ટાટા કંપની દ્વારા ₹25,000 ની શિષ્યવૃતિ મેળવો | પારસ સ્કોલરશીપ પ્રોગ્રામ | Tata AIA Life Insurance PARAS Scholarship 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Tata PARAS Scholarship Programme 2023-24 : ટાટા પારસ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ ભારત માં આર્થિક રીતે નબળા વર્ગ ના બાળકો આગળ ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ આપવાના હેતુ થી Tata AIA Life Insurance Company Limited (Tata AIA) દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં વિધ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા સુધી ની વાર્ષિક સ્કોલરશીપ મળવાપત્ર છે.  

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ ટાટા પારસ સ્કોલરશીપ યોજના તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો. 

#Ad
Tata AIA PARAS Scholarship 2023

Tata AIA PARAS Scholarship Programme 2023-24

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામPARAS Scholarship Programme
સંસ્થા નું નામTATA AIA Life Insurance Company Limited
લાભાર્થીઓડિપ્લોમા, ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ.25,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટOfficial Website

પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

 • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
 • વિદ્યાર્થી એ છેલ્લા વર્ષ માં ઓછામાં ઓછા 50% ટકા મેળવેલ હોવા જોઈએ
 • વિદ્યાર્થીના પરિવારની આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ.
 • ભારત ની માન્ય સંસ્થાઓ માંથી અંડર ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને નીચે પ્રમાણે લિસ્ટ માં અભ્યાસ કરતો હોવો જોઈએ
ડિપ્લોમાઅંડરગ્રેજ્યુએટપોસ્ટ ગ્રેજ્યુએટ
Commerce, Economics, Accounting & Finance, Banking, Insurance, Management, Data Science, Statistics, Risk Management અને અન્ય  સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓB.Com., BBA, B.Sc., B.A., and BBI in Commerce, Economics, Accounting & Finance, Banking, Insurance, Management, Data Science, Statistics, Risk Management અને અન્ય  સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓM.Com., M.Sc., M.A. વગેરે Banking, Insurance, Management અને અન્ય  સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ

નોંધ: 

 • Tata AIA & Buddy4Study ના કર્મચારીઓના બાળકો સ્કોલરશીપ મેળવવા પાત્ર નથી.
 • અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PwD) અને છોકરીઓના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • કોવિડ-અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે કે જેમણે જાન્યુઆરી 2020 થી તેમના કોઈપણ કમાતા સભ્યો/માતાપિતા ગુમાવ્યા છે અથવા જેમના કમાતા કુટુંબના સભ્યોએ રોગચાળા દરમિયાન આજીવિકા/રોજગાર ગુમાવ્યો છે.

મળવાપત્ર સ્કોલરશીપ

ડિપ્લોમાઅંડરગ્રેજ્યુએટપોસ્ટ ગ્રેજ્યુએટ
15,000 રૂપિયા વર્ષે15,000 રૂપિયા વર્ષે25,000 રૂપિયા વર્ષે

જરૂરી ડોક્યુમેન્ટસ

Tata PARAS Scholarship Programme માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

 • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
 • સરનામા નો પુરાવો
 • અભ્યાસ ના છેલ્લા વર્ષ ની માર્કશીટ
 • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A,સેલેરી સ્લીપ)
 • જાતિ નો દાખલો(જો જરૂર હોય તો)
 • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (વિધ્યાર્થી અથવા પેરેન્ટ્સ)
 • ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
 • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

આ પણ વાંચો:

#Ad

PARAS Scholarship Programme માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ટાટા પારસ સ્કોલરશીપ પ્રોગ્રામ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

 1. PARAS Scholarship Programme નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Buddy4Study વેબસાઈટ પર જવાનું રહેશે. 
 2. ત્યારબાદ તમારે લાગુ પડતી સ્કોલરશીપ પર Apply Online ક્લિક કરવાનું રહેશે. 
 3. જો તમે Buddy4Study પોર્ટલ પર પહેલી વાર આવો છો તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે. 
 4. એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application’ બટન પર ક્લિક કરો.
 5. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
 6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
 7. ‘Terms and Conditions’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
 8. જો અરજદારે ભરેલી બધી વિગતો ‘Preview’  સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

સ્કોલરશીપ માટે સિલેક્શન પ્રોસેસ

‘પારસ સ્કોલરશીપ પ્રોગ્રામ’ માટે વિધાર્થીઓની પસંદગી તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે કરવામાં આવશે. તેમાં નીચેની વિગત મુજબ પ્રક્રિયાનો સમાવેશ થાય છે

 • અરજદારોની તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે લિસ્ટ બનાવવામાં આવશે. 
 • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે. 
 • અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ દ્વારા અંતિમ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અને ત્યારબાદ સ્કોલરશીપ માટે પસંદ થયેલ ઉમેદવાર ને સ્કૉલરશીપ આપવામાં આવશે.

આ પણ વાંચો:

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email ID[email protected] 
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ15 ડિસેમ્બર 2023

વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : ‘પારસ સ્કોલરશીપ પ્રોગ્રામ’ માટે કોણ કોણ અરજી કરી શકે?

#Ad

જવાબ : અંડર ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ અને તેમ 50% કે તેથી વધારે ગુણ મેળવેલ હોવો જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

પ્રશ્ન 2 : શું કોઈપણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેનું બીજું વર્ષ છે તે અરજી કરી શકે. 

જવાબ : હા, તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો. 

પ્રશ્ન 3 : ‘પારસ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

#Ad

જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 છે. 

પ્રશ્ન 4 : Tata Paras Scholarship અરજી માટે વેબસાઇટ શું છે?

જવાબ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com/page/paras-scholarship-programme છે.

Source And Reference

Leave a Comment