કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે.
કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને ફોટા ની મદદ થી જાણવા મળશે.
ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
STEP 1 : સૌપ્રથમ તમારે Ministry Of Road Transport And Highways ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
https://vahan.parivahan.gov.in/nrservices/
STEP 2 : ત્યારબાદ તમારે Know Your Vehicle Details બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
જો તમે પહેલી વખત આ વેબસાઈટ ઉપર આવો છો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે તેના માટે મોબાઈલ નંબર નાખીને Create Account ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : ત્યારબાદ તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને કોઈ પણ વાહન નંબર ઉપરથી તેને માલિકની માહિતી મેળવી શકો છો.
STEP 4 : લોગીન કર્યા બાદ તમારી સામે વાહન નંબર દાખલ કરવા માટેનું જગ્યા જોવા મળશે ત્યાં તમારે વાહન નંબર દાખલ કરવાના રહેશે. અને CAPTCHA Verification Code ભરીને વાહન સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 5 : ત્યારબાદ તમે ગાડી નંબર પરથી માલિક નું નામ જોઈ શકો છો જે નંબર તમે સર્ચ કર્યા છે તેની વિગતો ખુલી જશે.
નોંધ: કોઈપણ વ્યક્તિ આ માહિતીનો ખોટો ઉપયોગ ના કરી શકે તેના માટે Ministry Of Road Transport And Highways Authority કોઈના નામ પુરા બતાવતી નથી.

આ પણ વાંચો :
ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે Appointment કેવી રીતે લેવી?
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી?
ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર અને વાહન ના વર્ગો