RTE Gujarat 2023 Admission Online Form ભરવાની જાહેરાત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની શરૂ તારીખ (RTE Gujarat 2023 start date) 10 એપ્રિલ 2023 થી છેલ્લી તારીખ 22 એપ્રિલ 2023 રાખવામાં આવેલી છે.
આ આર્ટીકલ માં તમારે RTE Gujarat 2023-24 ના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અને RTE ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેંટ તમને અહીં જણાવવામાં આવશે. તમારી પાસે મોબાઇલ છે તો પણ તમે તમારી જાતે ભરી શકો છો અને કોમ્પ્યુટર માં પણ ભરી શકો છો. તો ચાલો જાણીએ RTE Gujarat 2023 Admission Online Apply Step By Step Process In Gujarati.
Table Of Contents
- RTE Gujarat 2023 Admission માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- RTE ગુજરાત એડમિશન માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું
- એપ્લિકેશન સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું
- ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- RTE ગુજરાત હેલ્પલાઈન લાઇન નંબર
- RTE Gujarat Important Links
- વારંવાર પુછાતા પ્રશ્નો
RTE Gujarat 2023 Admission માટે જરૂરી ડોક્યુમેંટ્સ
આર.ટી.ઈ ગુજરાત 2023-24 માટે ડોક્યુમેન્ટ નું લીસ્ટ નીચે મુજબ છે.
- બાળકના પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બાળકનું જન્મનું પ્રમાણપત્ર
- એડ્રેસ પ્રુફ
- વાલી ના આવકનો દાખલો
- વાલી નો જાતિનો દાખલો
- માતા-પિતા કે વાલીની સાઈન
RTE પ્રવેશ ના જરૂરી ડોકયુમેન્ટ્સ નું લીસ્ટ
RTE Gujarat 2023 એડમિશન માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
RTE Gujarat 2023-24 ના એડમિશન માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
તો ચાલો શરુ કરીએ નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવી છે.
STEP 1 : સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://rte.orpgujarat.com વેબસાઈટ પર જવાનું રહેશે.
પછી તમારે જે ભાષામાં ફોર્મ ભરવું છે તે ભાષા સિલેક્ટ કરવાની રહેશે જેમકે ઇંગલિશ કે ગુજરાતી. ઉપર આપેલા ત્રણ લિટા તમને દેખાશે તેના ઉપરથી તમે સિલેક્ટ કરી શકશો.
STEP 2 : ત્યારબાદ ઓનલાઈન અરજી / Apply Online ઉપર ક્લિક કરવાનું રહેશે
STEP 3 : પછી તમારે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 4 : નવી એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
તેમાં તમને "ફોર્મ એ" માં બધી વિગતો ભરવાની રહેશે.
ફોર્મ એ માં બાળકનું નામ, અટક, માતાનું નામ, પિતાનું નામ બાળક ની પાસબુક, માતા કે પિતા ના મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પણ આપવાનું રહેશે.
આ બધી ફોર્મ એ ની વિગતો ભરાઈ ગયા પછી તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
STEP 5 : પછી તમારે ફોર્મ બી ભરવાનું રહેશે જેમાં વાલીની વાર્ષિક આવક, તમારી કેટેગરી (જ્ઞાતિ) સિલેક્ટ કરવાની રહેશે અને બાળકને કયા માધ્યમમાં ભણાવવું છે (ગુજરાતી કે અંગ્રેજી) અને તમારે તમારુ એડ્રેસ ભરવાનું રહેશે.
બીપીએલ હોય તો YES કરવાનું અને નીચે ફોર્મ ની Category સિલેક્ટ કરવાની રહેશે. અને તે કેટેગરી પ્રમાણે તમારે ડોકયુમેંટ સબમિટ કરવાના રહેશે. તે અહી ક્લિક કરી ને જાણી શકો છો.
આ પણ વાંચો:
એડ્રેસ માટે બે ઓપ્શન છે તમે તમારુ એડ્રેસ જાતે પણ ભરી શકો છો અને બીજું ઓપ્શન એવો હોય છે કે મેપ આપેલો હોય તેમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મેપમાં કરવા કરતા તમે તમારી જાતે એડ્રેસ લખો તો સારું રહેશે.
STEP 6 : ત્યારબાદ આર.ટી.ઈ ગુજરાત 2023 માટે અરજી કરેલ તેનો અરજી નંબર લખેલો આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે અને સાથે જન્મતારીખ પણ હશે.
તેને સાચવવા માટે તમે તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં સ્ક્રીન શોટ લઇ શકો છો.
ત્યાર બાદ Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
STEP 7 : ત્યારબાદ તમારે શાળા સિલેક્ટ કરવાની રહેશે. તમે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ગમે તેટલી શાળા સિલેક્ટ કરી શકો છો.
શાળા સિલેક્ટ કરવા માટે તમારા જે એડ્રેસ તમે લખેલું હશે તેની નજીકની બધી સ્કૂલ તમને દેખાડવામાં આવશે અને તમે શાળા સર્ચ પણ કરી શકો છો અને સિલેક્ટ કરવા માટે પ્લસ ➕ નું ઓપ્શન હશે તે ક્લિક કરવાનું રહેશે
અને ભૂલથી થઈ ગયેલી શાળા તમે ડિલીટ પણ કરી શકો છો અને તમે શાળા નો ક્રમ પણ બદલી શકો છો ઉપર અને નીચે આપેલા એરો દ્વારા. શાળા સિલેક્ટ થઇ ગયા પછી Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 8 : પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
ડોક્યુમેન્ટ અપલોડ થઇ ગયા બાદ તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
STEP 9 : ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે જેનાથી તમે તમારી અરજી ને એક આગળ અધિકારી પાસે મોકલશો કે બધી વિગતો વેરીફાઈ કરશે અને તમારા ફોર્મ નો સ્વીકાર કરશે.
અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
થોડા જ દિવસમાં જો તમારી બધી જ વિગત અને ડોક્યુમેન્ટ પુરા અને સાચા હશે તો જ તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમને મેસેજ આવશે એ તમારા બાળકનું સીલેક્શન થઈ ગયું છે. અને પછી તમારે કઈ શાળા આવી છે તેનો મેસેજ આવી જશે.
આ પણ વાંચો:
- આયુષમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
- ઘરે બેઠા પાન કાર્ડ બનાવો?
- આધાર-ચુંટણી કાર્ડ લીંક કેવી રીતે કરવું?
આર.ટી.ઈ ગુજરાત 2023 એપ્લિકેશન સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું? - RTE Orpgujarat com Application form status
RTE ગુજરાત 2023 અરજી ની સ્થિતિ ચેક કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. http://rte.orpgujarat.com/ApplicationFormStatus
ત્યારબાદ તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
પછી તમારી સામે તમારી એપ્લિકેશનની સ્થિતિ તમને જોવા મળશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે પછી કંઈ સુધારા વધારા કરવાની જરૂર છે. નામંજૂર કરવામાં આવી છે.
ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા .
- ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે .
- ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ .
- જો ભાડા - કરાર ( રજીસ્ટર્ડ ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમ અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી .
- ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ના ફોર્મેટ : jpg , jpeg , png , pdf.
RTE Gujarat 2022-2023 હેઠળ એડમિશન મળી ગયા પછી તમારે કોઈપણ જાતના પૈસા શાળાએ ભરવાના થતા નથી. જે પણ ખર્ચો હોય છે સરકાર દ્વારા શાળાને ચૂકવી આપે છે. અને દર વર્ષે શાળાના પુસ્તક યુનિફોર્મ અને બીજી કોઈ નાની મોટી વસ્તુ નો ખર્ચો પણ સરકાર દ્વારા સ્કોલરશીપ ના રૂપમાં આપવામાં આવશે. તે સ્કોલરશીપ સુધી તમારા ખાતામાં જમા થઈ જશે.
RTE Gujarat Helpline Number - હેલ્પલાઇન નંબર
RTE Gujarat Admission 2023-24 કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે 079-23253973 પર કોલ કરો - 11:00 AM થી 5:00 PM.
RTE Gujarat Important Links
- RTE પ્રવેશ ના જરૂરી ડોકયુમેન્ટ્સ નું લીસ્ટ
- ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ
- RTE હેઠળ માતા-પિતા/વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ
આ પણ વાંચો:
- ઈ શ્રમ બનાવો માત્ર 5 મિનિટ માં
- આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કેવી રીતે કરવા?
- એજન્ટ વગર ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
RTE Gujarat 2023 FAQs - વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : આર.ટી.ઈ ગુજરાત 2023 ફોર્મ ભરવાની તારીખ શું છે? - RTE Gujarat 2023 start date
જવાબ : RTE ગુજરાત 2023 એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂ તારીખ 10 એપ્રિલ 2023 થી છેલ્લી તારીખ 22 એપ્રિલ 2023 રાખવામાં આવેલી છે.
પ્રશ્ન 2 : RTE Gujarat 2023 ફોર્મ ભરવા માટે બાળક ની ઉમર કેટલી હોવી જોઈએ?
જવાબ : 1 જૂન 2023 સુધી માં બાળક ના 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે.
પ્રશ્ન 3 : ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું?
જવાબ : ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.
પ્રશ્ન 4 : આર.ટી.ઈ હેઠળ પ્રવેશ કેટલા મધ્યમ થી મેળવી શકીએ?
જવાબ : આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.
પ્રશ્ન 5 : આર.ટી.ઈ હેઠળ વધુ માં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય?
જવાબ : શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.