ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan) એક ભારતીય ફિલોસોફર, રાજકરણી અને વિદ્વાન હતા. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952 - 1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962 - 1967) હતા.
તેઓ સોવિયત યુનિયનમાં 1949 થી 1952 સુધી ભારતના દ્વિતીય રાજદૂત હતા. તેમણે તત્વજ્ઞાન વિષયના પ્રોફેસર તરીકે મૈસોર (1918 - 1921) અને કલકત્તા (1921 - 1931, 1937 - 1941) ની યુનિવર્સિટીઓમાં સેવા આપી છે. તેઓ હિન્દુ યુનિવર્સિટીના ચોથા વાઇસ ચાન્સેલર 1939 થી 1948 સુધી હતા.
1931 થી 1936 સુધી તેઓ આંધ્ર યુનિવર્સિટીના પણ વાઇસ ચાન્સેલર હતા. 1936 થી 1952 સુધી તેઓ ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પૂર્વીય ધર્મો અને નીતિશાસ્ત્રના પ્રોફેસર હતા. 1953 થી 1962 સુધી તેઓ દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર હતા.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લી શરૂઆતનું જીવન - Early life of Sarvepalli Radhakrishnan in Gujarati
રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 માં થયો હતો. તેમનો જન્મ એક તેલુગુ ભાષી નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો જન્મ તમિલ નાડુના તિરુત્તાનીમાં થયો હતો જે પહેલા મદ્રાસમાં હતું.
તેઓ તિરુત્તાની અને તિરુપતિ નગરોમાં મોટા થયા છે અને તેમનો પરિવાર આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના સર્વપલ્લી ગામનો છે.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીનું શિક્ષણ - Sarvepalli Radhakrishnan Education in Gujarati
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીનું પ્રાથમિક શિક્ષણ તિરુત્તાનીની કે.વી. હાઈસ્કૂલમાં થયું હતું. 1896ના વર્ષમાં તેમણે તિરુપતિની હર્મન્સબર્ગ ઇવેન્જેલિકલ લુથરન મિશન સ્કૂલ અને વાલાજપેટની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં સ્થાનાંતર કર્યું હતું.
પોતાના ઉચ્ચ શાળાના શિક્ષણ માટે તેમણે વેલ્લોરની વુરહીસ કોલેજમાં એડમિશન મેળવ્યું અને પછી 17 વર્ષની ઉંમરે તેમણે આર્ટ્સનો પ્રથમ ક્લાસ પૂરો કર્યા પછી મદ્રાસ રિશ્ચિયન કૉલેજમાં એડમિશન લીધું.
તેમણે 1906 માં મદ્રાસ રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી અને માસ્ટર ડિગ્રી મેળવી હતી.
જ્યારે ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લી માત્ર 20 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની થેસિસ પબ્લિશ કરી હતી જે "વેદાંતની નૈતિકતા અને અધ્યાત્મિક પૂર્વધારણાઓ" વિશે હતું.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીનું પરિવાર - Family of Sarvepalli Radhakrishnan in Gujarati
રાધાકૃષ્ણન સર્વપલ્લીએ 16 વર્ષની ઉંમરે સિવાકામુ સાથે લગ્ન કર્યા હતા. તેમની 5 પુત્રીઓ અને 1 પુત્ર હતો.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લી શૈક્ષણિક કારકિર્દી - Academic Career of Sarvepalli Radhakrishnan in Gujarati
- 1909માં મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજના ફિલોસોફી વિભાગમાં રાધાકૃષ્ણનની નિમણૂક કરવામાં આવી હતી.
- 1918માં તેઓ મૈસોર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા.
- તેઓ મૈસોરની મહારાજા કોલેજમાં ભણાવતા અને તેમણે મહારાજા કોલેજમાં ધ ક્વેસ્ટ, જર્નલ ઓફ ફિલોસોફી અને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એથિક્સ જેવા જર્નલ્સ માટે ઘણા લેખો લખ્યા હતા.
- તેમને પોતાની પ્રથમ નવલકથા પણ પૂર્ણ કરી હતી જે રવિન્દ્રનાથ ટાગોરની ફિલોસોફી હતી.
- 1921માં તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા.
- જૂન 1926માં તેમણે બ્રિટિશ એમ્પાયર યુનિવર્સિટી કોંગ્રેસમાં કલકત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- સપ્ટેમ્બર 1926માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફીની આંતરાષ્ટ્રીય કોંગ્રેસમાં હાજરી આપી હતી.
- 1929માં જીવનના આદર્શો પરના હીબર્ટ લેકચરની તેમની સ્વીકૃતિ જે તેમણે માન્ચેસ્ટર કોલેજ, ઓક્સફોર્ડમાં આપ્યું હતું અને પછીથી તેને પુસ્તક સ્વરૂપે "An Idealist View of Life" તરીકે પબ્લિશ કરવામાં આવ્યું હતું.
- 1929માં માન્ચેસ્ટર કોલેજના પ્રિન્સિપાલ જે. એસ્ટલિન કાર્પેન્ટર પોતાનું પદ છોડીને જવાના હતા તો તે કોલેજમાં તેમની ખાલી જગ્યા પૂરવા માટે રાધાકૃષ્ણનને આમંત્રણ મળ્યું હતું અને તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિધ્યાર્થીઓને તુલનાત્મક ધર્મ વ્યાખ્યાન આપવાની તક પણ મળી હતી.
- 1931 થી 1936 સુધી તેમણે આંધ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.
- 1936માં તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પૂર્વીય ધર્મો અને નીતિશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા.
