રેશન કાર્ડમાંથી નામ કમી કરવા અરજી કેવી રીતે કરવી ? ઓનલાઈન – ઓફલાઈન | Ration Card ma nam kami kevi rite karvu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

રેશનકાર્ડ નવું બનાવ્યા પછી તેમાં થોડા ઘણાં સુધારા કરવા પડે છે ઉ.દા તરીકે કોઈ પરિવાર માં કોઈ વ્યક્તિ નું મૃત્યું થઈ ગયું હોય તો તેમનું નામ રેશનકાર્ડ માં હોય છે અને તેમનું નામ કમી કરાવું હોય તો તેના માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રોસેસ છે. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે રેશનકાર્ડ માંથી કોઈ વ્યક્તિનું નામ કેવી રીતે કમી કરાવું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

રેશનકાર્ડ માં નામ કમી કેવી રીતે કરવું તે પ્રક્રિયા જાણો

જરૂરી ડોક્યુમેન્ટસ:

 • રહેઠાણ નો પુરાવો (લાઈટબિલ અથવા વેરાબિલ)
 • ઓળખાણનો પુરાવો (ડ્રાંઇવિંગ લાઇસન્સ અથવા આધારકાર્ડ)
 • રેશનકાર્ડ (ઓરિજિનલ)

રેશનકાર્ડ માંથી નામ કમી કરવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

 • જો અરજદાર રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે ઓફલાઈન અરજી કરે છે તો તેમને સૌપ્રથમ એક ફોર્મ ભરવું પડશે.
 • આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
 • આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ ની નકલ બીડવાની રહશે તેમજ ઓરીજનલ ડોકયુમેન્ટ પણ લઈ જવાના રહશે.
 • આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડ માં નામ કમી થઈ જશે.
આ પણ વાંચો: રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં

રેશનકાર્ડ નામ કમી ફોર્મ pdf : Download કરો

રેશનકાર્ડમાં નામ કમી કરવા online પ્રક્રિયા જાણો 

રેશન કાર્ડ માં નામ કમી કરવા માટે તમે ઘરે બેઠાં પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે નીચે મુજબ છે:

 • ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી ઉપર મુજબ “Removal Of Name From Ration Card” પર ક્લિક કરવાનું રહેશે.
 • ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
 • ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
 • ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાય કરીને સબમિટ કરવાનું રહેશે.
 • ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોકયુમેન્ટ જોડીને મામલદાર કચેરીએ જવાનું રહેશે.

જો તમે ઓનલાઈન અરજી ના કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.

વારંવાર પૂછતાં પ્રશ્નો:

પ્ર.1 :રેશનકાર્ડ માં એક સાથે કેટલા વ્યક્તિના નામ કમી કરી શકાય છે?

#Ad

જ : રેશનકાર્ડ માં એક સાથે ગમે તેટલા વ્યક્તિઓના નામ કમી કરી શકાય છે.

પ્ર.2 :નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી ક્યાં કરવાની?

જ : નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી તાલુકા કક્ષાએ એનરોલમેન્ટ સેન્ટરે કરવાની રહશે.

પ્ર.3 :રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ માં કરવાની રહશે?

#Ad

જ : રેશનકાર્ડ માટે https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx વેબસાઈટ પર અરજી કરવાની રહશે.

Source And Reference

Official Website

Leave a Comment