(G3Q Quiz) Gujarat Quiz Competition : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે. અને આ લેખ માં તમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન અને ઇનામો વિશે માહિતી જણાવા મળશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 વિગતો – (G3Q Quiz) Gujarat Gyan Guru Quiz Competition 2022 Details
ધોરણ 9 થી ઉપરના તમામ લોકો, પછી ભલે તે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી, આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે.
રાજ્ય કક્ષાના વિજેતાઓને યાત્રાધામો, પ્રવાસન સ્થળો, ઔદ્યોગિક એકમો અને વિકાસ કાર્યોમાં લઈ જવામાં આવશે. રાજ્ય કક્ષાની ક્વિઝ ઓફલાઈન મોડમાં ભવ્ય રીતે યોજાશે. ક્વિઝ સ્પર્ધાનું નામ G3Q Quiz ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ રાખવામાં આવશે. 7 જુલાઈના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. તેની સત્તાવાર વેબસાઈટ www.g3q.co.in છે.
આ પણ જુઓ : ભારતમાં રાષ્ટ્રીય સ્મારકોમાં 15 ઓગસ્ટ સુધી મફત પ્રવેશ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? What is Gujarat Quiz Competition 2022? (G3Q Quiz)
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 ચાલુ કરવામાં આવશે.
પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે. પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે. દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document
- Aadhar Card
- Studnet ID
- Education Marksheet
- 8th Standard Pass Marksheet
- Address Proof
- Age Proof
- Date of Birth Certificate
- Passport Size Photograph
ઘરે બેઠા પૈસા કમાવાની એપ્લિકેશન 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz competition 2022 Registration
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
STEP 1– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
STEP 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
STEP 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
- હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
- તમારે પૂરું નામ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેઈલની વગેરે
- ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
- હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
- જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
- હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
- છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો :
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઇનામો અને પુરસ્કારો – (G3Q Prizes)
દર અઠવાડિયે તાલુકા-નગરપાલિકા મુજબના 252 અને વોર્ડ મુજબના 170 વિજેતાઓને રૂ. 1.60 કરોડના ઈનામો. 15 અઠવાડિયામાં, કુલ રૂ. 25 કરોડના ઈનામો અને અભ્યાસ પ્રવાસ આપવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઈનામની વિગતો:
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ)
- શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
- કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૩૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૨૧૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ – તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ – Gujarat Quiz Competition Prizes 2022
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને ૩,૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે.
- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ – ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ – Gujarat quiz competition 2022
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે.
- જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
- જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
આ પણ વાંચો :
- ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
G3Q Quiz – રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો:
જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. Gujarat quiz competition 2022
આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા
જાહેર કરવામાં આવશે. રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું
ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.
અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ
સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામા આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની + ર બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને
તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર
જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)
મહત્વપૂર્ણ લિંક્સ:
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નોંધણી 2022 સત્તાવાર વેબસાઇટ: www.g3q.co.in
વોટ્સએપ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો :