₹25,000 સુધી સ્કોલરશીપ : LIC વિદ્યાધન સ્કોલરશીપ 2023 ઓનલાઇન અરજી કરો | LIC HFL Vidyadhan Scholarship 2023 Apply Online and Last Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

LIC HFL Vidyadhan Scholarship 2023 : LIC વિદ્યાધન શિષ્યવૃત્તિ નો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરી લીધું છે અને ધોરણ 11 થી કોલેજ કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરી રહ્યા છે તે લોકો આ સ્કોલરશીપ હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ₹25,000 સુધીની નાણાકીય સહાય મેળવી શકે છે.

તો આપણે આર્ટિકલ દ્વારા જાણીશું LIC વિદ્યાધન શિષ્યવૃત્તિ નું ફોર્મ કેવી રીતે ભરવું, કોણ લાભ લઈ શકે અને તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad

LIC HFL Vidyadhan Scholarship 2023

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામLIC વિદ્યાધન સ્કોલરશીપ
કોના દ્વારા શરૂ કરવામાં આવીLIC Housing Finance Limited
લાભાર્થીઓધોરણ 11 થી પોસ્ટ ગ્રેજયુએટ વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ. 25000 સુધી (વાર્ષિક)
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓકટોબર 2023
સત્તાવાર વેબસાઇટwww.buddy4study.com
આ પણ વાંચો: જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું

LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ 2023 માટે પાત્રતા માપદંડ

ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે

  • ભારતની કોઈપણ માન્ય સંસ્થા માં ધોરણ 11 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 60% કરતા વધુ માર્કસ મેળવ્યા હોવા જોઈએ.
  • અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક INR 3,60,000 થી વધુ ન હોવી જોઈએ.

કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે

  • ભારતની કોઈપણ માન્ય માન્ય કોલેજ/યુનિવર્સિટી/સંસ્થા માં 2023-24 માં ગ્રેજયુએશન ના ત્રણ વર્ષ ના કોઈપણ પ્રવાહ ના પહેલા વર્ષ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • વિદ્યાર્થીઓએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા 60% સુધી માર્કસ મેળવ્યા હોવા જોઈએ.
  • અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક INR 3,60,000 થી વધુ ન હોવી જોઈએ.

પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ માટે

  • ભારતની કોઈપણ માન્ય માન્ય કોલેજ/યુનિવર્સિટી/સંસ્થા માં 2023-24 માં પોસ્ટ-ગ્રેજયુએશન ના પહેલા વર્ષ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • વિદ્યાર્થીઓએ કોલેજ પરીક્ષામાં ઓછામાં ઓછા 60% સુધી માર્કસ મેળવ્યા હોવા જોઈએ.
  • અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક INR 3,60,000 થી વધુ ન હોવી જોઈએ.

મળવાપત્ર સ્કોલરશીપ સહાય

ધોરણ 11 માટેકોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેપોસ્ટ ગ્રેજયુએટ
2 વર્ષ માટે INR 15,000 પ્રતિ વર્ષ (વર્ગ 11 અને 12 માટે)3 વર્ષ માટે INR 25,000 પ્રતિ વર્ષ2 વર્ષ માટે INR 20,000 પ્રતિ વર્ષ

જરૂરી ડોક્યુમેન્ટસ

LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • આધાર કાર્ડ
  • અગાઉની શૈક્ષણિક લાયકાતની માર્કશીટ
  • આવકનો પુરાવો (ફોર્મ 16A/સરકારી અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર/સેલરી સ્લિપ વગેરે)
  • એડમિશન લેટર (શાળા/કોલેજ/યુનિવર્સિટી આઈડી કાર્ડ/બોનાફાઈડ પ્રમાણપત્ર, વગેરે)
  • ચાલુ શૈક્ષણિક વર્ષની ફીની રસીદ
  • સ્કોલરશીપ અરજદારની બેંક ખાતાની વિગતો (નોંધ: ગ્રામીણ/સહકારી બેંકોને મંજૂરી નથી)
  • વિકલાંગતા હોય તો તેનુ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર

LIC HFL વિદ્યાધન સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? – Apply Online For LIC HFL Vidyadhan Scholarship 2023

LIC HFL વિદ્યાધન સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

#Ad
  1. LIC વિદ્યાધન સ્કોલરશીપ શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ https://www.buddy4study.com વેબસાઈટ પર જવાનું રહેશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
  2. ત્યારબાદ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “LIC HFL Vidyadhan Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  4. Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે
  5. ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
  6. “Apply Now” પર ક્લિક કર્યા પછી Start Application ઓપ્શન પર ક્લિક કરશો.
  7. ઉપર જણાવ્યા પ્રમાણે “Check Eligibility” પર ક્લિક કરવાનું રહેશે.
  8. ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શેક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  9. અને છેલ્લે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.
  10. ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો:

LIC HFL Vidyadhan Scholarship 2023 માટે મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટwww.buddy4study.com
Email [email protected]
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓકટોબર 2023

LIC HFL Vidyadhan Scholarship માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્રશ્ન : LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ માટેની પસંદગી પ્રક્રિયા શું છે?

જવાબ : LIC HFL વિદ્યાધન શિષ્યવૃત્તિ માટે વિદ્વાનોની પસંદગી નીચેના માપદંડોના આધારે કરવામાં આવશે:

અરજદારનું મેરિટ: અગાઉની પરીક્ષામાં 60% અથવા તેથી વધુ ગુણ

#Ad

નાણાકીય જરૂરિયાત: ઓછી આવક જૂથના પરિવારોના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે [INR 3,60,000 (3.6 લાખ) કરતાં ઓછી વાર્ષિક આવક]

કટોકટીની સ્થિતિ: કોવિડ-અસરગ્રસ્ત બાળકો, સિંગલ પેરેન્ટ્સ દ્વારા સપોર્ટેડ વિદ્યાર્થીઓ, અનાથ, ગંભીર રીતે / ગંભીર રીતે બીમાર માતાપિતા ધરાવતા વિદ્યાર્થીઓ, છેલ્લા 12 મહિનામાં કમાતા સભ્યોની નોકરી ગુમાવનારા પરિવારોના વિદ્યાર્થીઓ.

છોકરીને પ્રાધાન્ય આપવામાં આવશે.

પ્રશ્ન : હું હાલમાં ધોરણ 12 માં અભ્યાસ કરું છું. શું હું આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકું?

#Ad

જવાબ : ના. આ શિષ્યવૃત્તિ ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે જેઓ હાલમાં ધોરણ 11/ પેલા વર્ષના કોલેજ , પેલા વર્ષના પોસ્ટ-ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં અભ્યાસ કરે છે.

પ્રશ્ન : LIC HFL Vidyadhan Scholarship માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓકટોબર 2023 છે. 

પ્રશ્ન : LIC HFL Vidyadhan Scholarship અરજી માટે વેબસાઇટ શું છે?

#Ad

જવાબ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com છે.

Source And Reference

Leave a Comment