SBIF આશા શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2023 એ SBI ફાઉન્ડેશન દ્વારા ધો 6 થી 12 માં અભ્યાસ કરતાં માટે જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને નાણાકીય સહાય પૂરી પાડે છે. પસંદ કરેલ ઉમેદવાર ને રૂ.10,000 સુધી ની વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે.
તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ SBI ફાઉન્ડેશન સ્કોલરશીપ પ્રોગ્રામ તરફથી શિષ્યવૃતિ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
SBIF Asha Scholarship Program 2023-24
સંસ્થા નું નામ | SBI Foundation |
શિષ્યવૃત્તિ નું નામ | SBIF Asha Scholarship |
લાભાર્થીઓ | ધો 6 થી 12 ના વિધાર્થીઓ |
મળવાપાત્ર રકમ | રૂ.10,000 સુધી સહાય |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
અરજી કરવા માટે વેબસાઇટ | www.buddy4study.com |
પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે
- ધો 6 થી 12 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ
- છેલ્લા વર્ષ માં ઓછા માં ઓછા 75% ગુણ મેળવેલ હોવા જોઈએ
- વાર્ષિક કૌટુંબિક આવક INR 3,00,000 થી ઓછી હોવી જોઈએ.
- ભારત માંથી બધા વિધાર્થીઓ અરજી કરી શકે
સ્કોલરશીપ ના ફાયદા
પસંદ કરેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ INR 10,000 ની વાર્ષિક નાણાકીય સહાય મળવા પ્રાપ્ત રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટસ
SBI Foundation Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:
- અગાઉ ના વર્ષ ની માર્કશીટ
- અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ)
- પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (સરકાર દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A,અથવા સેલેરી સ્લીપ વગેરે)
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું બોનાફાઇડ સર્ટિફિકેટ, ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
આ પણ વાંચો: ફ્રીશીપ કાર્ડ કેવી રીતે કઢાવવું તે જાણો
SBIF આશા સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઈચ્છા ધરાવતા ઉમેદવાર SBIF Asha Scholarship માટે ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:
- SBIF આશા શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ www.buddy4study.com નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી વેબસાઈટ માં જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
- ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે
- ઉપર મુજબ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “Kotak Kanya Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
- Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે
- ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
- “Apply Now” પર ક્લિક કર્યા પછી સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરશો.
- ઉપર જણાવ્યા પ્રમાણે Check Eligibility” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શેક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
- લાસ્ટ માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.
સ્કોલરશીપ માટે સિલેક્શન પ્રોસેસ
‘સ્કૂલ વિદ્યાર્થીઓ માટે SBIF આશા શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2023’ માટે વિધાર્થીઓની પસંદગી તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય જરૂરીયાતોના આધારે કરવામાં આવશે. નીચે પ્રમાણે સ્ટેપ માં પસંદગી કરવામાં આવશે.
- વિધાર્થીઓ ના પાત્રતા અને માપદંડ આધારે લિસ્ટ બનાવમાં આવશે.
- જરૂરી ડોક્યુમેંટ્સ ચેક કરવામાં આવશે
- દસ્તાવેજ ચકાસણી પછી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
આ પણ વાંચો:
- ₹75,000 ની શિષ્યવૃતિ મેળવો : નિરંકારી રાજમાતા સ્કોલરશીપ યોજના
- ₹50,000 શિષ્યવૃતિ : બાબા ગુરબચન સિંઘ સ્કોલરશીપ
- TATA કંપની દ્વારા ₹12,000 સુધી ની શિષ્યવૃતિ મેળવો
- HDFC Bank તરફ થી રૂ. 75,000 સુધી સ્કૉલરશિપ મેળવો
- વિધ્યાર્થીનીઓ માટે 1.50 લાખ સુધી ની કોટક કન્યા શિષ્યવૃત્તિ
સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:
ઓફિસિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
[email protected] | |
હેલ્પલાઈન નંબર | 011-430-92248 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
Disclaimer
અહીં આપેલી તમામ માહિતી માત્ર રેફરન્સ હેતુ માટે છે. જેમાં અમે વિધાર્થીઓના લાભ માટે સ્કોલરશીપ લિસ્ટ બનાવી છીએ અને આર્ટીકલ લખીએ છીએ. અમારી વેબસાઇટ InfoGujarati અહી આપેલ ડેટ ની ચોકસાઇ માટે બાહેંધરી આપતું નથી. તેથી અરજી કે કોઈ માહીતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લેવો. જે અમે દરેક આર્ટીકલ માં Official Website ની લિન્ક આપેલી હોય છે.