યુટ્યુબનું બિઝનેસ મોડેલ શું છે? યુટ્યુબ કમાણી કેવી રીતે કરે છે? | Youtube Business Model in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

યુટ્યુબ પર દર મિનિટએ 500 કલાકોના વિડિયો અપલોડ થાય છે અને 250 કરોડ જેટલા દર મહિને વપરાશકર્તા વિડિયો જોવા માટે આવે છે. યુટ્યુબ પર દરરોજ ટોટલ કરોડો કલાકોના વિડિયો જોવામાં આવે છે.

યુટ્યુબ દુનિયાનું સૌથી મોટું વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે અને ગૂગલ પછી યુટ્યુબ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું વધારે યુઝરવાળું સર્ચ એંજિન છે.

#Ad

આજે આપણે યુટ્યુબ વિશે જાણીશું કે યુટ્યુબ પૈસા કેવી રીતે કમાય છે, તે કામ કેવી રીતે કરે છે તેના વિશે જાણકારી મેળવીશું. (Youtube Business Model in Gujarati)

યુટ્યુબ કમાણી કેવી રીતે કરે છે?

યુટ્યુબ શું છે? – What is Youtube?

યુટ્યુબ (Youtube) એક વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે જેમાં કોઈ પણ વ્યક્તિ વિડિયો અપલોડ કરી શકે છે અને વિડિયો જોઈ શકે છે. યુટ્યુબ પર અલગ-અલગ કેટેગરીમાં વિડિયો અપલોડ થાય છે અને તેને જોવાવાળાની પણ સંખ્યા ખૂબ વધારે છે.

યુટ્યુબની શરૂઆત Chad Hurley, Steve Chen અને Jawed Karim દ્વારા 14 ફેબ્રુઆરી, 2005 માં કરવામાં આવી હતી અને ઓક્ટોમ્બર 2006માં ગૂગલ કંપનીએ યુટ્યુબને $1.65 અબજ ડોલરમાં ખરીદી લીધું અને ત્યારથી યુટ્યુબ કંપની ગૂગલની માલિકી છે.

#Ad

યુટ્યુબ કામ કેવી રીતે કરે છે? – How Youtube Works?

હવે ચાલો જાણીએ યુટ્યુબ કામ કેવી રીતે કરે છે.

યુટ્યુબ પર ત્રણ પ્રકારના લોકો આવે છે જેમાં ક્રિએટર્સ (Creators), દર્શકો (Viewers) અને જાહેરાતકર્તા (Advertisers).

Creators: ક્રિએટર એટલે એવા લોકો હોય છે જે યુટ્યુબ પર વિડિયો બનાવીને અપલોડ કરે છે. ક્રિએટર યુટ્યુબ પર પોતાની ચેનલ બનાવે છે અને તેમાં પોતાના મનપસંદ વિષયો પર વિડિયો બનાવે છે.

Viewers: દર્શકો એટલે એવા લોકો જે યુટ્યુબ પર વિડિયો જોવા માટે આવે છે. યુટ્યુબ પર ક્રિએટર દ્વારા અલગ-અલગ પ્રકારના વિડિયો અપલોડ કરવામાં આવે છે અને દર્શકો તેમના વિડિયો જોવે છે જેમાંથી દર્શકોને કઈક નવું શીખવા, જાણવા અને નવા-નવા ક્રિએટર સાથે જોડાવાની તક મળે છે.

#Ad

Advertisers: જાહેરાતકર્તા એટલે એવા લોકો જે યુટ્યુબ પર જાહેરાતો ચલાવે છે. જાહેરાતકર્તા કોઈ બિઝનેસ મેન અથવા એવા વ્યક્તિઓ જેમને પોતાના પ્રોડક્ટનું માર્કેટિંગ અથવા પોતાના પ્રોડક્ટનું વેચાણ ઓનલાઇન યુટ્યુબ દ્વારા કરવું છે.

હવે યુટ્યુબને ખબર છે કે યુટ્યુબ પર દર્શકો કોણ છે, તેઓ કેવા વિડિયો જોવે છે, તેમની ઉંમર શું છે, તેમનો રસ કયા વિષયમાં છે, તેઓ કયા રાજ્ય કે દેશમાં રહે છે.

યુટ્યુબ આ બધા ડેટાને એકત્રિત કરે છે અને જાહેરાતકર્તાઓ પોતાના પ્રોડક્ટને લાગતું ટાર્ગેટ સિલેક્ટ કરીને યુટ્યુબ પર જાહેરાતો ચલાવે છે.

