Affiliate Marketing એટલે શું? અફિલિએટ માર્કેટિંગ દ્વારા પૈસા કેવી રીતે કમાવવા? | What Is Affiliate Marketing in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

મિત્રો જો તમે ઓનલાઇન પૈસા કમાવવા માટેના રસ્તા શોધી રહ્યા છો તો તમે “અફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing)” નું નામ જરૂર સાંભળ્યુ હશે અને ઘણા લોકોએ તમને જણાવ્યુ હશે કે તમે અફિલિએટ માર્કેટિંગ કરીને ઓનલાઇન પૈસા કમાઈ શકો છો.

આ એક એવું કામ છે જેમાં તમારે સમય તો આપવો જ પડશે કારણ કે આ વસ્તુ કરવા માટે સૌથી પહેલા તમારે લોકોનો વિશ્વાસ જીતવો પડે છે.

#Ad

તો ચાલો આપણે આગળ જાણીએ કે આ અફિલિએટ માર્કેટિંગ શું હોય છે અને તેમાંથી તમે પૈસા કેવી રીતે કમાઈ શકો છો.

earn monry from affiliate marketing

અફિલિએટ માર્કેટિંગ એટલે શું? – Affiliate Marketing Meaning in Gujarati

અફિલિએટ માર્કેટિંગ એક સ્ટ્રેટજી છે જેના દ્વારા કોઈ પણ કંપની પોતાના પ્રોડક્ટને ઓનલાઇન ખૂબ જલ્દી વેચી શકે છે જેમાં તેઓ અમુક લોકોને પોતાની સાથે જોડે છે અને તે વ્યક્તિઓ તે કંપનીના પ્રોડક્ટને વેચવામાં મદદ કરે છે. જો તે વ્યક્તિ તે કંપનીનું પ્રોડક્ટ વેચે તો તેને એક પ્રોડક્ટ પર અમુક % ટકા કમિશન આપવામાં આવે છે. આ રીતને અફિલિએટ માર્કેટિંગ કહેવાય છે.

અફિલિએટ માર્કેટિંગ એટલે બીજાના પ્રોડક્ટને વેચવામાં મદદ કરવી અને જો આપણાં દ્વારા કોઈ પ્રોડક્ટ વેચાય તો આપણને દર એક પ્રોડક્ટ ઉપર અમુક % કમિશન મળે છે.

#Ad

અફિલિએટ માર્કેટિંગ કામ કેવી રીતે કરે છે? – 

અફિલિએટ માર્કેટિંગને આપણે જો સરળ ભાષામાં સમજીએ તો માની લો કે એક કંપની કોઈ પણ પ્રકારનું પ્રોડક્ટ વેચે છે. હવે તેમને પ્રોડક્ટ બનાવતા તો આવડે છે પણ તેમની પાસે પ્રોડક્ટને લોકો સુધી પહોચાડવા માટે અથવા તેની માર્કેટિંગ કરવા માટે પૈસા નથી અથવા તેમની પાસે સમય નથી.

તો આ કંપનીઓ પોતાના અફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કરે છે જેના દ્વારા તેઓ એવા લોકોને તે અફિલિએટ પ્રોગ્રામમાં જોડે છે જે તેમના પ્રોડક્ટ લોકો સુધી પહોચાડે અને તેને વેચે.

જ્યારે આ લોકો તે કંપનીના પ્રોડક્ટ વેચે છે ત્યારે આ લોકોને દર પ્રોડક્ટના વેચાણ પણ પૈસા મળે મળે છે.

અફિલિએટ માર્કેટિંગ દ્વારા પૈસા કેવી રીતે કમાવવા – How to Make Money with Affiliate Marketing In Gujarati 

જો તમારે અફિલિએટ માર્કેટિંગ દ્વારા પૈસા કમાવવા હોય તો તમારે અલગ-અલગ અફિલિએટ પ્રોગ્રામ સાથે જોડાવવું પડે છે. ઘણી અલગ-અલગ કંપનીઓએ પોતાના અફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કર્યા હોય છે જેના દ્વારા તેઓ લોકોને પોતાની સાથે જોડે છે અને લોકો તેમને પ્રોડક્ટ વેચીને આપે છે અને આનાથી લોકોને કમિશન મળે છે અને કંપનીના પ્રોડક્ટ વેચાય છે.

#Ad

હાલ ઘણા ઓનલાઇન તમને અફિલિએટ પ્રોગ્રામ જોવા મળશે જેમ કે સૌથી લોકપ્રિય Amazon અફિલિએટ પ્રોગ્રામ છે, પછી તમે Flipkart ના પણ અફિલિએટ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો અને બીજી ઘણી અલગ-અલગ વેબસાઇટએ પોતાની સર્વિસ કે પ્રોડક્ટના વેચાણ માટે અફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કર્યા હોય છે.

તમારે તેમના નિયમો જાણીને તેમના અફિલિએટ પ્રોગ્રામમાં જોડાવવું જોઈએ. તેમાં જોડાયા બાદ તેઓ તમને તમારી એક અલગ લિન્ક આપશે.

જો તમે એ લિન્કને અલગ-અલગ લોકો સુધી પહોચાડશો અને લોકો તમારી લિન્ક દ્વારા કોઈ પણ પ્રોડક્ટ ખરીદશે તો તમને તેના પ્રોડક્ટના વેચાણ પર કમિશન રૂપે પૈસા મળશે.

ઘણી ઈ-કોમર્સ વેબસાઇટ, વિધ્યાર્થીઓ માટે કોર્સ બનાવે એવી વેબસાઇટ, વેબ હોસ્ટિંગ વેચતી કંપનીઓ, ડોમેન નેમ વેચતી વેબસાઇટ, ફોટો એડિટિંગને લગતી સર્વિસ વેચતી વેબસાઇટ વગેરેએ પોતાના અફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કર્યા હોય છે.

#Ad

આવા અફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કરવાથી આ કંપનીઓને ખૂબ ફાયદો થાય છે કારણ કે તેમને માત્ર કમિશન આપવાનું હોય છે અને વધારાના કોઈ માર્કેટિંગ માટેના પૈસા ખર્ચ નથી થતાં અને તેમનું વેચાણ વધી જાય છે.

ગ્રાહકોને તે પ્રોડક્ટ કે સર્વિસ માટે વધારે ભાવ નથી આપવો પડતો, જે ભાવ ચાલે છે એ જ ભાવમાં ગ્રાહકને પ્રોડક્ટ માટે પૈસા ખર્ચ કરવા પડશે.

તો તમારે બસ તમને ગમતું અને સારું અફિલિએટ પ્રોગ્રામ શોધવાનું છે અને તેમાં જોડાવાનું છે અને તેમના પ્રોડક્ટ કે સર્વિસનું તેમની લિન્ક દ્વારા વેચાણ વધારવાનું છે જેથી તમને દરેક સેલ પર કમિશન મળશે.

જો તમે કોઈ પણ અફિલિએટ પ્રોગ્રામમાં જોડાવ તો તમે જરૂર તેમના નિયમો અને શરતો વાંચજો.

#Ad

અફિલિએટ માર્કેટર એટલે શું?

અફિલિએટ માર્કેટર એવો વ્યક્તિ હોય છે જે કોઈ કંપનીના પ્રોડક્ટ કે સર્વિસને આગળ લોકો સુધી પહોચાડે અને તેના સેલ પર તેને કમિશન મળે.

શું પૈસા ખર્ચ કર્યા વગર અફિલિએટ માર્કેટિંગ દ્વારા પૈસા કમાઈ શકાય છે?

હા, અફિલિએટ માર્કેટિંગ કરવા માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી હોતી. તમારે પોતાનો સમય ખર્ચ કરવો પડે છે.

તમે જે અફિલિએટ પ્રોગ્રામમાં જોડાયા હશો તો એના પ્રોડક્ટ કે સર્વિસને વધારે લોકો સુધી પહોચાડવા અને કઈ સ્ટ્રેટજીથી તમે તેને આગળ વધારશો એ માટે તમારે એમાં ઘણો સમય આપવો પડે છે. 

તમારી પાસે મજબૂત નેટવર્ક હોવું જોઈએ, મતલબ જો તમને વધારે લોકો ઓળખતા હશે તો તમે જલ્દી કોઈ પ્રોડક્ટને વધારે લોકો સુધી પહોચાડી શકો છો.

#Ad

જો તમે કોઈ અફિલિએટ પ્રોડક્ટને જાહેરાતો દ્વારા પ્રમોટ કરશો તો તમારે તેમાં પૈસા ખર્ચ કરવા પડે છે પણ ઘણા અફિલિએટ પ્રોગ્રામમાં જાહેરાતો નથી ચલાવવા દેતા. તમારે જરૂર નિયમો વાંચવા પડશે.

અફિલિએટ માર્કેટિંગ માટે સેલ્સ કેવી રીતે વધારવી?

  • તમે જો એક યુટ્યુબર હોવ તો તમે સરળતાથી કોઈ અફિલિએટ પ્રોડક્ટની લિન્કને યુટ્યુબ વિડિયોના ડિસક્રિપ્શનમાં મૂકીને તે અફિલિએટ પ્રોડક્ટની સેલ વધારી શકો છો.
  • તમારે વિશ્વાસુ બનવું પડશે. જો લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે તો જ તે લોકો તમારા દ્વારા અથવા તમારી લિન્ક દ્વારા કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ લેવાનું પસંદ કરશે. વિશ્વાસ વગર તેઓ માનશે કે તમે પોતાના ફાયદા માટે આ પ્રોડક્ટ વેચી રહ્યા છો.
  • તમારે સૌથી પહેલા જોવું પડશે કે લોકોની શું જરૂરિયાત છે? લોકોની જરૂરિયાત પ્રમાણે તમે ઉપયોગી અને ક્વોલિટી પ્રોડક્ટ શેર કરશો તો તેઓ ખરીદવાનું પસંદ કરશે.
  • તમે બ્લોગ પોસ્ટ લખીને પણ અફિલિએટ સેલ્સ વધારી શકો છો, જો તમે કોઈ બ્લોગ કે વેબસાઇટ બનાવીને તેમાં સારું ઉપયોગી લખાણ લખો અને વચ્ચે તમે પોતાનું અફિલિએટ પ્રોડક્ટ પણ રજૂ કરો તો લોકોને જરૂર તમારું પ્રોડક્ટ ગમશે અને તેને તેઓ ખરીદશે.
  • તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને ક્વોરા જેવા પ્લૅટફૉર્મમાં ઉપયોગી કન્ટેન્ટ પબ્લિશ કરો અને વધારે લોકોને પોતાની સાથે જોડો એટલે સારી રીતે પોતાના ફોલોવર્સ વધારો જેથી તમારી પહોચ વધશે અને તમે કોઈ અફિલિએટ પ્રોડક્ટ લોકોને શેર કરીને તેને વેચી શકશો.
  • તમે જાહેરાતો ચલાવીને પણ અફિલિએટ પ્રોડક્ટને વેચી શકો છો પણ ઘણા અફિલિએટ પ્રોગ્રામમાં જાહેરાતો દ્વારા તેમના પ્રોડક્ટ પ્રમોટ કરવા પર મનાઈ હોય છે પણ તમે તેમના નિયમો વાંચો તો તમને જરૂર તેના વિશે માહિતી મળશે.
  • તમે કોઈ ઇન્સ્ટાગ્રામ પેજ પાસે તેમની સ્ટોરીમાં અફિલિએટ પ્રોડક્ટ પ્રમોટ કરાવી શકો છો અને તમારે તેમને ચાર્જ આપવો પડશે અથવા તમે કમિશન પ્રમાણે પાર્ટનરશીપ પણ કરી શકો છો.

તો મિત્રો આશા છે કે આ જાણકારી અફિલિએટ માર્કેટિંગ વિશે તમને ઉપયોગી થશે અને અફિલિએટ માર્કેટિંગમાં તમે ઘણું આગળ વધો એવી અમારી શુભેચ્છાઓ. તમારે બસ પોતાનો સમય અને મહેનતની જરૂર રહેશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

Leave a Comment