ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના | Gujarat Government Electric Vehicle subsidy scheme in Gujarati

દુનિયામાં પ્રદુષણની  સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ GEDA દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ એજ  છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

Table Of Contents

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના શું છે? (Gujarat Government Electric Vehicle subsidy scheme)

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માં આપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે. એટલે કે સરકાર આવા વાહનો પર સબસીડી આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય.

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના હાઈલાઈટ - Gujarat Electric Vehicle subsidy 2022

યોજના નું નામ 

ગુજરાત સરકાર ઈલેક્ટ્રીક વ્હીકલ સબસીડી

સહાય

ધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા માટે રુ.12,000/- અને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સબસિડી સહાય.

રાજ્ય

ગુજરાત

ઉદેશ્ય

ઈલેક્ટ્રીક વાહન દ્વારા પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવા

લાભાર્થી

ગુજરાતના તમામ નાગરિક

હેલ્પ લાઈન નંબર

79232 57251 , 23257253

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના નો હેતુ

આ યોજના લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે આ યોજનાના લાભાર્થી નવમા ધોરણથી કોલેજ સુધીના ના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના માટેની પાત્રતા

  • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
  • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • આધારકાર્ડ
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક ખાતા ની વિગતો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
  • હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
  • સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
  • શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
  • વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? 

  1. ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  3. એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
  4. જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.

Official Website 

https://geda.gujarat.gov.in


2 વ્હીલર ઇલેકટ્રીક વાહન ના ભાવ લિસ્ટ

Download

2 વ્હીલર ઇલેકટ્રીક વાહન અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ

Download 


2 વ્હીલર ઇલેકટ્રીક વાહન ના ભાવ લિસ્ટ

Download

3 વ્હીલર ઇલેકટ્રીક વાહન અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ

Download 


આ પણ વાંચો : 

ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો

આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી

i-ખેડૂત પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી

પીએમ મુદ્રા લોન યોજના ૨૦૨૨


ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના માટે વારંવાર પુછાતા પ્રશ્નો - FAQs

પ્રશ્ન 1: ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા યોજનામાં કોણ અરજી કરી શકે છે

જ્વાબ: ઈલેક્ટ્રિક સ્કૂટર યોજનામાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અને E રિક્ષા યોજનામાં થ્રી-વ્હીલર લાયસન્સ ધરાવતી વ્યક્તિઓ અરજી કરી શકે છે.

પ્રશ્ન 2: ટુ વ્હીલર સબસિડી યોજના ગુજરાતનું અરજીપત્રક મેળવવા માટેની વેબસાઇટ કઈ છે?

જવાબ: આ યોજના માટેનું અરજી ફોર્મ GEDAની વેબસાઇટ https://geda.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

પ્રશ્ન 3: ઇલેક્ટ્રિક બાઇક સબસિડીમાં તમને કેટલી સબસિડી મળે છે?

જવાબ: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે 12,000 વિદ્યાર્થી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પ્રશ્ન 4: ઇલેક્ટ્રિક રિક્ષા માટે વ્યક્તિગત અને સંસ્થાને કેટલી સબસિડી આપવામાં આવે છે?

જવાબ: થ્રી વ્હીલર માટે વ્યક્તિ અને સંસ્થાને 48,000 રૂ. ની સબસિડી ચૂકવવામાં આવે છે.

પ્રશ્ન 5: હું આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકું?

જવાબ: ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પસંદ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના હાલમાં ઓનલાઈન લૉન્ચ કરવામાં આવી નથી તેથી લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે GEDA ઑફિસ અને સૂચિબદ્ધ ડીલરોનો સંપર્ક કરવો પડશે.

Post a Comment

Previous Post Next Post