ડ્રાઇવિંગ લાઇસન્સ માટે appointment કેવી રીતે લેવી ? | Slot Booking for Learning/Driving licence in Gujarat

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે કમ્પ્યુટર ટેસ્ટ માટે appointment લેવાની હોય છે અને લર્નિંગ લાઇસન્સ આવી ગયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે તેના માટે પણ ઓનલાઇન appointment લેવાની હોય છે

તે ઓનલાઇન appointment કેવી રીતે લેવી એ તમને આજ ના આર્ટિકલ માં જાણવા મળશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ નું ફોર્મ કેવી રીતે ભરવું એ તમને ખ્યાલ ન હોઈ તો તમે આ આર્ટિકલ જોઈ શકો છો જેમાં Step By Step સમજાવવામાં આવ્યું છે


લર્નિંગ લાઇસન્સ માટે Appointment કેવી રીતે લેવી તે નીચે મુજબ છે.


  1. સૌપ્રથમ તમારે Parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યારબાદ drivers/Learners Licence પર ક્લિક કરવું. ત્યાર બાદ રાજ્ય select કરવાનું રહેશે.


  2. ત્યાર બાદ સ્ક્રોલ કરતાં જ Appointment નામનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.


  3. Appointment પર ક્લિક કરતા નવું પેજ ખુલશે એમાં Slot Booking પર ક્લિક કરી ને LL Test Slot Booking પર જવાનું રહેશે.


  4. ત્યાર બાદ તમે Registration કર્યા બાદ જે Application number તમને મળ્યા હશે તે Application number અને જન્મતારીખ એન્ટર કરવાની રહેશે. અને CAPTCHA ભરી ને Submit પર ક્લિક કરવું.


  5. તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તારીખ અને સમય select કરવાનો રહેશે જે તારીખે તમારે ટેસ્ટ આપવા જવુ છે તે તારીખ અને સમય select કરવું. જ્યાં લીલો કલર છે તમે તે તારીખ લઈ શકો છો.


  6. એ બધું થયાં બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે જે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે ત્યાર બાદ જે slot book કર્યો છે તેની Acknowledge slip આવશે એ download કરી પ્રિન્ટ કઢાવી તમારી સાથે RTO લઈ જવાનું રહેશે.



ડ્રાઇવિંગ લાઇસન્સ માટે Appointment કેવી રીતે Book કરવી તે નીચે મુજબ છે.

ઉપર જણાવ્યા પ્રમાણે બધા સ્ટેપ સરખા જ છે પરંતુ 3 STEP પર LL Test Slot Booking ની જગ્યા એ તમારે DL Test Slot Booking પર ક્લિક કરવાનું રહેશે.

 

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે Retest Appointment કેવી રીતે લેવી?

તો તમને ખબર પડી ગઈ હશે કે લર્નિંગ/ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન Appointment કેવી રીતે લેવી. જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતા બીજા કોઈ પ્રશ્ન હોય જેવાકે ડ્રાઇવિંગ લાઇસન્સ નું ફોર્મ કેવી રીતે ભરવું, ફોટો અને સાઈન કેવી રીતે અપલોડ કરવા કે પછી કેવી રીતે Resize કરવા જે નીચે આપેલી લિંક દ્વારા જાણી શકો છો. અને આર્ટિકલ પણ વાંચી શકો છો.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી?

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે documents ની સાઈઝ ઓછી કેવી રીતે કરવી?

ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો આ રીતે ! 

Post a Comment

Previous Post Next Post