લઈ ને ટ્રેક્ટર સહાય યોજના બહાર પડી છે. જેથી તે લોકો પણ ટ્રેક્ટર લઈ શકે. ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનમાં સમૃદ્ધિ લાવવા માટે સરકાર દ્વારા સબસીડી થકી ટ્રેકટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

આ આર્ટીકલ માં તમને જાણવા મળશે કે ટ્રેક્ટર સહાય યોજના શું છે, જરૂરી ડોક્યુમેંટ્સ ,સહાય કેટલી મળશે અને તેના માટે અરજી કેવી રીતે કરવી તેથી લેખ ને અંત સુધી વાંચજો. 

#Ad
Tractor subsidy in Gujarat

Tractor Sahay Yojana In Gujarati – ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના શું છે?

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માં જે ખેડૂત મિત્રો ખેતી કરવા માટે ટ્રેકટર નથી ખરીદી શકતા તેમના માટે સબસીડી આધારિત આ યોજના થકી ટ્રેકટર મળવાપાત્ર રહે છે. તેમજ આ સહાય ખેડૂતોને ફાયદાકારક નીવડે છે. જેમાં વધુ માં વધુ રૂ.60,000 સુધી સબસીડી મળી શકે છે.

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના હાઈલાઇટ – Yojana Highlight

યોજના નું નામટ્રેક્ટર સબસીડી સહાય યોજના (Tractor subsidy in Gujarat) 
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગખેતી નિયામક કચેરી
લાભાર્થીગુજરાતના ખેડૂતો
મળવાપાત્ર સહાયટ્રેક્ટર ખરીદી પર રૂ. 60,000 સુધી ની સબસિડી સહાય
સતાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર9978444790

યોજના નો હેતુ – Objective Of Tractor Sahay Yojana

આ યોજના થકી ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેતી માટે સહાયરૂપ સાધન બને તે માટે ટ્રેકટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ નાના અને સીમાંત ખેડૂતોનો પણ આર્થિક વિકાસ થાય અને તેઓ પણ મોટા ખેડૂતોની માફક સધ્ધર થઈ તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 

#Ad

ટ્રેક્ટર સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે – Eligibility Of Yojana

ગુજરાત ના ખેડૂતો ને સરકાર દ્વારા ટ્રેકટર ખરીદવા માટે સબસીડી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ છે:

 • ટ્રેક્ટર સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂતે પહેલા ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.
 • ખેડૂત પાસે જમીન નો રેકોર્ડ હોવો જરૂરી છે.
 • જો ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતો હોય તો તેના પાસે માન્ય ટ્રાયબલ જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • ખેડૂતે ટ્રેકટર ખરીદવાના હેતુથી જ સબસીડી મેળવવાની રહેશે.

યોજના માટે મળવાપાત્ર લાભ – Tractor subsidy in Gujarat Benefits

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

 • અનુસૂચિત જાતી અને જનજાતિ ના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા 60,000 બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
 • જનરલ અને સામાન્ય કેટેગરીના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 40 ટકા અથવા 45,000 હજાર બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
 • એટલે આ સહાય લેવા માટે ખેડૂતને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Tractor Sahay Yojana Documents

Tractor subsidy in Gujarat યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

#Ad
 • આધાર કાર્ડ
 • રેશનકાર્ડ
 • આવકનો દાખલો
 • જાતીનો દાખલો 
 • પાસપોર્ટ ફોટો 
 • જમીનના 7A અને 8A ના પુરાવા(જમીનનો રેકોર્ડ ધરાવતું પ્રમાણપત્ર)
 • જો જંગલ વિસ્તારમાં ખેડૂત રહેતો હોય તો તેનું પ્રમાણપત્ર
 • ટ્રેકટરની ખરીદી કરેલું બિલ
 • જો સંયુક્ત ખાતેદાર હોય તો તે ખેડૂતનું સંમતિ પત્રક
 • જો ખેડૂત દૂધ મંડળીનો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર
 • ખેડૂતના બેન્ક પાસબુકની નકલ

ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Tractor Subsidy In Gujarat Online Application

Tractor Sahay Yojana માં અરજી કરવા માટે ખેડૂત ગ્રામ પંચાયતના VCE પાસે જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા પોતાની જાતે પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો-

 • સૌપ્રથમ ગૂગલ માં જઈને I- Khedut તેવું લખવાનું છે. આ વેબસાઈટ ખોલ્યા પછી નીચે મુજબ પેજ ખુલશે
 • ઉપરોક્ત ફોટો માં વિવિધ યોજનામાં અરજી કરો તેવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે.


 • ત્યાર પછી ઉપરોક્ત પેજ ખુલશે અને જિલ્લો પસંદ કરીને સબમિટ કરવાનું રહેશે
 • ઉપર મુજબ બધી યોજનાઓ જોવા મળશે અને તેમાંથી ટ્રેકટર યોજન પસંદ કરવાની રહેશે.
 • આ મુજબ અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે બધું અરજી ફોર્મ ખુલી જશે અને તમારે અરજી કરવાની રહશે.  
 • ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે,તમે રજીસ્ટર્ડ ઉમેદવાર છો? જો તમે નોંધણી કરી હશે તો હા અથવા ના કરવાનું રહેશે.
 • ત્યાર બાદ નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં અરજી ફોર્મ ખુલી જશે.
 • ત્યાર પછી ખેડૂતે સંપૂર્ણ માહિતી દાખલ કરીને અરજી સબમિટ સબમિટ કરવાની રહશે.
 • ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે અરજી સબમિટ કર્યા પછી એક અરજી નંબર જનરેટ થશે અને એ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહશે.
 • ત્યાર પછી તે અરજી નંબર થી અરજી સબમિટ કરવાની રહેશે.
 • અરજી સબમિટ કરીને ઓનલાઈન ફોર્મ ભરેલ પ્રિન્ટ કરવાની રહેશે. 

ઉપરોક્ત સ્ટેપ થી તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : 

#Ad

Tractor Sahay Yojana ની મહત્વપૂર્ણ લિંક્સ:

ટ્રેક્ટર સહાય યોજના સતાવર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી ફોર્મઅરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે
Tractor Sahay Yojana Helpline number9978444790
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : ટ્રેકટર સહાય યોજના માં કેટલી સહાય મળવા પાત્ર રહેશે?

જ : નાના તેમજ અનુસૂચિત જાતી અને જનજાતિ માટે કુલ ખર્ચના 50 ટકા (60,000 સુધી) અને અન્ય ખેડૂત વર્ગને કુલ ખર્ચના 40 ટકા (45000 સુધી) સહાય.

પ્ર.2 : ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવા માટે વેબસાઈટ કઈ છે?

જ : સહાય મેળવવા માટે Ikhedut Portal પોર્ટલ પરથી અરજી કરી શકશે.

પ્ર.3 : ટ્રેક્ટર સબસીડી સહાય યોજનાનો ઉદેશ્ય શું છે?

જ : આ યોજના થકી ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ્ થવાના હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે.

Sources And References

Leave a Comment