જેમ કે કોઈ જાહેરાતકર્તાને બિસ્કિટનું માર્કેટિંગ કરવું છે તો જાહેરાતકર્તા યુટ્યુબને કહેશે કે મારી જાહેરાતો એવા જ દર્શકોને બતાવો જેમને બિસ્કિટ ગમતા હોય, જેઓ બિસ્કિટને લગતા વિડિયો જોતાં હોય. (આનાથી તે જાહેરાત એવા લોકો પાસે જ પહોચશે જેમને બિસ્કિટમાં રસ હોય અને તેઓ બિસ્કિટને ખરીદી શકે, આનાથી બિસ્કિટનું વેચાણ વધે છે.)

#Ad

એક વખત યુટ્યુબ પર વિડિયો બનાવવા વાળા લોકો આવ્યા તેના પછી યુટ્યુબ પર વિડિયો જોવા વાળા લોકો આવ્યા અને જ્યાં લોકો હોય ત્યાં જ માર્કેટિંગ કરવા માટે જાહેરાતકર્તા આવે છે.

આ રીતે જ્યારે જાહેરાતકર્તા યુટ્યુબ પર પોતાના પ્રોડક્ટને લગતી જાહેરાતો ચલાવે છે ત્યારે જાહેરાતકર્તાને યુટ્યુબને પૈસા આપવા પડે છે જેમાં થોડા પૈસા યુટ્યુબ પોતે રાખે છે અને બીજા પૈસા વિડિયો બનાવનાર ક્રિએટર્સને આપે છે જેનાથી યુટ્યુબ પોતે પણ કમાણી કરે અને વિડિયો બનાવનાર વ્યક્તિ પણ કમાણી કરે છે અને વિડિયો બનાવનાર ખુશ થાય એટલે એ આગળ વધારે વિડિયો યુટ્યુબ પર અપલોડ કરે છે.

આ રીતે યુટ્યુબ કામ કરે છે, યુટ્યુબ પોતે કોઈ વિડિયો નથી બનાવતુ. યુટ્યુબ પર આપણાં જેવા જ લોકો વિડિયો બનાવે છે અને આપણાં જેવા જ લોકો વિડિયો જોવે છે અને જાહેરાતો પણ આપણાં જેવા લોકો અને મોટી બ્રાન્ડ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે.

યુટ્યુબ કમાણી કેવી રીતે કરે છે? – How Youtube Earns Money?

1. જાહેરાતો – Advertisement

યુટ્યુબ પર આપણને હોમપેજમાં, વિડિયો જ્યારે ખોલીએ ત્યારે, વિડિયો જોતી વખતે નીચે અને વિડિયો જોતી વખતે વચ્ચે-વચ્ચે, જ્યારે યુટ્યુબ પર કોઈ વિડિયો સર્ચ કરીએ ત્યારે આપણને અલગ-અલગ પ્રકારની જાહેરાતો જોવા મળે છે.

#Ad

તો યુટ્યુબ પર આ જે પણ જાહેરાતો ચાલે છે તો યુટ્યુબને પોતાના પ્લૅટફૉર્મમાં આ જાહેરાતો ચલાવવાના પૈસા મળે છે.

2. યુટ્યુબ પ્રીમિયમ – Youtube Premium

યુટ્યુબનો એક પ્રીમિયમ પ્લાન છે જેમાં જો તમારે યુટ્યુબ પર વધારાની સુવિધા જોઈએ તો તમે યુટ્યુબને દર મહિને અમુક ચાર્જ ચૂકવીને તે વધારાની સુવિધાનો આનંદ લઈ શકો છો.

જેમ કે તમારે યુટ્યુબ પર 129/પ્રતિ મહિના ચુકવવાના હોય છે જેમાં તમને યુટ્યુબ પર કોઈ જાહેરાતો જોવા નથી મળતી, વિડિયોને તમે ઓફલાઇન ડાઉનલોડ કરી શકો છો, યુટ્યુબ પર ગીતો સાંભળતી વખતે પણ તમને કોઈ જાહેરાતો જોવા નથી મળતી, તમે યુટ્યુબની સાથે કોઈ અન્ય એપ ખોલો ત્યારે પણ તે યુટ્યુબ વિડિયોને નાની સ્ક્રીનમાં જોઈ શકો છો.

આવા ફીચર્સ યુટ્યુબ પ્રીમિયમમાં જોવા મળે છે.

