હવે બેંક એકાઉન્ટ માં પૈસા નહી હોય તો પણ તમે UPI થી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો | UPI Now Pay Later [New Feature]

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

હવે તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ તમે યુપીઆઈ થી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો હમણાં જ આરબીઆઈ દ્વારા UPI માં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જેનું નામ છે UPI Now Pay Later. આ નવા ફીચરની મદદથી હવે તમે તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ કોઈપણ વસ્તુ માટે પેમેન્ટ કરી શકો છો.

તમે કોઈપણ દુકાનમાં ગયા ખરીદી કરવા માટે અને તમારા એકાઉન્ટમાં પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી કેમકે હવે એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ હવે તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેન્ક કે હવે યુપીઆઈ યુઝર્સ માટે ક્રેડિટ લાઇન સર્વિસ ની મંજૂરી આપી દીધી છે જેમાં તમે એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

UPI Now Pay Later

UPI Now Pay Later નો ઉપયોગ કેવી રીતે કરવો

યુપીઆઈ નાઉ પે લેટર નો ઉપયોગ કરવા માટે તમારે પહેલા બેન્ક પાસે ક્રેડિટ લાઇન ની એપ્રુવલ લેવી પડશે અને ત્યારબાદ બેંક તમને લિમિટ નક્કી કરીને આપશે કે આ લિમિટ સુધી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

UPI Now Pay Later નો ઉપયોગ કરતી વખતે તમારે જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી કરો ત્યારે તમે કોઈપણ પૈસા આપ્યા વગર ખરીદી કરી શકો છો. અને પૈસા ચૂકવવા માટે બેંક તમને 45 દિવસનો સમય આપશે. એ સમય દરમિયાન તમારે જેટલા પણ પૈસા છે તે ચૂકવી દેવાના રહેશે.

જો પૈસા ચૂકવવામાં તમે નિષ્ફળ થશો તો બેંક જેટલા પણ પૈસા છે તેના ઉપર તેનું વ્યાજ લેવામાં આવશે. જે વ્યાજનો દર અલગ અલગ બેંક ઉપર નિર્ભર કરે છે. 

કઈ કઈ બેંક માં ઉપયોગ કરી શકીએ

હાલમાં અત્યારે HDFC Bank અને ICICI Bank માં ખાતા ધારકો આ યુપીઆઈ ના પે લેટરનો ઉપયોગ કરી શકો છો તમે. 

કેટલા રૂપિયા સુધીની લિમિટ હશે

અત્યારે HDFC Bank અને ICICI Bank ક્રેડિટ લાઇન ઉપર તમને 50,000 રૂપિયા સુધી ખરીદી કરી શકો છો. તે ખાતાધારકના ક્રેડિટ પર નિર્ભર કરે છે. 

આ ફીચર નો ઉપયોગ માત્ર તમે કોઈપણ વેપારી હોય તેના માટે કે કોઈપણ વસ્તુ ખરીદવા માટે જ ઉપયોગ કરી શકો છો. કોઈપણ વ્યક્તિને તમારે જો પૈસા મોકલવા હોય તો તમે આ ફીચરનો ઉપયોગ નથી કરી શકતા.

ટૂંક સમયમાં આરબીઆઇએ જણાવ્યું છે કે ઘણી બધી બેંક આ ફીચરનો ઉપયોગ કરતી જોવા મળશે.

Leave a Comment