આધારકાર્ડ માં સરનામું ઘરે બેઠા બદલો આવી રીતે !


તમે બધા જાણતા જ હશો કે અત્યારે આધાર કાર્ડ કેટલું ઉપયોગી અને જરૂરી બની ગયું છે કોઈ પણ કામ હોઈ તો આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. જો આધાર કાર્ડ માં કઈક ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારવા માટે બહુ મુશ્કેલી થતી હોય છે. તમારે સરકારી કચેરી ના કેટલા ધક્કા ખાવા પડે, પરંતુ હવે તમે ઘરે બેઠા એ થયેલી ભૂલ ને સુધારી શકો છો.
તો આજ ના આર્ટિકલ માં તમને જોવા મળશે કે તમે ઓનલાઇન ઘરે બેઠા કેવીરીતે સરનામું બદલાવી શકો છો તમારા આધાર કાર્ડ માં.

જરૂરી માહિતી ઓનલાઈન સરનામું સુધારા માટે

 • આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક જોવા ફરજિયાત છે. અને તેમાં OTP પણ આવશે.
 • ઓનલાઈન સરનામું સુધારવા માટે ૫૦ રૂપિયા ભરવા પડશે. તે તમે Debit card અથવા નેટ બેન્કિંગ થી payment કરવાનું રહેશે.
તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ નીચે પ્રમાણે.

STEP 1

સૌપ્રથમ તમારે ગૂગલ માં જઈ ને ત્યાં UIDAI સર્ચ કરો. ત્યાં તમને આધાર કાર્ડ માટે સરકાર ની એક વેબાઈટ જોવા મળશે અને Update Your Aadhar લખેલું હશે તેના પર ક્લિક કરો.


STEP 2

ત્યારબાદ તમને એક નવું પેજ જોવા મળશે જેમાં તમારે Update Address In Your Aadhar નામ ની ટેબ જોવા મળશે તેની નીચે Update Demographic data online પર ક્લિક કરો.STEP 3

ત્યારબાદ નવું પેજ ખુલશે એમાં તમે નામ,જન્મતારીખ,સરનામું, જાતિ વગેરે બદલાવી શકો છો પછી તમારે Proceed to Update Aadhar પર ક્લિક કરવું


STEP 4

Proceed to Update Aadhar પર ક્લિક કર્યાબાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને વેરીફીકેશન માટે Captcha પણ ભરવા પડશે. ત્યારબાદ Send otp પર ક્લિક કરવું. 

OTP તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તેમાં મેસેજ આવશે અને તે OTP તમારે Enter OTP ની જગ્યા એ પૂરવાનો રહેશે.


STEP 5

ત્યારબાદ Update Demographic data pr ક્લિક કરો.


STEP 6

અને પછી સરનામું બદલવાનું છે એના માટે Address પર ક્લિક કરો.અને ત્યારબાદ Procced પર ક્લિક કરવાનું રહેશે.


STEP 7

Procced પર ક્લિક કરીને તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમે તમારું જૂનું સરનામું જોઈ શકશો, અને પછી નીચે તમારે તમારા નવું સરનામા ની વિગતો ભરવાની રહેશે. અને તમારે જે સરનામું સુધારવાનું છે તેનું કોઈપણ એક document upload કરવાનું રહેશે. અને Preview પર ક્લિક કરવું.

રહેઠાણ માટે ના જરૂરી Document

 1. પાસપોર્ટ
 2. બેંક નિવેદન / પાસબુક
 3. પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
 4. રેશનકાર્ડ
 5. મતદાર કાર્ડ
 6. ડ્રાઇવિંગ લાયસન્સ
 7. PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
 8. વીજળી બિલ (3 મહિનાથી વધુ જૂનું નથી)
 9. પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી)
 10. ટેલિફોન લેન્ડલાઇન બિલ (3 મહિનાથી જૂનું નથી)
 11. સંપત્તિ વેરાની રસીદ (1 વર્ષથી જૂની નહીં)
 12. ક્રેડિટ કાર્ડ નિવેદન (3 મહિનાથી જૂની નથી)
 13. વીમા પૉલિસી

STEP 8

Preview પર ક્લિક કરયા બાદ તમને જોવા મળશે તમારું નવું સરનામું જે રીતે આધાર કાર્ડ માં છપાઈને આવશે. અને નીચે જે document upload કર્યુ છે તેનો ફોટો પણ જોવા મળશે.

જો Preview માં દેખાયેલી બધી વસ્તુ સાચી હોઈ તો captcha ભરી ને Make Payment પર ક્લિક કરવાનું રહેશે જેથી તમે ૫૦ રૂપિયા નું payment આ સરનામું સુધારવા માટે કરવાનું રહેશે.


STEP 9

Payment કર્યા બાદ તમને Payment Successful નો મેસેજ પણ જોવા મળશે અને તમે તે payment Receipt ને Download પણ કરી શકો છો.


જો તમને આ આર્ટિકલ માં થી સરનામું કેવી રીતે સુધારવું એ ખબર પડી ગઈ છે તો આ આર્ટિકલ તમારા દોસ્ત કે પછી સગા સબંધીઓ ને પણ શેર કરો જેથી તે પણ ઘરે બેઠા ઓનલાઇન આ સુધારા કરી શકે.

Post a Comment

0 Comments