આપણાં ભારતમાં લગભગ 32 કરોડ લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે અને તેમાંથી ઘણા લોકો એવા હોય છે જેમના સ્માર્ટફોનમાં UPI મોબાઇલ એપ્સ કામ નથી કરતી હોતી અથવા તેમની પાસે ઇન્ટરનેટ કનેક્શન નથી હોતું.
આ કારણે UPI ની એક સર્વિસ છે જેના દ્વારા તમે સ્માર્ટફોન અથવા કોઈ ફીચર ફોન દ્વારા પણ ઇન્ટરનેટ વગર માત્ર નંબર દબાવીને પોતાના પૈસાને ડાઇરેક્ટ એક બેન્ક એકાઉન્ટમાંથી બીજાના બેન્ક એકાઉન્ટમાં મોકલી શકો છો.
- તમારી પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ અને તેની સાથે ડેબિટ કાર્ડ પણ હોવું જોઈએ. હાલ અત્યારે આ સર્વિસમાં 83 બેન્ક સપોર્ટ કરે છે અને તેની લિસ્ટ તમે આ લિન્ક દ્વારા જોઈ શકો છો. (Supported Banks)
- ઉપરથી તમે જોઈ શકો છો કે તમારી બેન્ક આ સર્વિસમાં સપોર્ટ કરે છે કે નહીં, હાલ અત્યારે 13 જેટલી ભાષા સપોર્ટ કરે છે અને Airtel, Vi, MTNL અને BSNL એમ કુલ 4 ટેલિકોમ કંપનીઓ સપોર્ટ કરે છે.
- હાલ Jio સિમ કાર્ડ પર તમે આ સર્વિસનો ઉપયોગ નહીં કરી શકો અને GSM સ્માર્ટફોનમાં તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો પણ CDMA સ્માર્ટફોનમાં હાલ આ કામ નહીં કરે.
તો ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું કે તમે કેવી રીતે પોતાના સ્માર્ટફોન કે ફીચર ફોનમાં આ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરી શકો છો અને એ પણ ઇન્ટરનેટ વગર.
જો તમારી પાસે કોઈ બટન વાળો મોબાઇલ હોય તો પણ તમે તેમાં UPI ચાલુ કરી શકો છો અને જો તમારી પાસે કોઈ સ્માર્ટફોન છે તો પણ તમે ઇન્ટરનેટ વગર તેમાં પૈસાને UPI દ્વારા મોકલી શકો છો.
તમારે સૌથી પહેલા UPI ની આ સર્વિસને પોતાના મોબાઇલમાં ચાલુ કરવું પડશે. તો હું તમને એની નીચે રીત જણાવી રહ્યો છુ.
.webp)
UPI ને પોતાના મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ વગર ચાલુ કરવાની રીત
![]() |
- સૌથી પહેલા તમારે પોતાના મોબાઇલમાં *99# નંબર ડાયલ કરવાનો છે.
- હવે તમારી સામે ભાષા સિલેક્ટ કરવાના ઓપ્શન આવશે તો તમારે પોતાની ભાષા સિલેક્ટ કરવાની રહેશે.
- હવે તમારો ખાતું જે બેન્કમાં હોય તો તમારે તે બેન્કનું નામ લખવાનું છે.
- હવે તમારે જે ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે આ સર્વિસ ચાલુ કરવી હોય એ ખાતું તમારે અહી સિલેક્ટ કરવું પડશે.
- હવે તમારે પોતાના ડેબિટ કાર્ડની આગળ જે નંબર આપેલો હોય તો તેના છેલ્લા 6 આંકડા લખવાના છે અને પછી એક સ્પેસ આપીને ડેબિટ કાર્ડની Expiry Date ઉમેરવાની છે.
- હવે તમારો UPI Pin નવો બનાવો. (પોતાનો UPI Pin હમેશા સિક્રેટ રાખવો, કોઈને આ પિન આપવો નહીં.)
- હવે ફરી તમારો નવો બનાવેલો UPI Pin ઉમેરો.
- હવે તમારો UPI Pin બની જશે અને તમે UPI Pin ઉમેરીને પોતાનું બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરી શકો છો.
આ રીતે એક વખત તમારો UPI Pin આમાં સેટ થઈ જશે એટલે તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો, બસ તમારે *99# નંબરને ડાયલ કરવાનો રહેશે.
UPI દ્વારા ઇન્ટરનેટ વગર પૈસા કેવી રીતે મોકલવા?
![]() |
- સૌથી પહેલા તમારા ફોનમાં *99# નંબર ડાયલ કરો.
![]() |
- હવે પૈસા મોકલવા માટે 1 નંબર ઉમેરીને SEND બટન દબાવો.
![]() |
- હવે તમારે જે રીતથી પૈસા મોકલવા હોય એ રીતનો નંબર નીચે ઉમેરીને SEND પર ક્લિક કરો. અમે અહી 3 નંબર UPI ID વાળો ઓપ્શન પસંદ કરીએ છીએ.
![]() |
- હવે UPI ID ઉમેરો.
![]() |
- હવે જેટલા પૈસા મોકલવા હોય એ આંકડો ઉમેરો અને SEND પર ક્લિક કરો.
![]() |
- હવે તમારો UPI Pin નંબર ઉમેરો અને SEND પર ક્લિક કરો.
આવી રીતે તમે તમારા મોબાઇલ ફોન જેમાં આ UPI સર્વિસ ચાલુ થઈ શકે તેમાં તમે આ રીતે UPI દ્વારા ઇન્ટરનેટ વગર પૈસા મોકલી શકો છો.
આશા છે આ જાણકારી તમને ઉપયોગી થશે, તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.
અમારી અન્ય પોસ્ટ: