Anganwadi Bharti 2023 Gujarat : ઘણા સમયથી રાહ જોવાયેલા લોકો માટે આજે ખુશીના સમાચાર છે. આંગણવાડી ભરતી 2023 ગુજરાત ની જાહેરાત બહાર પડી છે. જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો ગુજરાતના તમામ જિલ્લાઓ માટે કુલ 10,500 ની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે.
તો આજના આર્ટિકલમાં તમે તમને જાણવા મળશે કે Anganwadi Bharti 2023 Gujarat માટે શું લાયકાત છે, ડોક્યુમેન્ટ શું જોશે, કેવી રીતે અરજી કરવી, કોણ કોણ અરજી કરી શકે છે અને છેલ્લી તારીખ શું છે તે તમામ માહિતી તમને જાણવા મળશે તેથી આર્ટિકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

આંગણવાડી ભરતી 2023 ગુજરાત | Anganwadi Bharti 2023 Gujarat
ભરતી બોર્ડ | મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત |
પોસ્ટ નું નામ | આંગણવાડી કાર્યકર અને તેડાગર (Gujarat Anganwadi Bharti 2023) |
ખાલી જગ્યાઓ | 10,000 થી વધારે |
ભરતી નું સ્થાન | સમગ્ર ગુજરાતમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://e-hrms.gujarat.gov.in |

ભરતી ની પોસ્ટ :
આંગણવાડી કાર્યકર અને તેડાગર (સહાયક)
આ પણ વાંચો:
- SBI ક્લાર્ક ભરતી 2023, ખાલી જગ્યા : 8773
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2023, ખાલી જગ્યાઓ : 1246
- [પરીક્ષા વગર] પોસ્ટ ઓફિસ ભરતી 2023, ખાલી જગ્યા : 1899
આંગણવાડી ભરતી 2023 ગુજરાત કુલ ખાલી જગ્યાઓ :
Anganwadi Bharti 2023 Gujarat માટે ગુજરાત ના તમામ જિલ્લા ખાલી જગ્યાઓ : 10500
Sr. No. | જિલ્લા નું નામ | આંગણવાડી કાર્યકર | તેડાગર (સહાયક) | કુલ જગ્યાઓ |
1 | Rajkot Urban | 25 | 50 | 75 |
2 | Patan | 95 | 244 | 339 |
3 | Junagadh | 18 | 23 | 41 |
4 | Navsari | 95 | 118 | 213 |
5 | Rajkot | 137 | 224 | 361 |
6 | Botad | 39 | 71 | 110 |
7 | Bhavnagar Urban | 30 | 42 | 72 |
8 | Amreli | 117 | 213 | 330 |
9 | Surendranagar | 99 | 144 | 243 |
10 | Vadodara Urban | 26 | 62 | 88 |
11 | Devbhumi Dwarka | 82 | 158 | 240 |
12 | Narmada | 55 | 111 | 166 |
13 | Nadiad | 113 | 142 | 255 |
14 | Surat Urban | 41 | 118 | 159 |
15 | Bharuch | 102 | 177 | 279 |
16 | Tapi | 43 | 111 | 154 |
17 | Morbi | 106 | 184 | 290 |
18 | Jamnagar Urban | 22 | 42 | 64 |
19 | Arvalli | 79 | 103 | 182 |
20 | Gandhinagar | 63 | 97 | 160 |
21 | Gandhinagar Urban | 12 | 20 | 32 |
22 | Porbandar | 33 | 60 | 93 |
23 | Bhavnagar | 120 | 253 | 373 |
24 | Panchmahal | 98 | 309 | 407 |
25 | Mahisagar | 57 | 156 | 213 |
26 | Gir somnath | 56 | 79 | 135 |
27 | Jamnagar | 71 | 184 | 255 |
28 | Dang | 24+01 (Mini) | 36 | 61 |
29 | Chhota Udepur | 51 | 286 | 337 |
30 | Surat | 100 | 231 | 331 |
31 | Banaskantha | 131 | 634 | 765 |
32 | Dahod | 130 | 342 | 472 |
33 | Ahmedabad | 127 | 160 | 287 |
34 | Mehsana | 139 | 212 | 351 |
35 | Valsad | 97 | 307 | 404 |
36 | Kachh-Bhuj | 252+01 (Mini) | 394 | 647 |
37 | Ahmedabad Urban | 140 | 343 | 483 |
38 | Junagadh | 84 | 125 | 209 |
39 | Sabarkantha | 101 | 129 | 230 |
40 | Anand | 122 | 160 | 282 |
41 | Vadodara | 87 | 225 | 312 |
Total | 3421 | 7079 | 10500 |
શેક્ષણિક લાયકાત :
- કાર્યકર : ધો 12 પાસ
- તેડાગર : ધો 10 પાસ
વધુ અભ્યાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
અરજી ફી:
આંગણવાડી ભરતી 2023 ગુજરાત માટે કોઈપણ જાત ની અરજી ફી ચૂકવવાની રહેતી નથી.
ઉમર મર્યાદા :
કાર્યકર અને તેડાગર માટે ઉમર : 18 વર્ષ થી 33 વર્ષ
પગાર ધોરણ
- આંગણવાડી કાર્યકર : 10000
- આંગણવાડી તેડાગર : 5500
આ પણ વાંચો :
Gujarat Anganwadi Bharti 2023 માટે કોણ કોણ અરજી કરી શકે?
