HDFC Bank તરફ થી રૂ. 75,000 સુધી સ્કૉલરશિપ | HDFC Bank Parivartan Scholarship 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

HDFC Bank Parivartan Scholarship 2023 : વંચિત વર્ગના વિધાર્થીઓ જે જે હોશિયાર છે અને આગળ અભ્યાસ કરવા માંગે છે પરંતુ તેના પરિવાર ની નાણાકીય પરિસ્થિતિ ના કારણે અગન અભ્યાસ કરી શકતા નથી તેવા વિધાર્થીઓ માટે HDFC Bank તરફ થી HDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ આપવામાં આવે છે જે રૂ. 75,000 સુધી હોય છે.

તો આપણે આર્ટિકલ દ્વારા જાણીશું HDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ નું ફોર્મ કેવી રીતે ભરવું, કોણ લાભ લઈ શકે અને તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

HDFC Bank Parivartan Scholarship 2023

HDFC Bank Parivartan Scholarship 2023

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામHDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ
કોના દ્વારા શરૂ કરવામાં આવીHDFC BANK
લાભાર્થીઓધો 1 થી 12 અને diploma, ITI, polytechnic, UG and PG ના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ. 75,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.buddy4study.com

HDFC Bank Parivartan Scholarship 2023 માટે પાત્રતા માપદંડ

  • વિદ્યાર્થીઓએ અગાઉની લાયકાતની પરીક્ષા ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.
  • એવા અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વ્યક્તિગત અથવા કૌટુંબિક કટોકટીનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેઓ શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું ચાલુ રાખી શકતા નથી અને અભ્યાસ છોડી દેવાનું જોખમ છે.
  • માત્ર ભારતીય નાગરિકો જ આ સ્કૉલરશિપ નો લાભ લઈ શકે.

ધોરણ 1 થી 12, ડિપ્લોમા, ITI અને પોલિટેકનિક ના વિદ્યાર્થીઓ માટે

  • વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 1 થી 12, ડિપ્લોમા, ITI અને ખાનગી, સરકારી અથવા પોલિટેકનિક માં અભ્યાસ કરતા હોવા જોઈએ.

કોલેજ માં અભ્યાસ કરતાં ના વિદ્યાર્થીઓ માટે

  • વિદ્યાર્થીઓએ ભારતની માન્ય કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં કોલેજ ના અભ્યાસક્રમો (સામાન્ય અભ્યાસક્રમો- BCom, BSc, BA, BCA, વગેરે. અને વ્યાવસાયિક અભ્યાસક્રમો- BTech, MBBS, LLB, B આર્ક, નર્સિંગ) માં અભ્યાસ કરતાં હોવા જોઈએ.

પોસ્ટ ગ્રેજયુએટ માં અભ્યાસ કરતાં ના વિદ્યાર્થીઓ માટે

  • વિદ્યાર્થીઓએ ભારતની માન્યતા પ્રાપ્ત કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમો (સામાન્ય અભ્યાસક્રમો – MCom, MA, વગેરે. અને વ્યાવસાયિક અભ્યાસક્રમો – MTech, MBA, વગેરે) અભ્યાસ કરતાં હોવા જોઈએ.

સ્કોલરશીપ ના ફાયદા

ધોરણ 1 થી 12, ડિપ્લોમા, ITI અને પોલિટેકનિકકોલેજપોસ્ટ ગ્રેજયુએટ
વર્ગ 1 થી 6 માટે – INR 15,000
ધોરણ 7 થી 12, ડિપ્લોમા, ITI અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ માટે – INR 18,000
સામાન્ય અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે – INR 30,000
વ્યાવસાયિક અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે – INR 50,000
સામાન્ય અનુસ્નાતક અભ્યાસક્રમો માટે – INR 35,000
વ્યાવસાયિક અનુસ્નાતક અભ્યાસક્રમો માટે – INR 75,000

જરૂરી ડોક્યુમેન્ટસ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • પાછલા વર્ષની માર્કશીટ (2022-23)
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ/મતદાર આઈડી/ડ્રાઈવિંગ લાઇસન્સ)
  • વર્તમાન વર્ષનો ઍડ્મિશન લેટર (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા આઈડી કાર્ડ/બોનાફાઈડ પ્રમાણપત્ર) (2023-24)
  • અરજદાર બેંક પાસબુક/રદ થયેલ ચેક (માહિતી અરજી ફોર્મમાં પણ લેવામાં આવશે)
  • આવકનું પ્રમાણપત્ર (નીચે આપેલા ત્રણ પુરાવાઓમાંથી કોઈપણ)
    • ગ્રામ પંચાયત/વોર્ડ કાઉન્સેલર/સરપંચ દ્વારા જારી કરાયેલ આવકનો પુરાવો
    • SDM/DM/CO/તહેસીલદાર દ્વારા જારી કરાયેલ આવકનો પુરાવો
    • એફિડેવિટ
  • કૌટુંબિક/વ્યક્તિગત કટોકટીનો પુરાવો (જો લાગુ હોય તો)

HDFC Bank Parivartan Scholarship 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

HDFC Bank Parivartan Scholarship માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  1. HDFC Bank પરિવર્તન સ્કૉલરશિપ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ https://www.buddy4study.com વેબસાઈટ પર જવાનું રહેશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
  2. ત્યારબાદ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “HDFC Bank Parivartan Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  4. Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે
  5. ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
  6. “Apply Now” પર ક્લિક કર્યા પછી Start Application ઓપ્શન પર ક્લિક કરશો.
  7. ઉપર જણાવ્યા પ્રમાણે “Check Eligibility” પર ક્લિક કરવાનું રહેશે.
  8. ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શેક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  9. અને છેલ્લે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.

ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

ઓફિશિયલ વેબસાઇટwww.buddy4study.com
ઈમેલ આઈડી[email protected]
હેલ્પલાઇન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2023

વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : HDFC બેંક પરિવર્તન સ્કોલરશીપ માટે પસંદગી પ્રક્રિયા શું છે?
જવાબ : HDFC બેંક પરિવર્તનના ECSS પ્રોગ્રામની પસંદગી પ્રક્રિયા એ બહુ-તબક્કાની પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થીઓની પસંદગી ગુણવત્તા અને તેમની નાણાકીય જરૂરિયાત અથવા વ્યક્તિગત/પારિવારિક સંકટના આધારે કરવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાની વિગતો નીચે જણાવેલ છે:

  • પાત્રતા માપદંડના આધારે ઉમેદવારોની ટૂંકી યાદી
  • દસ્તાવેજની ચકાસણી
  • દસ્તાવેજ ચકાસણી પછી શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ
  • વિદ્વાનોની અંતિમ યાદીની જાહેરાત

પ્રશ્ન 2 : HDFC બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર 2023 છે. 

પ્રશ્ન 3 : HDFC બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ અરજી માટે વેબસાઇટ શું છે?
જવાબ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com છે.

Leave a Comment