#Ad

ઘણા લોકોને પોતાના સમયની કિંમત ખબર હોય છે અને તેઓ જાહેરાતોથી બચવા માટે અને જાહેરાતો જોવામાં તેમનો સમય ન બગડે એ માટે યુટ્યુબ પ્રીમિયમને ખરીદે છે અને તેમને ફાયદો થાય છે અને યુટ્યુબને પણ.

3. યૂટ્યૂબ ચેનલ મેમ્બરશિપ – Youtube Channel Membership

ઘણી યુટ્યુબ ચેનલો પોતાના ચેનલમાં મેમ્બરશિપ ફીચરને ચાલુ કરે છે અને જેમાં તે ચેનલના સબ્સક્રાઇબર તે ચેનલને પ્રતિ મહિને પૈસા આપે છે અને તેમના મેમ્બરશિપ પ્લાનમાં જોડાય છે.

આનાથી તે ચેનલ એવા સ્પેશલ વિડિયો બનાવે છે જે એમના મેમ્બરશિપ પ્લાનમાં જોડાયેલા સબ્સક્રાઇબરને જ જોવા મળે અને આમાં જે સબ્સક્રાઇબર તે ચેનલના મેમ્બરશિપમાં જોડાવા માટે પૈસા આપે છે તેમાં થોડા પૈસા યુટ્યુબને મળે છે અને બાકીના પૈસા તે ચેનલના માલિકને મળે છે.

4. લાઈવ સ્ટ્રીમ – Live Stream

જ્યારે કોઈ યુટ્યુબર તેમની ચેનલમાં લાઈવ સ્ટ્રીમ કરે છે જેમ કે ગેમિંગ ચેનલો, કલાકારો વગેરે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરતાં હોય છે જેમાં તેમના લાઈવ જોવા વાળા દર્શકો તે યુટ્યુબરને ચેટ દ્વારા પૈસા મોકલે છે અને અમુક સ્ટિકર યુટ્યુબ પાસેથી ખરીદીને તે ક્રિએટરને મોકલે છે.

#Ad

આનાથી દર્શકો દ્વારા મોકલેલા પૈસા અને ખરીદેલા સ્ટિકરની કમાણી તે યુટ્યુબરને મળે છે અને યુટ્યુબને પણ મળે છે.

5. સુપર થેંક્સ – Super Thanks

જ્યારે આપણે યુટ્યુબ પર વિડિયો જોઈએ છીએ ત્યારે વિડિયો જોવા વાળા દર્શકો તે વિડિયોની નીચે આપેલા “Super Thanks” બટન દ્વારા તે વિડિયો બનાવનાર વ્યક્તિને ડાઇરેક્ટ પૈસા મોકલી શકે છે અને જેમને પૈસા મોકલ્યા હોય તો તેમની ટિપ્પણી તે વિડિયોના કમેંટ બોક્સમાં હાઇલાઇટ પણ થાય છે.

આમાં દર્શકો જે પૈસા તે વિડિયો બનાવનાર વ્યક્તિને મોકલે છે તો તેમાં અમુક ટકાવારી યુટ્યુબ રાખે છે અને અમુક ટકાવારી પૈસા તે ક્રિએટરને મળે છે.

નિષ્કર્ષ

આ રીતે યુટ્યુબ ઘણી અલગ-અલગ રીતે પૈસા કમાય છે. યુટ્યુબ હજુ ઘણા અલગ-અલગ નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા યુટ્યુબ પર વિડિયો બનાવનાર ક્રિએટર વધારે પૈસા કમાય અને યુટ્યુબ પણ તેમાંથી વધારે કમાણી કરી શકે.

હાલ યુટ્યુબ ઘણા ફીચર લાવવાની તૈયારીમાં છે જેમ કે તેઓ યુટ્યુબ શોર્ટ્સ પર પણ જાહેરાતો લાવીને કમાણી કરશે અને યુટ્યુબ પર કોર્સ ફીચર પણ લાવશે જેમાં ક્રિએટર કોર્સ વેચી શકશે.

2020માં યુટ્યુબએ $19.8 અબજ ડોલરની કમાણી કરી હતી અને 2021માં યુટ્યુબએ $28.8 અબજ ડોલરની કમાણી જાહેરાતો દ્વારા કરી હતી.

આશા છે કે આજની આ જાણકારી યુટ્યુબના બિઝનેસ વિશેની તમને ઉપયોગી થશે.

અન્ય પોસ્ટ પણ વાંચો:

Leave a Comment