- અરજી કરનાર મહિલા ભારતીય હોવી જોઇએ
- ઓછામાં ઓછું એક વર્ષના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ
- અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ ના હોવી જોઈએ
- એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અથવા તેડાગર એક જ કુટુંબના સભ્ય જેવા કે સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી વગેરે હશે તેવી પરિસ્થિતિ બનતી હોય તો અરજી ન કરી શકે.
આંગણવાડી ભરતી 2023 ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ
- રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- આધારકાર્ડ
- લાઈટ બિલ
- પાસપોર્ટ
- બેન્ક પાસબુક
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ભાડા કરાર
- લગ્ન પ્રમાણપત્ર
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- સ્વ ઘોષણાપત્ર ડાઉનલોડ કરો
આ પણ વાંચો:
આંગણવાડી ભરતી 2023 ફોર્મ – Gujarat anganwadi bharti 2023 online form Download
ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે કોઈ પણ જાત નું ફોર્મ ઓફલાઇન ભરવાનું નથી તેના માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેની અરજી પ્રક્રિયા નીચે મુજબ જણાવેલ છે. તમે જોઈ શકો છો.
ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | Anganwadi Bharti 2023 Gujarat online form
- સૌપ્રથમ તમારે આંગણવાડી ભરતી અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જેની લીંક તમને નીચે આપેલી છે. https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index
- ત્યારબાદ તમારી સામે તમામ જિલ્લા નું લિસ્ટ જોવા મળશે જે પણ જિલ્લામાંથી તમે આવતા હોય તે જિલ્લા ઉપર તમારે Apply બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે એક કન્સેન્ટ ફોર્મ ખુલશે જેના જેમાં તમારે I agree બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશનમાં જેટલી વિગતો બતાવે છે તે ભરવાની રહેશે.
- અને તેમાં મોબાઈલ નંબર નાખીને Send OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને પછી તે ઓટીપી નાખીને Submit And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે તમારી બધી માહિતી ભરવાનું એક પેજ ખુલશે તેમાં તમારી માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ તમારે તમારા અભ્યાસની વિગતો બધી ભરવાની રહેશે.
- અને પછી તમારે anganwadi bharti 2023 online form ભરતી મુજબના જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તે બધા અપલોડ કરવાના રહેશે.
Anganwadi Bharti 2023 Gujarat માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સુચના
- ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે તમારે બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ સ્કિન અથવા ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.
- ડોક્યુમેન્ટ ની સાઈઝ વધુમાં વધુ 2 MB
- તમામ ડોક્યુમેન્ટ તમારે pdf ફાઈલમાં અપલોડ કરવાના રહેશે.
આ પણ વાંચો : ફોટો સાઈઝ કેવી રીતે ઓછી કરવી તે જાણો
આંગણવાડી ભરતી ની પસંદગી પ્રક્રિયા:
આંગણવાડી ભરતી 2023 ગુજરાત માં અરજી કરેલ ઉમેદવારને પસંદગી માટે સામાન્ય શરતો મુજબ લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઇન મેરીટ યાદી બનાવવામાં આવશે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તે આગળ ની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ 12 પાસ અને ધોરણ 10 પાસ છે જો કે વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે પરંતુ શૈક્ષણિક લાયકાત અને મળેલ ગુણના માર્ક્સ ની મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળ આણંદ આંગણવાડી કેન્દ્ર ઓનલાઇન મેરીટ યાદી નિયત પતિ અનુસરી જાહેરાત કરવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મહત્વની સૂચના વાંચો અહી ક્લિક કરો
અરજી કરવા માટે વેબસાઇટ | https://e-hrms.gujarat.gov.in |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
હેલ્પલાઈન નંબર | ડાઉનલોડ કરો |
આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : Gujarat Anganwadi bharti માટે લાયકાત શું છે?
જ : આંગણવાડી કાર્યકર માટે ધો 12 પાસ અને તેડાગર માટે ધો 10 પાસ કરેલ હોવું જોઈએ.
પ્ર.2 : આંગણવાડી ભરતી 2023 ગુજરાત માં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જ : anganwadi bharti 2023 gujarat last date 30 નવેમ્બર 2023 છે.
પ્ર.3 : આંગણવાડી ભરતી માટે અરજી કરવા માટે વેબસાઇટ શું છે?
જ : અરજી કરવા માટે વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે.
પ્ર.4 : મે PTC કોર્ષ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું Form ભરી શકું?
જ : હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણીક લાયકાત ઉપરાંત PTC/Pre-PTC/B.Ed અથવા તો ઘો-૧ર પછીનો કોઈપણ ડીપ્લોમા કોર્ષ અથવા સ્નાતક કોર્ષ વિગેરે કોર્ષ માટે ગુણભાર આપેલ છે. જેમા આપ આપની પસંદગીનો કોઇપણ કોર્ષ દેખાડી દાવેદારી કરી શકો છો.
પ્ર.5 : મારે ધોરણ – ૧૨ પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્ષ અપલોડ કરી શકું?
જ: ના
પ્ર.6 : અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરીણામ જાહેર થયું નથી, તો શું હું Form ભરી શકું?
જ: ના, ઉમેદવારની પસંદગી મેરીટ આધારીત હોય માર્કશીટ જરૂરી છે. તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારની ઉંમર, શૈક્ષણીક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઇએ.
પ્ર.7 : અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે. તો તે અપલોડ કરૂં તો મેરીટમાં માન્ય ગણાશે?
જ: ના, સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારીશ્રીનો દાખલો જોઈએ.
Source And Reference