જો તમારી સાથે ઓનલાઇન છેતરીંપીડી થઈ છે તો આ નંબર પર કોલ કરો 1930 જડપ થી પૈસા પાછા મેળવવા માટે

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જેમ જેમ ટેક્નોલોજી વધતી જાય છે તેમ તેમ બેંકિંગ અને નાણાકીય કામો પણ ઓનલાઇન થઈ રહ્યા છે. તે જ સમયે, લોકોને કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તાત્કાલિક ફરિયાદ કરવાનું કહેવામાં આવે છે. ઇન્ટરનેટ બેંકિંગ સહિત ઓનલાઇન નાણાં સંબંધિત છેતરપિંડીની ફરિયાદો માટે ભારત સરકારે એક Helpline Number 1930 જારી કર્યો છે.

હેલ્પલાઈન નંબર 1930 (Helpline number 1930)

ઓનલાઇન છેતરપિંડી (Online Fraud) સંબંધિત કેસો માટે, છેતરપિંડી ના ભોગ બનનાર વ્યક્તિ એ આ નંબર પર 1930 પર ફરિયાદ કરવી પડશે. 112 હેલ્પલાઈન નંબરથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તુરંત મદદ કરવામાં આવતી હતી. એ જ રીતે, આ નંબર પણ ઇમરજન્સીમાં મદદ કરશે. ભોગ બનનાર વ્યક્તિ એ ૨૪ કલાક ની અંદર આ નંબર પર જાણ કરવાની રહેશે, જો ૨૪ કલાક ની અંદર ફરિયાદ નોંધાવે તો વહેલી તકે ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચો : સાયબર સિકયુરિટી માં કામ કરવા ઇચ્છતા લોકો આટલું જાણી લો !

હેલ્પલાઈન કેવી રીતે કાર્ય કરે છે?

  • -જ્યારે કોઈ પીડિત તેમના ખાતામાંથી પૈસા ગુમાવે છે, ત્યારે તેઓ 24 કલાક ની અંદર બેંક ખાતા અથવા ઈ-વોલેટની વિગતો સાથે ઇમરજન્સી નંબર પર ફોન કરી શકે છે કે જેમાંથી પૈસા કાપવામાં આવ્યા છે, અને જો શક્ય હોય તો ક્યાં ખાતા માં પૈસા જમા કરાયા હતા તે પોલીસ ને જણાવવું.
  • -તે પછી, માહિતીથી પોલીસ તાત્કાલિક સંબંધિત બેંકો અથવા E-wallet કંપનીઓ સાથે આ મામલા ની વાત કરે, “આપણું ઑનલાઇન પ્લેટફોર્મ એવું છે કે બેંકો અથવા ઇ-વોલેટ કંપનીઓમાં સંબંધિત અધિકારી તરત જ તેમના ફોન અને ઇમેઇલ્સ પર ટ્રાન્ઝેક્શનની વિગતો પ્રાપ્ત કરે છે.
  • -જો ચોરેલા પૈસા એટીએમમાંથી ઉપાડવામાં આવ્યાં છે કે અથવા યુટિલિટી ચુકવણી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે, એ જાણ્યા પછી પોલીસની વિનંતી પર રકમ બેંક અથવા ઈ-વોલેટ કંપની દ્વારા તાત્કાલિક તે ચૂકવણી (Hold) બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ પાછળથી પીડિતને પૈસા પરત કરવામાં આવે છે.
  • -અધિકારીએ જણાવ્યું હતું કે વધુ કપાત અટકાવવા માટે પીડિતોએ અલગથી તેમની બેંકો અથવા ઇ-વોલેટ કંપનીઓને પણ કોલ કરવો આવશ્યક છે, 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી પૈસા પાછા મેળવવાની તકો વધી જાય છે. તપાસકર્તાઓએ જણાવ્યું છે કે કેટલી ઝડપથી નાણાકીય છેતરપિંડી ની પોલીસ ને ફરિયાદ કરવામાં આવે તેના પર આધાર રાખે છે.
  • -આ સામાન્ય પોલીસ કાર્યવાહીથી અલગ છે કે જ્યારે કોઈ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અથવા સાયબર સેલને કરવામાં આવે છે, ત્યારે ફરિયાદ નોંધવામાં ઓછામાં ઓછા થોડા કલાકો લાગે છે અને પોલીસ તેમની કાર્યવાહી શરૂ કરે છે.
  • -બીજી તરફ હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી તરત જ પુન:પ્રાપ્તિ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. 

જો છેતરપિંડી 24 કલાકથી વધુ કલાક થઈ ગઈ હોય તો શું કરવું?

ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા પછી, ભોગ બનનાર વ્યક્તિ એ પોલીસ અધિકારી દ્વારા સંચાલિત હેલ્પલાઈન પર ફોન કરી ને જાણ કરવી પડશે. જો છેતરપિંડી થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, તો ભોગ બનનાર વ્યક્તિ એ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઓપચારિક ફરિયાદ કરવી જોઈએ. જો છેતરપિંડી 24 કલાકથી ઓછી થઈ હોય, તો ઓપરેટર ગુનાની વિગતો અને ફોર્મ ભરવા માટે ભોગ બનનાર વ્યક્તિ ની વ્યક્તિગત માહિતી પૂછશે.

Important links:

https://cybervolunteer.mha.gov.in/webform/Volunteer_AuthoLogin.aspx

#Ad

Leave a Comment