ધો 12 પાસ માટે રૂ 2,00,000 સુધી સ્કોલરશીપ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા | Reliance Foundation Scholarships 2023-24 Apply Online and Last Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Reliance Foundation Scholarships 2023-24: રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી પ્રેરાઈ ને આ રિલાયન્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓ  માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ ચલાવવામાં આવે છે જે છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે કર્તવ્ય છે જેમાં 5000 વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખ સુધી વાર્ષિક સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. 

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો. 

Reliance Foundation Scholarships

Reliance Foundation Scholarships 2023-24

શિષ્યવૃત્તિ નું નામReliance Foundation Scholarships
સંસ્થાReliance Foundation
લાભાર્થીઓકોલેજ કરતાં વિધ્યાર્થી (12 પાસ)
મળવાપાત્ર રકમરૂ. 2,00,000 સુધી (વાર્ષિક) સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓકટોબર 2023
સત્તાવાર વેબસાઇટOfficial Website


પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

  • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  •  ધોરણ 12 માં ઓછામાં ઓછા 60% ટકા મેળવેલ હોવા જોઈએ
  • વિદ્યાર્થી અત્યારે અંડર ગ્રેજ્યુએટ (બીકોમ, બીબીએ, બીસીએ વગેરે) ડિગ્રીમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને ભણતો હોવો જોઈએ
  • વિદ્યાર્થીના પરિવારની આવક 15 લાખથી ઓછી હોવી જોઈએ. ( અઢી લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓના પરિવારને પ્રાધાન્ય આપવામાં આવશે)
  •  સ્કોલરશીપ મેળવવા માટે એપટીટ્યુડ ટેસ્ટ આપવી ફરજીયાત છે

 કયા કયા વિદ્યાર્થી આ સ્કોલરશીપ મેળવી શકતા નથી

  • જે વિદ્યાર્થીઓ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે 
  • જે વિદ્યાર્થીઓએ એક્સટર્નલ અથવા ઓનલાઈન અભ્યાસ કરેલો છે તે વિદ્યાર્થીઓ
  • ધોરણ 10 પાસ કરી ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીઓ 
  • જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જાય તેવા વિદ્યાર્થીઓ

મળવાપાત્ર સ્કોલરશીપ

  • અભ્યાસ (ડિગ્રી) પૂરો થાય ત્યાં સુધી રૂપિયા બે લાખ સુધીની સ્કોલરશીપ મળશે. 

આ પણ વાંચો:



જરૂરી ડોક્યુમેન્ટસ

Reliance Foundation Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ, ધોરણ 12 શાળા છોડવાનું પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ 
  • ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ)
  • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

Reliance Foundation Scholarship માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Reliance Foundation Scholarship માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  1. Reliance Foundation Scholarship નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Reliance Foundation વેબસાઈટ પર જવાનું રહેશે અને તેમાં ઍપ્લિકેશન ફોર્મ ભરવું પડશે.
  2. ત્યારબાદ તમને અમુક પ્રશ્નો પૂછવામાં આવશે તેના જવાબ આપવાના રહેશે.
  3. જો તમે તેના માટે પાત્ર હશો તો તમને એક લોગીન માટે ઇમેલ આવશે તેમાં તમારા આઈડી અને પાસવર્ડ લખેલા હશે
  4. આઈડી પાસવર્ડ આવ્યા પછી અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
  5. તે આઈડી પાસવર્ડ ની મદદથી તમારે રિલાયન્સ ફાઉન્ડેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લૉગિન કરવાનું રહેશે અને વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.
  6. ત્યારબાદ તમારે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

સ્કોલરશીપ માટે પસંદગી પ્રક્રિયા

  • સ્કોલરશીપ માટે અરજી કર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે. 
  • ત્યારબાદ તમારી એક એપ્ટીટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે. જે ટેસ્ટનો સમય 60 મિનિટનો હશે અને 60 MCQs હશે.
  • ત્યારબાદ તે ટેસ્ટના માર્કને આધાર રાખીને તમારું સિલેક્શન કરવામાં આવશે.
  • જો તમે ટેસ્ટમાં પાસ થઈ ગયા હશો તો તેમાંથી 5000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. 


આ પણ વાંચો:

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email [email protected]
હેલ્પલાઈન નંબર(011) 4117 1414
Whatsapp7977 100 100
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓકટોબર 2023

વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ માટે કોણ કોણ અરજી કરી શકે?

વિદ્યાર્થી માન્ય સંસ્થામાંથી 12 પાસ અને તેમ 60% કે તેથી વધારે ગુણ મેળવેલ હોવો જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ. અને અત્યારે તે કોઈપણ કોર્સમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ કરતો હોવો જોઈએ. 

શું  ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે?

ના,  માત્ર ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ અને અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે.

શું કોઈપણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેનું બીજું વર્ષ છે તે અરજી કરી શકે. 

ના,  કોઈ પણ કોર્સ માટે પહેલું વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ

રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઑક્ટોબર 2023 છે. 

Reliance Foundation Scholarship અરજી માટે વેબસાઇટ શું છે?

અરજી કરવા માટે વેબસાઇટ https://scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx છે.

Source And Reference

Leave a Comment