- 1937માં તેમણે સાહિત્ય માટેના નોબલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લી રાજકીય કારકિર્દી - Political Career of Sarvepalli Radhakrishnan in Gujarati
- 1931માં તેઓ બૌદ્ધિક સહકાર માટે લીગ ઓફ નેશન્સ કમિટીમાં નિયુક્ત થયા અને ત્યાં તેઓ ભારતીય વિચારોના હિન્દુ નિષ્ણાંત અને પશ્ચિમી દ્રષ્ટિએ સમકાલીન સમાજમાં પૂર્વીય સંસ્થાઓની ભૂમિકાના ખાતરી આપનાર અનુવાદક તરીકે જાણીતા બન્યા હતા.
- ભારતની આઝાદી પછીના સમયમાં રાધાકૃષ્ણન ભારતીય રાજનીતિ અને વિદેશી બાબતોમાં વધારે જોડાતા ગયા.
- 1946 થી 1951 સુધી તેઓ UNESCO (United Nations Educational, Scientific, and Cultural Organization) માં સભ્ય તરીકે હતા અને તેના એક્ઝિક્યુટિવ બોર્ડમાં હતા અને ભારતીય પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું હતું.
- 1949માં તેમને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા મોસ્કોમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ ત્યાં 1952 સુધી રહ્યા હતા.
- 1952માં રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને 1962માં તેઓ દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીના અંતિમ દિવસો
રાધાકૃષ્ણનની પત્ની જેમનુ નામ સિવાકામુ હતું, તેમના પત્નીની મૃત્યુ 26 નવેમ્બર, 1956માં થઈ હતી. અને એપ્રિલ 17, 1975માં રાધાકૃષ્ણન મૃત્યુ પામ્યા હતા.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુરસ્કારો અને સન્માન - Awards and Honours of Sarvepall Radhakrishnan
- રાધાકૃષ્ણનને 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
- કિંગ જ્યોર્જ પંચામ દ્વારા વર્ષ 1931માં શિક્ષણ માટેની તેમની સેવાઓ બદલ તેમણે નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
- તેમણે જર્મની દ્વારા 1954માં સાયન્સ અને આર્ટ્સ માટે પોર લે મેરિટના પ્રાપ્તકર્તાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- મેક્સિકો દ્વારા વર્ષ 1954માં તેમને સેશ ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ એઝટેક ઇગલના પ્રાપ્તકર્તાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 1963માં તેમને યુનાઈટેડ કિંડમ દ્વારા ઓર્ડર ઓફ મેરિટના સભ્યપદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
- રાધાકૃષ્ણન 27 વખત નોબલ પુરસ્કાર માટે, 16 વખત સાહિત્યમાં અને નોબલ શાંતિ માટે 11 વખત નોમિનેટ થયા હતા.
- તેમને 1961માં જર્મન બૂક ટ્રેડનું શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
- 1968માં તેમને સાહિત્ય અકાદમી ફેલોશિપ આપવામાં આવ્યું જેમાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમને આ સન્માન મળ્યું અને લેખકને આપવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન છે.
- 1962 થી ભારતએ રાધાકૃષ્ણનના જન્મદિવસ તારીખ 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરી છે.
- 1975માં તેમને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે અને ભગવાનનું એક સામાન્ય સત્ય જણાવવા માટે ટેમ્પલટન પુરસ્કાર મળ્યો હતો અને તેમાં તમામ લોકો માટે કરુણા અને જ્ઞાનનો સમાવેશ થાય છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સાહિત્યિક કૃતિઓ - Literary works of Sarvepalli Radhakrishnan
- વર્ષ 1918માં રાધાકૃષ્ણનનું પ્રથમ પુસ્તક રવિન્દ્રનાથ ટાગોરની ફિલોસોફી હતું.
- તેમનું બીજું પુસ્તક વર્ષ ભારતીય ફિલોસોફી નામથી પબ્લિશ થયું હતું.
- વર્ષ 1926માં તેમનું ત્રીજું પુસ્તક ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ પબ્લિશ થયું જે હિન્દુ ફિલોસોફી અને માન્યતાઓ વિશે હતું.
- 1929માં ચોથું પુસ્તક જીવનનો આદર્શવાદી દ્રષ્ટિકોણ, પાંચમું કલ્કિ અથવા સંસ્કૃતિનું ભવિષ્ય, 6 નંબરનું પુસ્તક 1939માં ઈસ્ટર્ન રિલિજન્સ એન્ડ વેસ્ટર્ન થોટ, 1947માં ધર્મ અને સમાજ નામનું સાતમું પુસ્તક.
- 1948માં ભગવદગીતા પ્રારંભિક નિબંધો સાથે, સંસ્કૃત ટેક્સ્ટ, અગ્રેજી ટ્રાન્સલેશન અને નોંધ પબ્લિશ કરવામાં આવી હતી.
- 1950માં ધમ્મપદ, દસમું પુસ્તક ધ પ્રિન્સિપલ ઉપનિષદ 1953માં પબ્લિશ થયું. રિકવરી ઓફ ફેથ 1956માં પબ્લિશ થયું.
- બારમું પુસ્તક 1957માં ભારતીય ફિલોસોફીમાં સ્ત્રોત, બ્રહ્મ સૂત્ર: આધ્યાત્મિક જીવનની ફિલોસોફી 1959માં પબ્લિશ થયું.
- ધર્મ વિજ્ઞાન અને સંસ્કૃતિ નામનું છેલ્લું પુસ્તક 1968માં પબ્લિશ થયું.
આ હતી ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીના જીવન વિશે માહિતી જેમાં તેમને ભારતને ખૂબ યોગદાન આપ્યું છે અને તેમને પોતાના જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે જે આજના યુવાપેઢી માટે પ્રેરણારૂપ છે.
અન્ય પોસ્ટ: