પૈસાની બાબતમાં આપણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નામ જરૂર સાંભળ્યા હશે અને આજે આપણે આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે જાણકારી જાણીશું. ઘણી વખત ઘણા મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો તફાવત નથી જાણી શકતા તો આજે તમને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વચ્ચેનું અંતર જાણવા મળશે.
ક્રેડિટ કાર્ડ એટલે શું? – What is Credit Card in Gujarati?
ક્રેડિટ કાર્ડ (Credit Card) એક એવું પ્લાસ્ટિક કાર્ડ હોય છે જે તમને કોઈ બેન્ક અથવા કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ઉછીના પૈસા લઈ શકો છો. તમે થોડા સમય માટે ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા લઈ શકો છો અને પછી તમારે તે પૈસા અમુક સમયગાળાની અંદર પરત બેન્કને આપવાના હોય છે.
જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય અને જો તમારી પાસે અત્યારે પૈસા ન હોય તો પણ તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરી શકો છો અને તેના પૈસા ક્રેડિટ કાર્ડ દ્વારા બેન્ક તમને આપે છે અને બેંક તમને 40-45 દિવસ સુધી નો સમય આપે છે તે પૈસા પરત કરવાનો. તે પૈસા પરત લેવા માટે બેંક તમને સમયાંતરે ક્રેડિટ કાર્ડ નું બિલ મોકલે છે અને કઇ તારીખે પૈસા ભરવાના છે તે પણ જણાવે છે. અને જો ત્યારબાદ તમે સમય ની અંદર પૈસા ચૂકવી ના શકો તો બેંક કે સંસ્થા તમારી પાસે થી વધારે રકમ નું વ્યાજ પણ લે છે.
બેન્ક અથવા કોઈ સંસ્થા એવા વ્યક્તિઓને ક્રેડિટ કાર્ડ આપે છે જેઓ સમયસર દર મહિને લીધેલા પૈસા પરત બેન્કને આપી શકે. ક્રેડિટ કાર્ડ દ્વારા તમારો ક્રેડિટ સ્કોર પણ બને છે.
ડેબિટ કાર્ડ એટલે શું? – What is Debit Card in Gujarati?
ડેબિટ કાર્ડ (Debit Card) પણ એક પ્લાસ્ટિક કાર્ડ હોય છે જે તમને બેન્ક દ્વારા આપવામાં આવે છે. ડેબિટ કાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલુ હોય છે. ડેબિટ કાર્ડ દ્વારા તમે કોઈ પણ ATM મશીનમાંથી તમારા બેન્ક એકાઉન્ટમાં જેટલા પૈસા છે તેને તમે કેશ સ્વરૂપે બહાર લઈ શકો છો અને તમે ડેબિટ કાર્ડ દ્વારા તમારા બેન્ક એકાઉન્ટમાં જેટલા પૈસા છે તેને તમે ઓનલાઇન પણ ખરીદી માટે ઉપયોગમાં લઈ શકો છો.
તમારા બેન્કમાં જેટલા પૈસા છે એટલી જ રકમ તમે ડેબિટ કાર્ડ દ્વારા ખર્ચી શકો છો.
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે શું તફાવત છે? – Difference Between Credit Card and Debit Card in Gujarati
- તમે પૈસાને લોન સ્વરૂપમાં તે કાર્ડની લિમિટ પ્રમાણે લઈ શકો છો પણ ડેબિટ કાર્ડમાં તમારા બેન્ક એકાઉન્ટમાં જેટલા પૈસા છે એટલા જ પૈસા તમે લઈ શકો છો.
- તમારે વ્યાજ સાથે બેન્કને પૈસા આપવાના હોય છે પણ ડેબિટ કાર્ડમાં તમારે કોઈ પૈસા નથી આપવાના હોતા કારણ કે ડેબિટ કાર્ડમાં પૈસા તમારા પોતાના જ હોય છે.
- દર મહિને તમને લીધેલા પૈસાનું બિલ મળે છે પણ ડેબિટ કાર્ડમાં કોઈ બિલ નથી હોતું.
- તમે અમુક લિમિટ પ્રમાણે જ પૈસા લઈ શકો છો પણ ડેબિટ કાર્ડમાં તમારી પાસે જેટલા પૈસા છે એ બધા જ લઈ શકો છો.
- તમે વધારે પૈસા ખર્ચીને પોતાનું દેવું વધારો છો પણ ડેબિટ કાર્ડમાં તમારી પાસે જેટલા પૈસા છે એટલા જ તમે સાચવીને ખર્ચો છો.
મિત્રો આશા છે કે આજની પોસ્ટમાં તમને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો ફરક સરળ ભાષામાં સમજવા મળ્યો હશે.
આ પણ વાંચો
સરસ માહિતી આપી છે.