2024 માં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો આ રીતે | aadhar card and pan card link Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જો તમારે 2024 માં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી તો તમારું પાન કાર્ડ બંધ થઈ ગયું હશે તમે તેનો ઉપયોગ નહીં કરી શકો જ્યાં સુધી aadhar card pan card link નહીં કરો ત્યાંસુધી અને તમારે ઘણા કામો અટકી શકે છે જેવા કે બેંક નવું ખાતું ખોલાવવા માં તકલીફ , આઇટી રિટર્ન નહીં ભરી શકો , જો તમારે લોન લેવી હશે તો પણ નહીં લઈ શકો, જો તમારે સેલેરી આવતી હશે તો એમ TDS 20% કપાય જશે અને સરકારી યોજના નો લાભ પણ નઈ લઈ શકો. (www.incometax.gov.in aadhaar pan link)

આજના લેખ માં તમને જાણવા મળશે કે તમે ઘરે બેઠા તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા માટે આ આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચજો.

#Ad
aadhaar pan link Gujarati

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? – How To Link Pan Card With Aadhar Card – Step By Step Process 

જો 2024 માં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક નથી તો તમારે પહેલા તો 1000 રૂપિયા નો દંડ ભરવો પડશે પછી જ તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરી શકો છો. પૈસા કેવી રીતે ભરવા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવેલી છે. જે તમે જોઈ શકો છો.

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?How to Check PAN Aadhaar Linking Status In Gujarati 

પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)

STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

#Ad

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક હશે તો ઉપર જણાવ્યા પ્રમાણે મેસેજ દેખાશે અને જો લિન્ક નહીં હોય તો PAN not linked with Aadhaar. Please click on Link aadhaar link to link your Aadhaar with PAN. આવો મેસેજ જોવા મળશે. પછી તમારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે અને પછી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકશો, જેની પ્રોસેસ નીચે જણાવેલી છે.

#Ad

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? – How to pay penalty for linking Aadhaar with PAN?

STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ Assessment Year 2024-25 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે

#Ad

STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)

STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

#Ad
નોંધ : જરૂરી ઓનલાઇન ફી ચૂકવ્યા બાદ થોડી વાર રાહ જોઈને પછી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શકો છો. પછી તમને ત્યાં ફી ચૂકવવા માટે પેજ જોવા મળશે નહિ.

પેમેન્ટ થઈ ગયા પછી પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ત્યારે તમને આવો મેસેજ જોવા મળશે એટલે પછી તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકશો.

PAN Card ને આધાર સાથે લિંક કરવાની રીતો

આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.

  1. Income Tax e-filing વેબસાઈટ દ્વારા
  2. 567678 અથવા 56161 પર SMS મોકલીને

1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

#Ad

STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.

STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.

#Ad

STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

આ પણ વાંચો :

2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો

STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

તમારા PAN ને આધાર સાથે લિંક કરવા ના ફાયદા

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના કેટલાક ફાયદાઓ છે:

  • તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતાને દૂર કરે છે.
  • આધારને PAN સાથે લિંક કરવાથી આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની કરચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે.
  • આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે કારણ કે વ્યક્તિએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી.
  • તમારા આધારને PAN સાથે લિંક કરવાથી બાદમાં રદ થતા અટકાવશે.
  • PAN ને આધાર સાથે લિંક કરવાથી ભવિષ્યના સંદર્ભ માટે આધાર સાથે જોડાયેલ ટેક્સની સંક્ષિપ્ત વિગતો મેળવવામાં મદદ મળશે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ મર્યાદા નથી
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો વિડીયોhttps://bit.ly/3JIcWXo
Official Website https://eportal.incometax.gov.in

જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં સમસ્યા થતી હોય તો

  • કેટલાક કિસ્સાઓમાં, તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી. મોટાભાગે, અસ્વીકારનું કારણ તમારા PAN અને આધારમાં સરખી માહિતીનો મેળ ખાતો નથી. જો કે, એકવાર સુધારા કર્યા પછી, તમે PAN અને આધારને લિંક કરી શકશો.
  • જે માહિતી (નામ, જન્મતારીખ) આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સરખી નથી તો તમે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ માં સુધારા કરાવી શકો છો.

આ પણ વાંચો : 

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1: પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ : પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ની કોઈ સમય મર્યાદા નથી.

પ્રશ્ન 2: આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ના હોય તો કેટલો દંડ ભરવો પડશે.

જવાબ : 30 જૂન 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 દંડ ભરવો પડશે. આ તારીખ પછી, જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.

પ્રશ્ન 3: જો પણ કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક ના કરવામાં આવે તો શું થસે.

જવાબ : 30 જૂન 2023 સુધીમાં કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.

Leave a Comment